Health tips: સવારે જાગીને આપ સીધો જ મોબાઇલ યુઝ કરો છો? તો સાવધાન, થઇ શકે છે આ નુકસાન
સોશિયલ મીડિયા અથવા ઈમેલ દ્વારા સ્ક્રોલ કરતી વખતે મગજ ઘણું ડોપામાઈન છોડે છે. ડોપામાઇન એક ન્યુરોટ્રાન્સમીટર છે, જે શરીર અને મગજના વિવિધ કાર્યોમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
Health tips:સોશિયલ મીડિયા અથવા ઈમેલ દ્વારા સ્ક્રોલ કરતી વખતે મગજ ઘણું ડોપામાઈન છોડે છે. ડોપામાઇન એક ન્યુરોટ્રાન્સમીટર છે, જે શરીર અને મગજના વિવિધ કાર્યોમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
મોટાભાગના લોકો સવારે ઉઠેને સીધો જ મોબાઈલનો ઉપયોગ કરે છે. ઘણી વખત બેડ પર સૂતા એક કલાક, બે કલાક પસાર થઈ જાય છે અને ખબર પણ પડતી નથી. પરંતુ શું તમે જાણો છો કે તમારે સવારે ઉઠીને સૌથી પહેલા મોબાઈલનો ઉપયોગ ન કરવો જોઈએ? ન્યુટ્રિશનિસ્ટ લવનીત બત્રાએ પોતાના ઈન્સ્ટાગ્રામ દ્વારા જણાવ્યું કે, આપણે વહેલી સવારે મોબાઈલના સંપર્કમાં આવવાનું ટાળવું જોઈએ. જાગ્યા પછી ઈમેઈલ, ઈન્સ્ટાગ્રામ દ્વારા સ્ક્રોલ કરીને, તમે જરૂરી થીટા બ્રેઈન વેવને છોડી દો છો અને સીધા વધુ તણાવપૂર્ણ બીટા બ્રેઈનવેવ પર જાઓ છો, જે મગજની શારીરિક રચના પર અસર કરે છે.
સવારે ઉઠ્યા પછી મોબાઈલનો ઉપયોગ કરવાથી તમારો સમય અને ધ્યાન બંને પર અસર પડી શકે છે, જેના કારણે તમારી ઉત્પાદકતાનું સ્તર ઘટી શકે છે. સોશિયલ મીડિયા અથવા ઈમેલ દ્વારા સ્ક્રોલ કરતી વખતે મગજ ઘણું ડોપામાઈન છોડે છે. ડોપામાઇન એક ન્યુરોટ્રાન્સમીટર છે, જે શરીર અને મગજના વિવિધ કાર્યોમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. જ્યારે તમે સવારે ઉઠો છો, ત્યારે તમારા ફોનનો ઉપયોગ સૌથી પહેલા તમારી સવારની દિનચર્યાને બગાડે છે.
80 ટકા લોકો મોબાઈલનો ઉપયોગ કરે છે
લવનીત કહે છે કે આવા લોકોની સંખ્યા વધુ છે, જેઓ સવારે ઉઠે છે અને અન્ય કામ કરવાને બદલે પોતાના ફોનને વળગી રહે છે. એક રિસર્ચ અનુસાર, લગભગ 80 ટકા મોબાઈલ યુઝર્સ સવારે ઉઠ્યા પછી તરત જ સૌથી પહેલા મોબાઈલનો ઉપયોગ કરે છે. ન્યુટ્રિશનિસ્ટે કહ્યું કે જો તમે તમારું સ્વાસ્થ્ય સારું રાખવા માંગતા હોવ અને તમારી ખુશીમાં વધારો કરવા માંગતા હોવ તો તમારા દિવસની શરૂઆત આ રીતે કરો.
- થોડો સમય ચાલો અથવા 10-મિનિટનું યોગ સેશન કરો.
- બેડ વ્યવસ્થિત કરો .
- 10-15 મિનિટ માટે કુદરતી પ્રકાશ લો.
- સરસ નાસ્તો તૈયાર કરો.
સવારે ઉઠીને મોબાઈલનો ઉપયોગ કરવાથી સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે. તે તમારા મગજના કાર્યોને પણ અસર કરે છે. એટલા માટે સવારે ઉઠીને મોબાઈલ ચલાવવાને બદલે તમે ઉપરોક્ત આદતોને તમારા રૂટીનમાં સામેલ કરી શકો છો
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )