Heat Wave: આકરા તાપમાંથી ઘરે આવ્યા બાદ કેટલા સમય પછી પીવું જોઇએ પાણી? જાણો શું કહે છે નિષ્ણાંતો?
જો તમારે સ્વસ્થ રહેવું હોય તો કોઈપણ ઋતુમાં પુષ્કળ પાણી પીવો. ઉનાળામાં વધુ પાણી પીવું જોઈએ કારણ કે ગરમી વધવાથી શરીરમાં પાણીની ઉણપ થવા લાગે છે.
![Heat Wave: આકરા તાપમાંથી ઘરે આવ્યા બાદ કેટલા સમય પછી પીવું જોઇએ પાણી? જાણો શું કહે છે નિષ્ણાંતો? Why should we not drink water immediately after coming back from outside in summer Heat Wave: આકરા તાપમાંથી ઘરે આવ્યા બાદ કેટલા સમય પછી પીવું જોઇએ પાણી? જાણો શું કહે છે નિષ્ણાંતો?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/24/6cfd677628d12cb7222c49e44d9e286c171653241660874_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
જો તમારે સ્વસ્થ રહેવું હોય તો કોઈપણ ઋતુમાં પુષ્કળ પાણી પીવો. ઉનાળામાં વધુ પાણી પીવું જોઈએ કારણ કે ગરમી વધવાથી શરીરમાં પાણીની ઉણપ થવા લાગે છે. આવી સ્થિતિમાં શરીરને ઠંડુ રાખવા માટે પુષ્કળ પાણી પીવાની સલાહ આપવામાં આવે છે. પરંતુ આજે અમે વાત કરીશું કે જો તમે આકરા તાપમાંથી ઘરે પાછા ફર્યા હોવ તો તમારે કેટલા સમય પછી પાણી પીવું જોઈએ?
સાથે આપણે ખૂબ ઠંડુ પાણી પીવાનું ટાળવા વિશે પણ વાત કરીશું. શરીરમાં પાણીની ઉણપ ના થાય તે માટે સમય સમય પર પાણી પીવું ખૂબ જ જરૂરી છે. તડકામાંથી ઘરે પાછા ફર્યા પછી તરત જ પાણી પીવાનું ટાળવાની સલાહ આપવામાં આવે છે.
તડકામાં ઘરે પરત આવ્યા બાદ કેટલા સમય પછી પાણી પીવું જોઈએ?
ઉનાળામાં વધારે સમય સુધી તડકામાં રહેવાને કારણે કોઈપણ વ્યક્તિ ડિહાઈડ્રેશનનો શિકાર બની શકે છે. તેનાથી બચવા માટે જરૂરી છે કે તમે સમયાંતરે પાણી પીતા રહો. તડકામાંથી ઘરે આવ્યા પછી તરત જ પાણી ન પીવું જોઇએ કારણ કે તેનાથી શરદી અને ઉધરસની સમસ્યા વધી શકે છે. આજે આ લેખ દ્વારા અમે તમને પાણી પીવાની સાચી રીત અને તડકામાંથી ઘરે આવ્યા પછી કેટલી મિનિટ પછી પાણી પીવું જોઈએ તે જણાવીશું. આ વિશે વિગતવાર સમજાવશે.
તડકામાંથી આવ્યા પછી તરત જ પાણી ન પીવું જોઇએ. તેના બદલે થોડો સમય સામાન્ય તાપમાનમાં બેસો. જ્યારે તમારા શરીરનું તાપમાન સામાન્ય થઈ જાય ત્યારે જ પાણી પીવો. જો તમે ગરમ હવામાનમાંથી ઘરે આવ્યા પછી તરત જ પાણી પી લો તો તમને શરદી-ખાંસીની સમસ્યા થઈ શકે છે.
શરદી અને ચેપનું જોખમ વધે છે
જો તમે લાંબા સમય સુધી તડકામાં રહો છો તો ત્યાંથી પાછા ફર્યાના 15 મિનિટ પછી જ પાણી પીવો. જ્યારે તમે પાણી મોડું પીઓ છો, ત્યારે શરદી, ચેપ અને ચક્કર આવવાનું જોખમ રહેતું નથી. તડકામાંથી પાછા ફર્યા પછી તમારે ખૂબ ઠંડુ પાણી ન પીવાનો પ્રયાસ કરવો જોઈએ. તેનાથી તાવ, ઉલ્ટી, શરદી અને ઉધરસ થઈ શકે છે.
તડકામાંથી ઘરે પાછા ફર્યા પછી પાણી પીવાની સાચી રીત
કાળઝાળ ગરમીમાં ઘરે આવ્યા પછી થોડો સમય આરામ કરો. શરીર ઠંડુ થાય ત્યારે જ પાણી પીવો.
હૂંફાળું પાણી પીવો
અચાનક ઠંડુ પાણી પીવાનું ટાળો. ગરમ અને નવશેકું પાણી પીવો, તેનાથી તમારું શરીર નિયંત્રણમાં રહે છે અને પાચનક્રિયા પણ સારી રહે છે.
ધીમે ધીમે પાણી પીતા રહો. એક જ વારમાં વધારે પાણી ન પીવો. તેના બદલે ઓછું પાણી પીવો. તેનાથી તમારા શરીરને પર્યાપ્ત માત્રામાં પાણી મળે છે.
Disclaimer: સમાચારમાં આપવામાં આવેલી કેટલીક માહિતી મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. કોઈપણ સૂચનાને અમલમાં મૂકતા પહેલા તમારે સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જોઈએ.
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)