શોધખોળ કરો

Paneer: આ પ્રાણીના દૂધમાંથી બને છે વિશ્વનું સૌથી મોંઘુ પનીર, કિંમત એટલી કે એક કિલોમાં નવી બાઈક આવી જાય

Paneer: પનીરનું શાક ખાવાનું કોને ન ગમે? પનીરનું શાક મોટાભાગે તહેવારો અને ખાસ પ્રસંગો દરમિયાન તૈયાર કરવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે પનીરનો જેટલો સ્વાદ હોય છે તેટલું જ તે ફાયદાકારક પણ હોય છે.

Paneer: પનીરનું શાક ખાવાનું કોને ન ગમે? પનીરનું શાક મોટાભાગે તહેવારો અને ખાસ પ્રસંગો દરમિયાન તૈયાર કરવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે પનીરનો જેટલો સ્વાદ હોય છે તેટલું જ તે ફાયદાકારક પણ હોય છે. આજે અમે તમને દુનિયાના સૌથી મોંઘા અને પૌષ્ટિક પનીર વિશે જણાવવા જઈ રહ્યા છીએ. આ પનીર એટલું મોંઘું છે કે તમે 1 કિલોગ્રામની કિંમતમાં સોનાની ચેન ખરીદી શકો છો.

વિશ્વની સૌથી મોંઘું પનીર

વિશ્વના સૌથી મોંઘા પનીરને પ્યૂલ ચીઝ પણ કહેવામાં આવે છે. આ લક્ઝરી પનીરની કિંમત લગભગ 800 થી 1000 યુરો એટલે કે લગભગ 80-82,000 રૂપિયા પ્રતિ કિલોગ્રામ છે. તમને જણાવી દઈએ કે તેની ગણના વિશ્વના સૌથી મોંઘા પનીરમાં થાય છે. આ પનીર તૈયાર કરવું એટલું સરળ નથી. આ માટે દૂધને ખાસ રીતે પ્રોસેસ કરીને તૈયાર કરવામાં આવે છે.

આ પનીર આટલું મોંઘુ કેમ છે?

ડેઈલી મેલના અહેવાલ મુજબ, પ્યૂલ પનીર વિશ્વનું સૌથી મોંઘું પનીર છે. આ પનીર ગધેડીના દૂધમાંથી બનાવવામાં આવે છે. જો કે, તે સામાન્ય ગધેડાના દૂધમાંથી નહીં પરંતુ સર્બિયામાં જોવા મળતા ગધેડાની ખાસ જાતિ 'બાલ્કન'ના દૂધમાંથી તૈયાર કરવામાં આવે છે. આ ખાસ પ્રકારનું પનીર દરેક દેશમાં ઉત્પન્ન થતું નથી. તમને જણાવી દઈએ કે 'પ્યૂલ પનીર' સર્બિયાના 'ઝાસાવિકા સ્પેશિયલ નેચર રિઝર્વ'માં તૈયાર કરવામાં આવે છે. તેને બનાવવા માટે, 60 ટકા બાલ્કન ગધેડીના દૂધ અને 40 ટકા બકરીના દૂધને મિશ્રિત કરવામાં આવે છે અને પછી તેને પ્રોસેસ કરવામાં આવે છે. માહિતી અનુસાર, 1 કિલોગ્રામ પનીર બનાવવા માટે, બાલ્કન ગધેડીનું 25 લિટર તાજું દૂધ જરૂરી છે.

ગધેડીના દૂધમાંથી તૈયાર કરવામાં આવતું પનીર વિશ્વની સૌથી મોંઘી ખાદ્ય ચીજવસ્તુઓમાંની એક છે. વાસ્તવમાં, ગધેડીનું દૂધ સરળતાથી સેટ થતું નથી અને તેના માટે નેચર રિઝર્વમાં એક ગુપ્ત પદ્ધતિ અપનાવવામાં આવે છે. આપને જણાવી દઈએ કે આપણા દેશ સહિત ઘણા દેશોમાં ભલે ગધેડાની સંખ્યા ઘટી ગઈ હોય, પરંતુ જો ગધેડીનું દૂધ વેચવામાં આવે તો તેની કિંમત 25-30 હજાર રૂપિયા પ્રતિ લિટર હશે. કારણ કે તેનો ઉપયોગ કોસ્મેટિક્સ બનાવવામાં પણ થાય છે. તેના પર એક કિસ્સો એવો પણ છે કે ઇજિપ્તની રાણી ક્લિયોપેટ્રા, જે તેની સુંદરતા માટે પ્રખ્યાત છે, તે દરરોજ ગધેડીના દૂધથી સ્નાન કરતી હતી. જેથી તેમની સુંદરતા જળવાઈ રહે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

DC vs LSG Live Score: તોફાની શરૂઆત બાદ લખનૌએ દિલ્હીને 210નો ટાર્ગેટ આપ્યો; છેલ્લી 5 ઓવરમાં માત્ર 39 રન જ બન્યા

બાબુઓ પહેલા નેતાઓને જલસા! કેન્દ્ર સરકારે ખોલી દીધી તિજોરી! પગાર અને પેન્શનમાં કર્યો જબરદસ્ત વધારો!

શેરબજારમાં તેજીનો તડાકો! 6 દિવસમાં સેન્સેક્સ 4154 પોઈન્ટ ઉછળ્યો, રોકાણકારોએ કરી 25 લાખ કરોડની કમાણી

Rajkot Fire:  રાજકોટમાં નમકીન ફેક્ટરીમાં લાગી ભીષણ આગ, 5 કિમી સુધી ધૂમાડાના ગોટેગોટા
Rajkot Fire: રાજકોટમાં નમકીન ફેક્ટરીમાં લાગી ભીષણ આગ, 5 કિમી સુધી ધૂમાડાના ગોટેગોટા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Vimal Chudasama allegation: જુનાગઢમાં બેફામ ખનીજ ચોરીનો કોંગ્રેસ ધારાસભ્ય વિમલ ચુડાસમાનો આરોપAhmedabad: અમદાવાદના નાગરિકોને સરકારની વધુ એક ભેટ , વિશાલા સર્કલથી સરખેજ ચોકડી સુધી બનશે ઓવરબ્રિજVisavadar By Poll News: ગઠબંધન મુદ્દે AAP નેતા ગોપાલ ઈટાલિયાએ 12 કલાકમાં જ સૂર બદલાવીને લીધો યુ-ટર્નGandhinagar news: મદદનીશ કેળવણી નિરીક્ષકોને હવે સીધી નહીં મળે બઢતી!

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
DC vs LSG Live Score: તોફાની શરૂઆત બાદ લખનૌએ દિલ્હીને 210નો ટાર્ગેટ આપ્યો; છેલ્લી 5 ઓવરમાં માત્ર 39 રન જ બન્યા
DC vs LSG Live Score: તોફાની શરૂઆત બાદ લખનૌએ દિલ્હીને 210નો ટાર્ગેટ આપ્યો; છેલ્લી 5 ઓવરમાં માત્ર 39 રન જ બન્યા
બાબુઓ પહેલા નેતાઓને જલસા! કેન્દ્ર સરકારે ખોલી દીધી તિજોરી! પગાર અને પેન્શનમાં કર્યો જબરદસ્ત વધારો!
બાબુઓ પહેલા નેતાઓને જલસા! કેન્દ્ર સરકારે ખોલી દીધી તિજોરી! પગાર અને પેન્શનમાં કર્યો જબરદસ્ત વધારો!
શેરબજારમાં તેજીનો તડાકો! 6 દિવસમાં સેન્સેક્સ 4154 પોઈન્ટ ઉછળ્યો, રોકાણકારોએ કરી 25 લાખ કરોડની કમાણી
શેરબજારમાં તેજીનો તડાકો! 6 દિવસમાં સેન્સેક્સ 4154 પોઈન્ટ ઉછળ્યો, રોકાણકારોએ કરી 25 લાખ કરોડની કમાણી
Rajkot Fire:  રાજકોટમાં નમકીન ફેક્ટરીમાં લાગી ભીષણ આગ, 5 કિમી સુધી ધૂમાડાના ગોટેગોટા
Rajkot Fire: રાજકોટમાં નમકીન ફેક્ટરીમાં લાગી ભીષણ આગ, 5 કિમી સુધી ધૂમાડાના ગોટેગોટા
Ahmedabad News :બુલેટ ટ્રેનની કામગીરી દરમિયાન ક્રેઇન તૂટી પડતાં આજની આ 23 ટ્રેન કેન્સલ, જુઓ યાદી

Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ફરી એક વખત થયો ઘટાડો, જાણો લેટેસ્ટ ભાવ 

SRH એ રાજસ્થાન રોયલ્સ તો CSK એ મુંબઈને હરાવ્યું, જાણો પોઈન્ટ ટેબલમાં શું થયો બદલાવ 

આગામી સપ્તાહથી આ મોબાઈલ નંબરો પર બંધ થઈ જશે UPI સર્વિસ, નહીં કરી શકો પેમેન્ટ, બચવા માટે કરો આ કામ

Embed widget