શિયાળમાં તુલસીના ફાયદા થઇ જાય છે બમણા, કફજન્ય સહિત આ રોગમાં છે રામબાણ ઇલાજ, આ રીતે કરો સેવન
જે ઘરના આંગણામાં તુલસી હોય છે, ત્યાં રોગજન્ય કે બેક્ટેરિયા નથી ટકતા, તુલસી ઔષધીય ગુણોથી ભરપૂર છે. કફજન્ય રોગોમાં અકસીર ઔષધ છે
Health Benefits Tulsi Plant:હિંદુ ધર્મમાં તુલસી પૂજનીય છે. એવું કહેવાય છે કે, જે ઘરના આંગણામાં તુલસી હોય છે, ત્યાં રોગજન્ય કે બેક્ટેરિયા નથી ટકતા, તુલસી ઔષધીય ગુણોથી ભરપૂર છે. તુલસી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. જો કે તુલસીના એક નહીં પરંતુ અનેક ફાયદા છે, પરંતુ શિયાળામાં તુલસીના ફાયદા બમણા થઈ જાય છે. ઠંડીનું વાતાવરણ શરદી, ફ્લૂ, તાવ જેવી તમામ પ્રકારની બીમારીઓ સાથે લાવે છે. આવી સ્થિતિમાં, તુલસી આ તમામ રોગો માટે એકમાત્ર રામબાણ છે. તો આજે શિયાળામાં તુલસીના નિયમિત સેવનના આ અદ્ભુત ફાયદાઓ વિશે જાણીએ...
શિયાળાની ઋતુમાં મોટાભાગના લોકો શરદી કે તાવથી પરેશાન રહે છે. આવી સ્થિતિમાં, જો આપ તુલસીના પાનનો ઉકાળો બનાવીને પીવો તો રાહત થાય છે. તુલસીનો ઉકાળો બનાવવા માટે અડધો લીટર પાણીમાં તુલસીના પાન, ખાંડ, દૂધ અને એલચી પાવડર મિક્સ કરીને ઉકાળીને પીવો. તુલસીના પાનનો ઉકાળો પીવાથી શરીરનું તાપમાન ઓછું થાય છે. વાસ્તવમાં તુલસીમાં એન્ટીબેક્ટેરિયલ ગુણ હોય છે જે શરીરને તમામ પ્રકારના વાયરલ ઈન્ફેક્શનથી બચાવે છે.
કફથી મળશે છુટકારો
વધુ કફ બનતા ઉધરસ થવાની સાથે શ્વાસ લેવામાં પણ તકલીફ થાય છે. કફ શ્વાસ નળી અને ફેફસામાં જમા થઇ જાય છે. અસ્થમા, શરદી, કફજન્ય તમામ રોગોમાં તુલસીનું સેવન અકસીર છે. જો ગળામાં ખરાશ હોય તો તુલસીના પાનને પાણીમાં લવિંગ અને નમક ઉમેરીને ઉકાળીને હૂંફાળુ થયા બાદ પીવાથી રાહત મળે છે.
સ્ટ્રેસ ઓછો કરે છે તુલસી
તુલસીમાં એવો ગુણ છે જે તમારા આખા દિવસનો થાક એક ક્ષણમાં દૂર કરી શકે છે. જો તમે તણાવમાંથી પસાર થઈ રહ્યા છો, તો દરરોજ રાત્રે દૂધમાં તુલસીના કેટલાક પાન ઉકાળો અને આ તુલસીયુક્ત દૂધ પીવો. આ દૂધ તમને તમારા નર્વસ સિસ્ટમને આરામ કરવામાં મદદ કરશે અને તણાવ ઓછો થશે.
ઇમ્યુનિટિ સ્ટ્રોન્ગ બનશે
કોરોના મહામારી જે રીતે ખતમ થવાનું નામ નથી લેતી અને નવા-નવા વેરિયન્ટના કેસ આવી રહ્યાં છે, આ સ્થિતિમાં ઇમ્યુનિટીને સ્ટ્રોન્ગ બનાવી જરૂરી છે. ઇમ્યુનિટીને બૂસ્ટ કરવામાં તુલસી આપની મદદ કરે છે. તુલસીમાં ભરપૂર માત્રામાં એન્ટી ઇમ્ફ્લેમેટરી અને એન્ટી બેક્ટેરિયલ પ્રોપર્ટીઝ હોય છે. જે આપના ઇમ્યુન સિસ્ટમને સ્ટ્રોન્ગ કરે છે.