Weight Loss: આપ થોડા સમયમાં જ વેઇટ લોસ કરવા ઇચ્છો છો. આ છે અસરદાર અને સુરક્ષિત રીત
Weight Loss: વજન ઘટાડવું એ કોઇ સરળ કામ નથી. સ્થાયી રીતે વજન ઘટાડવા માટે પ્રેરણા,ધૈર્ય અને સમયની જરૂર પડે છે.
Weight Loss: વજન ઘટાડવું એ કોઇ સરળ કામ નથી. સ્થાયી રીતે વજન ઘટાડવા માટે પ્રેરણા,ધૈર્ય અને સમયની જરૂર પડે છે.આજની આપની ભાગદોડ ભરી જિંદગી અને સતત લેપટોપ સામે બેસીને કલાકો સુધી કામ કરવાની દિનચર્યાના કારણે કેટલાક લોકો ઝડપથી વજન ઉતારવાના ચક્કરમાં સ્વાસ્થ્યને મોટું નુકસાન કરી બેસે છે.
યોગ્ય રીતે વજન ઓછું કરવાની ટિપ્સ શું છે. કેટલો સમય માં વર્કઆઉટ કરવું જોઇએ અને તેની સાથે પોષણયુક્ત ડાયટનું બેલેસ્ડ કઇ રીતે રાખવું તે જાણવું જરૂરી છે. જો યોગ્ય રીતે વજન ઉતારવામાં આવે તો પછી તેને મેઇન્ટેઇન કરવું સરળ રહે છે.
આપ એક મહિનામાં કેટલું વજન ઓછું કરી શકો છો?
એક્સપર્ટના મત મુજબ આપ એક મહિનામાં 0.5 કિલો વજન ઓછું કરવું આઇડલ છે. આવું કરવા માટે નિયમિત એક્સરસાઇઝ અને સ્વસ્થ ભોજન સાથે ઓછી કેલેરીવાળો ખોરાક લેવો જરૂરી છે. કેટલાક લોકો હાઇ પ્રોટીન યુક્ત ખોરાક લે છે. તેનો કિડની પર પ્રભાવ પડે છે.
શું થાય છે જ્યારે આપ એક મહિનામાં આઇડિઅલ સ્થિતિથી વધુ વજન ઉતારો છો
જો આ એક મહિનામાં 5 કિલો કે તેનીથી વધુ વજન ઉતારો છો તો આપને વિકનેસનો અનુભવ થશે, વધુ થકાવટ અનુભવાશે, વોમિંટિગની પણ સમસ્યા થઇ શકે છે. જો આપને પણ આવો અનુભવ થતો હોય તો કોઇ પ્રોફેશનલ એકસ્પર્ટની સલાહ લો. જ્યારે આપ આઇડિઅલ અને સ્વસ્થ રીતે વજન ઓછું કરો છો તો તે ટકાઉ હોય છે અને આપ એર્જટિક ફીલ કરો છો.
Hair Care Tips:શિયાળામાં ગરમ પાણીથી વાળ ધોવા યોગ્ય કે અયોગ્ય, જાણો એક્સ્પર્ટની સલાહ
શિયાળામાં ઠંડીથી બચવા લોકો ગરમ પાણીથી સ્નાન કરે છે, તેનાથી શરીરનો થાક દૂર થાય છે. ઘણા લોકો ગરમ પાણીથી પણ વાળ ધોતા હોય છે. જેના કારણે માથાની ચામડી પર અસર થાય છે, વાળ શુષ્ક અને નિર્જીવ થઈ જાય છે.ગરમ પાણીથી વાળ ધોવાથી માથાની ચામડી સંબંધિત ઘણી સમસ્યાઓ થઈ શકે છે. ચાલો જાણીએ, ગરમ પાણી તમારા વાળને શું નુકસાન કરી શકે છે.
ડેન્ડ્રફ સમસ્યા
જો આપ વાળને ગરમ પાણીથી ધોશો, તો તમારા માથાની સ્કિન મોશ્ચર ગુમાવી શકે છે. જેના કારણે ડેન્ડ્રફની સમસ્યા ઉભી થાય છે. ગરમ સાવર પણ માથામાં ખંજવાળનું કારણ બની શકે છે. એટલા માટે વાળ ધોવા માટે હૂંફાળા અથવા ઠંડા પાણીનો ઉપયોગ કરવો જોઈએ.
કલર્ડ વાળને ગરમ પાણીથી ન ધૂઓ
જો તમે હેર કલર કરો છો તો તેને ગરમ પાણીથી ધોશો નહીં. તેનાથી તમારા વાળને નુકસાન થાય છે અને રંગ પણ ઉતરી શકે છે. કલર્ડ હેર હંમેશા ઠંડા પાણીથી ધોવા જોઈએ
વાળ ખરવાની સમસ્યા
ગરમ પાણીથી વાળ ખરવાની સમસ્યા થઈ શકે છે. વાસ્તવમાં, આનાથી વાળના મૂળ ઢીલા થઈ શકે છે, જેના કારણે વાળ સરળતાથી તૂટવા લાગે છે. ઠંડા પાણીથી વાળ ધોવાથી આ છિદ્રો બંધ થઈ જાય છે અને વાળ ખરતા પણ ઓછા થઈ શકે છે.
ગંદા વાળની સમસ્યા
ગરમ પાણી છિદ્રો ખોલે છે. જો તમે આનાથી તમારા વાળ ધોશો તો માથાની ચામડીના રોમછિદ્રો સરળતાથી ખુલી જાય છે. જેના કારણે રોમછિદ્રોમાં ગંદકી જમા થાય છે અને તમારે ગંદા વાળની સમસ્યાનો સામનો કરવો પડે છે.
તમે જાણો છો કે, ગરમ પાણી હેરને ડેમેજ કરે છે, પરંતુ એ પણ સાચું છે કે ગરમ પાણી તમારા વાળને ઊંડે સુધી સાફ કરે છે. વાળ ધોવા માટે પાણીનું તાપમાન મહત્વનું છે. તમે તમારા વાળને હૂંફાળા પાણીથી ધોઈ શકો છો. જેના કારણે શરદીથી પણ બચી જશે અને સ્કેલ્પને વધુ નુકસાન પણ ન થાય.
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા કોઈપણ પ્રકારની માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતા કે દવા નુસખા કે ઉપાયને અમલમાં મૂકતા પહેલા, જે તે વિષય સંબંધિત નિષ્ણાતની સલાહ લો.
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
