Weight Loss Injection: વજન ઘટાડવાના અમેરિકાના ઈન્જેક્શનને ભારતમાં મંજૂરી, ટાઈપ-2 ડાયાબિટીસ માટે શોધાયેલું ઈન્જેક્શન બેરિયાટ્રિક સર્જરીનો વિકલ્પ બનશે
બેરીયાટીક સર્જરી અમુક બીએમઆઈની ઉપર અને અમુક તમારો ડાયાબિટીસ ટાઈપ 2 કઈ લેવલમાં છે તેમા બેરીયાટીક સર્જરી બેસ્ટ ઓપશન છે.
Weigh Loss Injection: વજન ઘટાડવા માંગતા લોકો માટે સારા સમાચાર છે. વજન ઘટડવા હવે ઈન્જેક્શન પણ લઈ શકાશે. વજન ઘટાડવાના અમેરિકાના ઈન્જેક્શનને ભારતમાં મંજૂરી મળી છે. ટાઈપ-2 ડાયાબિટીસ માટે શોધાયેલું ઈન્જેક્શન બેરિયાટ્રિક સર્જરીનો વિકલ્પ બનશે.
આ અંગે ડો. અપૂર્વ વ્યાસે જણાવ્યું કે, નવી ડ્રગ માર્કેટમાં આવવાની છે, ઓબેસીટીની ટ્રીટમેન્ટ માટે વાત કરવા માંગુ છુ. આ દવાનુ નામ છે ટ્રીઝએપેટાઈન. આ એક એવી દવા છે જે ડાયાબિટીસ ટાઈપ 2 માં બ્લડ શુગર મેનટેઈન કરવા માટે યુઝ થાય છે અને ઓછી માત્રામાં વેઈટ લુઝ માટે પણ ઈફેક્ટીવ છે. ઘણા દવાની કંપનીઓનુ કેહવું છે કે આ બેરીયાટીક સર્જરીનો વિક્લ્પ છે પણ તેવુ નથી કારણ કે બેરીયાટીક સર્જરીના પોતાના ઈન્ડીકેશન છે અને આજે નવી દવા જે માર્કેટમાં આવી છે ટ્રીઝએપેટાઈન તેનુ પોતાનુ ઈન્ડીકેશન છે માટે કોઈ કોઈનુ રીપ્લેસમેન્ટ નથી. બેરીયાટીક સર્જરી અમુક બીએમઆઈની ઉપર અને અમુક તમારો ડાયાબિટીસ ટાઈપ 2 કઈ લેવલમાં છે તેમા બેરીયાટીક સર્જરી બેસ્ટ ઓપશન છે. ડાયાબિટીસ ટાઈપ 2 માં બ્લ્ડ શુગર મેનેટેઈન કરવામાં જો ડીફીક્લટીઝ આવતી હોય તો આ ઈન્જેકશન ઉપયોગી છે.
ઉનાળા અને વરસાદની ઋતુમાં મોટાભાગના લોકો શોર્ટ્સ, હાફ પેન્ટ, પાયજામા જેવા ડ્રેસ, ફ્રોક્સ જેવા ડ્રેસ પહેરવાનું પસંદ કરે છે. પરંતુ જાંઘ, પેટ અને હિપ્સને કારણે આવા આઉટફિટ કેરી કરી શકાતા નથી. કારણ કે ડ્રેસ ગમે તેટલો સુંદર કેમ ન હોય, તમે તેમાં સારા નહિ દેખાશો તો કોન્ફિડન્ટ પણ ફીલ નહિ કરો. આજે, અમારા આર્ટિકલ દ્વારા અમે તમને કેટલીક ખાસ ટિપ્સ જણાવીશું જેની મદદથી તમે તેને સંપૂર્ણ રીતે નહીં તો એક અઠવાડિયામાં આ હિસ્સાની થોડી ઘણી ચરબી ઠીક કરી શકો છો. વજન વધવાના કારણે શરીરની મોટાભાગની ચરબી પેટ, કમર, જાંઘ, ગ્લુટ્સ અને છાતી પર દેખાય છે. સ્ત્રીઓમાં જાંઘ પર વધુ ચરબી સામાન્ય રીતે જામે છે પરંતુ તમારે ચિંતા કરવાની જરૂર નથી કારણ કે, અમે તમારા માટે કેટલીક ખાસ કસરતો લાવ્યા છીએ જેની મદદથી તમે સરળતાથી વજન ઘટાડી શકો છો. સ્ત્રીઓની જાંઘ, કમર અને પેટ પર પુરૂષો કરતાં ઘણી વધુ ચરબી હોય છે. આનો સીધો અર્થ એ છે કે કેટલીક સ્ત્રીઓએ જાંઘની ચરબી ઘટાડવા માટે તેમના આખા શરીરની ચરબી ઓછી કરવી પડે છે.