દિલ્લી- NCRથી લઇને ગુજરાત સુધી કેમ થઇ રહી છે લાલ આંખ,Conjunctivitis વાયરસ શું છે અને કેમ થાય છે?
દિલ્હી-એનસીઆરથી લઈને ગુજરાત, મહારાષ્ટ્ર, બિહાર સહિત અનેક રાજ્યોમાં લોકો લાલ આંખ એટલે કે આંખના ઇન્ફેકશનથી પરેશાન છે. કંજક્ટિવાઇટિસ ચોમાસાની ઋતુમાં ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યો છે.
Conjunctivitis: દિલ્હી-એનસીઆરથી લઈને ગુજરાત, મહારાષ્ટ્ર, બિહાર સહિત અનેક રાજ્યોમાં લોકો લાલ આંખ એટલે કે આંખના ઇન્ફેકશનથી પરેશાન છે. કંજક્ટિવાઇટિસ ચોમાસાની ઋતુમાં ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યો છે.
ડેન્ગ્યુ અને ફ્લૂ જ નહીં, ચોમાસાની ઋતુમાં આંખના ઈન્ફેક્શનના કેસોમાં પણ ઝડપથી વધારો થયો છે. દિલ્હી-એનસીઆર સહિત ઘણા રાજ્યોમાં આંખના ચેપ અથવા કંજક્ટિવાઇટિસના દર્દીઓ આવી રહ્યા છે. ડૉક્ટરો કહે છે કે તે ખૂબ જ ચેપી છે. તેનાથી બચવા માટે લોકોએ યોગ્ય સ્વચ્છતા જાળવવી જરૂરી છે. સરકારી અને ખાનગી હોસ્પિટલો અને ખાનગી દવાખાનાઓમાં આ કેસના દર્દીઓની કતારો જોવા મળી રહી છે. આંખો લાલ થવી, ખંજવાળ આવવી, પાણી આવવું અને સોજા જેવી જેવી સમસ્યાઓ થઈ રહી છે. નિષ્ણાંતોના મતે નેત્રસ્તર દાહના કેસો પાછળ હવામાનમાં ફેરફાર મુખ્ય કારણ છે. ગરમી અને ભેજને કારણે વાઇરસમાં મ્યુટેશન થવાની શક્યતા પણ તબીબોએ વ્યક્ત કરી છે. જક્ટિવાઇટિસ જેવા ચેપને દૂર થવામાં સામાન્ય રીતે એક કે બે અઠવાડિયા લાગે છે. જો કે આ કેસમાં એન્ટીબાયોટીક્સ આપીને ઝડપથી રાહત મેળી શકાય છે.
કંજક્ટિવાઇટિસના એ આંખની અંદરના સફેદ ભાગમાં સોજો આવી જાય છે. તે મોટે ભાગે વાયરલ ચેપ દ્વારા ફેલાય છે. તેમજ તે ખૂબ જ ચેપી છે અને તે ખૂબ જ ઝડપથી ફેલાય છે.
કંજક્ટિવાઇટિસના લક્ષણો
આંખમાં ઇન્ફેકશનની કેસમાં સૌથી સામાન્ય લક્ષણ આંખોની લાલાશ છે. આ સિવાય આંખોમાં ખંજવાળ, બળતરા અને પાણી આવવાની સમસ્યા પણ થઈ શકે છે. દર્દીને વધુ પ્રકાશથી પણ પીડા થાય છે. આવા કેસમાં ડૉક્ટરો દર્દીઓને ડાર્ક ચશ્મા પહેરવાની સલાહ આપે છે.
કંજક્ટિવાઇટિસનો ઉપાય
કંજક્ટિવાઇટિસના મોટાભાગના કેસોની સારવાર આંખના ટીપાં અને એન્ટિબાયોટિક્સથી કરવામાં આવે છે. ગંભીર કિસ્સાઓમાં હળવા સ્ટેરોઇડ્સ આપવામાં આવે છે. જો ચેપની સારવાર શરૂઆતમાં શરૂ કરવામાં આવે તો ચેપને સરળતાથી રોકી શકાય છે.
બચાવ માટે શું કરશો
દિલ્હીની LNJP હોસ્પિટલના મેડિકલ ડાયરેક્ટર ડૉ.સુરેશ કુમારે જણાવ્યું કે આ એક વાયરલ ઇન્ફેક્શન છે. તેમણે કહ્યું કે તે ખૂબ જ ચેપી છે. વાયરસ સંપર્ક અથવા પ્રવાહી દ્વારા ફેલાય છે, તેથી સ્વચ્છતા જાળવવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. આંખોને સ્પર્શ કરવાનું ઓછું કરો. અન્ય લોકો સાથે સંપર્ક ટાળો. જો બાળકોને ચેપ લાગ્યો હોય, તો તેમને 3-5 દિવસ માટે અલગ રાખો.
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )