શોધખોળ કરો

Sleeping Habit: શું તમને પણ સૂતા સમયે દાંત કચકચાવવાની ટેવ છે? તો હોઈ શકે છે આ ગંભીર બીમારી

ઘણા લોકોને રાતે સૂતાં સમયે દાંત ટેવ કચકચાવવાની હોય છે. જો તમને પણ આ પ્રકારની મુશ્કેલી થતી હોય તો તમને જણાવી દઈએ આ કોઈ ટેવ નથી, પરંતુ બીમારી છે, જેને મેડિકલની ભાષામાં બ્રુક્સિઝમ કહેવામાં આવે છે.

ઘણા લોકોને રાતે સૂતાં સમયે દાંત ટેવ કચકચાવવાની હોય છે. જો તમને પણ આ પ્રકારની મુશ્કેલી થતી હોય તો તમને જણાવી દઈએ આ કોઈ ટેવ નથી, પરંતુ બીમારી છે, જેને મેડિકલની ભાષામાં બ્રુક્સિઝમ કહેવામાં આવે છે. દાંત કચકચાવવાનું સૌથી મોટું કારણ છે ઓબ્સ્ટ્રક્ટિવ સ્લીપ એપનિયા. આ બીમારીથી વિશ્વના 5 પૈકી 1 લોકો પીડાઈ રહ્યા છે. ડોકટરો મુજબ, આ બીમારીને કારણે ઊંઘ પર અસર થાય છે, શ્વાસ લેવામાં તકલીફ થાય છે અને દાંતની એકબીજા સાથે ટક્કર થવાને કારણે દાંતના દુખાવા અને સેન્સિટિવિટી જેવી સમસ્યાઓનો પણ સામનો કરવો પડે છે. સાથે જ આ બીમારી પાછળનું મુખ્ય કારણ વધુ પડતી ચા-કોફી છે. આ સિવાય તણાવ, થાક, પૂરતી ઊંઘ ન થવી અને ગુસ્સો પણ બ્રુક્સિઝમનું કારણ બની શકે છે.

બ્રુક્સિઝમનાં લક્ષણો:

બ્રુક્સિઝમને કારણે મોઢાના સ્નાયુઓ અને પેઢામાં દુખાવો થાય છે. સવારે તમે ઉઠતાની સાથે જ માથામાં પણ થોડો દુખાવો થાય છે. જડબાં ચોંટેલા લાગે છે, દાંત સંવેદનશીલ બની જાય છે, જેને કારણે ઘણા લોકોને તણાવ, થાક, ગુસ્સો જેવી સમસ્યાઓનો પણ સામનો કરવો પડે છે.

દરરોજ 8 કલાકની ઊંઘ જરૂરી:

બ્રુક્સિઝમથી બચવા માટે સૌથી મહત્ત્વની બાબત એ છે કે ઊંઘ પૂરી કરવી જોઈએ. દિવસની 7થી 8 કલાકની ઊંઘ ફરજિયાત કરો, જેનાથી જડબાંના સ્નાયુઓને આરામ મળશે. બ્રુક્સિઝમ ધરાવતા દર્દીઓએ સૂતી વખતે ટીવી અથવા મોબાઇલનો બિલકુલ ઉપયોગ ન કરવો જોઈએ. તો જે લોકોને વધુ ચા અને કોફી પીવાની આદત હોય તો તેમણે કંટ્રોલ કરવું જોઈએ. જો શક્ય હોય તો માઉથ ગાર્ડ અથવા બાઇટ ગાર્ડનો ઉપયોગ કરો અને ચોક્કસપણે ડૉક્ટરનો સંપર્ક કરો.

જો વધુ દુખાવો થતો હોય તો મેગ્નેશિયમ સ્પ્રે અથવા લોશન સીધાં પેઢાં પર લગાવો અથવા મેગ્નેશિયમ સપ્લિમેન્ટ્સ લો. એવોકાડો, કેળાં, ડાર્ક ચોકલેટ, ટોફુ, ડ્રાયફ્રૂટ્સમાં મેગ્નેશિયમ ભરપૂર પ્રમાણમાં હોય છે, જે તમે ઇચ્છો એને ડાયટમાં સામેલ કરી શકો છો.

નિયમિત હીટિંગ પેડનો ઉપયોગ કરો:

જો તમે તમારી ઊંઘમાં દાંત પીસવાથી પરેશાન છો, તો હીટિંગ પેડનો ઉપયોગ કરો. બેડ પર આરામથી સૂઈ જાઓ અને ચહેરાની બંને બાજુએ હીટિંગ પેડને 10થી 15 મિનિટ સુધી પકડી રાખો, જે તમારા બ્લડ સર્ક્યુલેશનમાં સુધારો કરશે અને સ્નાયુઓને આરામ આપશે. હીટિંગ પેડ લગાવવાથી દાંત પીસવાની પ્રક્રિયામાં ઘટાડો થાય છે.

હળદરનું દૂધ અને હર્બલ ટી બનશે અકસીર ઉપાય:

હળદરમાં એન્ટી-ઇન્ફ્લેમેટરી ગુણ હોય છે, જે પેઢાંમાં દુખાવો ઘટાડવામાં મદદ કરે છે. હર્બલ ચા અથવા કેમોલી ચાનું સેવન કરવાથી તણાવ ઘટે છે, એથી સૂતાં પહેલાં રાત્રે 1 કપ હર્બલ અથવા ગ્રીન ટી જરૂર પીઓ.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Frequent Thirst Causes: પાણી પીધા પછી પણ તરસ લાગી રહી છે, જાણો આ કોઈ બીમારીનું કારણ તો નથી ને?
Frequent Thirst Causes: પાણી પીધા પછી પણ તરસ લાગી રહી છે, જાણો આ કોઈ બીમારીનું કારણ તો નથી ને?
Stale Tea Poison: કેટલા સમય પહેલાં બનેલી ચા પીવી જોઈએ, ક્યારે બની જાય છે ઝેર?
Stale Tea Poison: કેટલા સમય પહેલાં બનેલી ચા પીવી જોઈએ, ક્યારે બની જાય છે ઝેર?
Health Tips: શું બ્લેક કોફીનું સેવન ફેટી લિવરમાં કરે છે ફાયદો, જાણો શું કહે છે નિષ્ણાતો?
Health Tips: શું બ્લેક કોફીનું સેવન ફેટી લિવરમાં કરે છે ફાયદો, જાણો શું કહે છે નિષ્ણાતો?
બ્યુટી પ્રોડક્ટ્સ ખરીદતા પહેલા સાવધાન! 4માંથી 1 વ્યક્તિને થઈ એલર્જી, 40% સામાન નીકળ્યો નકલી
બ્યુટી પ્રોડક્ટ્સ ખરીદતા પહેલા સાવધાન! 4માંથી 1 વ્યક્તિને થઈ એલર્જી, 40% સામાન નીકળ્યો નકલી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : તલાટીઓની જવાબદારી નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનનો પ્રદૂષિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને જંકફૂડનું વળગણ
Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gen Z સામે ઝૂકી ઝારખંડ સરકાર, CM હેમંત સોરેને JSSC CGL અને TDPLની તમામ પરીક્ષાઓ રદ કરી
Gen Z સામે ઝૂકી ઝારખંડ સરકાર, CM હેમંત સોરેને JSSC CGL અને TDPLની તમામ પરીક્ષાઓ રદ કરી
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
Embed widget