શોધખોળ કરો
Upcoming Sedan Launch in India: ઓડી સહિતની આ કંપનીઓ ભારતમાં લોન્ચ કરશે શાનદાર સેડાન કાર, જાણો વિગત
Upcoming Sedan launch price: ભારતના કાર માર્કેટમાં એસયુવીનું વર્ચસ્વ હોવા છતાં સેડાન કાર પણ તેની મજબૂતાઈ સ્પર્ધા કરી રહી છે.
![Upcoming Sedan Launch in India: ઓડી સહિતની આ કંપનીઓ ભારતમાં લોન્ચ કરશે શાનદાર સેડાન કાર, જાણો વિગત upcoming sedan cars in india Launch date price and details of Upcoming Cars in Sedan Section in India Upcoming Sedan Launch in India: ઓડી સહિતની આ કંપનીઓ ભારતમાં લોન્ચ કરશે શાનદાર સેડાન કાર, જાણો વિગત](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/09/05215502/audi-a3-sedan.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ભારતના કાર માર્કેટમાં એસયુવીનું વર્ચસ્વ હોવા છતાં સેડાન કાર પણ તેની મજબૂતાઈ સ્પર્ધા કરી રહી છે. હોન્ડા, મારુતિ, ઓડી, બીએમડબલ્યુ, સ્કોડા અને મહિન્દ્રા સહિતની કંપનીઓ તેમની શાનદાર સેડાન કાર લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. 2020માં લોન્ચ થવાની શક્યતા છે તેવી સેડાન કારની અહીં માહિતી આપવામાં આવી છે.
ઓડી એથ્રી
તે ઓડી બ્રાન્ડન સૌથી નાની સેડાન છે અને ભારતના બજારમાં એન્ટ્રી લેવલનું મોડલ છે. ઓડીએ તાજેતરમાં જાહેરાત કરી હતી તેની પાસે બીએસફોનની ઇન્વેન્ટરી પૂરી થવાન તૈયારીમાં છે. તેથી તે આ વર્ષના અંત ભાગમાં ઓલ ન્યૂ જનરેશન મોડલ લોન્ચ કરવા તૈયાર છે. આ કારની કિંમત આશરે 30થી 44 લાખ રૂપિયા રહેવાનો અંદાજ છે.
હોન્ડા સિટી
મારુતિની સીયાઝ, હ્યુન્ડાઇની વર્ના, ટોયોટાની યારિસ, ફોક્સવેનની વેન્ટો અને સ્કોડાની રેપિડની સ્પર્ધાનો સામનો કરવા માટે એઇટ જનરેશન હોન્ડા સિટી ટૂંકસમયમાં ભારતના બજારમાં લોન્ચ કરવામાં આવશે. આ મોડલ પ્રૂદષમના BS6નું નિયમોનું પાલન કરશે. તેમાં સંપૂર્ણ નવી ડિઝાઇન અને ફિચર્સ હશે. કારનો ભાવ 10.5થી 15.5 લાખ રૂપિયાની વચ્ચે રહેવાનો અંદાજ છે.
નિસાન લીફ
Nissan પોતાનું Leaf મોડલ લોન્ચ કરવા માટે તૈયારીઓ કરી રહી છે. આ કાર માત્ર ભારતને ધ્યાનમાં રાખીને તૈયાર કરાઈ રહી છે અને આ વર્ષના અંત સુધીમાં તેને ભારતીય માર્કેટમાં લોન્ચ કરવામાં આવશે. એક રિપોર્ટ પ્રમાણે નિસાન પોતાની લોકપ્રિય સેલિંગ કાર લીફને ભારતીય માર્કેટમાં સેલ કરવા માટે સરકારી તેમ જ ખાનગી કંપનીઓનો સંપર્ક સાધી રહી છે. ભારત સરકાર ઇલેક્ટ્રિક કાર બનાવવાની કંપનીઓને આકર્ષવા માટે પ્રયત્નશીલ છે. જેમ કે ટેસ્લા કંપનીને ભારત સરકાર તરફથી જમીનની ઓફર કરવામાં આવી છે. જોકે હજી ટેસ્લા ભારતમાં પ્રયાણની રાહ જોવાઈ રહી છે ત્યારે નિસાન કંપનીને ભારત સરકાર તરફથી મદદની ઘણી આશા છે.
રેનો ડસ્ટર ટર્બો
રેનો ડસ્ટર ટર્બોમાં 1.3 લિટર ટર્બોચાર્જ એન્જિન છે. એન્જિનમાં 156 પીએસ અને 250 એનએમ ટોર્કની ધારણા છે. તેમાં સિક્સ સ્પીડ મેન્યુઅલ અને સીવીટી હશે. તે નજીવા ફેરફાર સાથે ડસ્ટર ટર્બો જેવી છે.
![Upcoming Sedan Launch in India: ઓડી સહિતની આ કંપનીઓ ભારતમાં લોન્ચ કરશે શાનદાર સેડાન કાર, જાણો વિગત](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/09/05215640/nissan-leadf.jpg)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
આઈપીએલ
ધર્મ-જ્યોતિષ
બિઝનેસ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)