(Source: ECI/ABP News/ABP Majha)
Valentines Day 2024:રિલેશનશિપ બાદ આવતા વેલેન્ટાઇન ડેને કેવી રીતે મનાવશો, દરેક પળને આ રીતે બનાવો યાદગાર
વેલેન્ટાઇન ડે એ લોકો માટે પણ ખાસ હોય છે. જેઓ પહેલાથી રિલેશનશિપમાં હોય છે, આ દિવસને યાદગાર બનાવવા માટે આ રીતે પ્લાન કરો.
રિલેશનશિપ બાદ આવતો પહેલો વેલેન્ટાઈન ડે ખૂબ જ ખાસ હોય છે. આ તે સમય છે જ્યારે તમે તમારી લાગણીને એક અલગ જ આત્મિય ભાવે વ્યક્ત કરો છો.
રિલશનશિપ બાદ આવતો પ્રથમ વેલેન્ટાઇન ડે એ એક દરેક માટે ખાસ હોય છે. જ્યારે તમે તમારા પ્રેમની ગહરાઇને ઊંડાણથી અનુભવો છો. આ દિવસ ફક્ત તમારા માટે જ નહીં પરંતુ તમારા જીવનસાથી માટે પણ ખૂબ જ ખાસ છે, કારણ કે આ દિવસે તમે બંને એકબીજા પ્રત્યે તમારો પ્રેમ અને સમર્પણ વ્યક્ત કરી શકો છો. પ્રેમ અને રોમાંસનો જશ્ન મનાવવાનો આ શ્રેષ્ઠ અવસર છે. જો તમે પહેલીવાર તમારા પાર્ટનર સાથે વેલેન્ટાઈન ડે સેલિબ્રેટ કરી રહ્યા છો તો તેને વધુ યાદગાર બનાવવા માટે તમે ઘણી રીતો અપનાવી શકો છો.આવો જાણીએ કે તમે તમારા પહેલા વેલેન્ટાઈન ડેને કેટલો ખાસ બનાવી શકો છો.
પર્સનલાઇઝ્ડ ગિફ્ટ
તમારા લવ માટે માટે કંઇક સ્પેશિયલ અર્થપૂર્ણ ભેટ પસંદ કરો. હસ્તલિખિત પ્રેમ પત્ર ખૂબ ખાસ ભેટ કહી શકાય. જેના દ્રારા તમે તમારી લાગણીઓ વ્યક્ત કરી શકો છો. તમારા બંનેના કેટલાક યાદગાર ફોટાની સાથે તમે એક સુંદર આલ્બમ બનાવી શકો છો.
સરપ્રાઇઝ ડેટ
વેલેન્ટાઈન ડે પર તમારા પાર્ટનર સાથે ક્યાંક ફરવા માટે એવી જગ્યા પસંદ કરો જ્યાં તમે બંને પહેલા ક્યારેય ન ગયા હોવ. તમે શહેરની બહાર ક્યાંક શાંત કાફેમાં જઈ શકો છો. ત્યાં બેસીને તમે બંને એકબીજા સાથે ક્વોલિટી ટાઈમ વિતાવી શકો છો. કોઇ નેચર પોઇન્ટ પણ એક્સપ્લોર કરી શકો છો. રોમેન્ટિક ક્રુઝ ડિનર પર જઈને ડેટનો આનંદ માણો. ક્રુઝ પર સંગીત સાથે કેન્ડલ ડિનર ખૂબ જ રોમેન્ટિક હશે.
યાદો બનાવો
આ દિવસને વધુ વિશેષ બનાવવા માટે, કંઈક નવું અને રોમાંચથી સભર ટ્રાય કરી શકો છો. બેડમિન્ટન, સ્કેટિંગ અથવા બોલિંગ જેવી રમતો પણ રમી શકો છો. એકબીજાને સાથે કંઈક નવું શીખવાની મજા આવશે. બંજી જમ્પિંગ, પેરાગ્લાઈડિંગ અથવા હાઈકિંગ જેવી કેટલીક એડવેન્ચર એક્ટિવિટી પણ એન્જોય કરી શકો છો.
કેન્ડર લાઇટ ડિનર
સાંજને યાદગાર બનાવવા માટે કેન્ડલ લાઇટ ડિનર ગોઠવો. આ સિવાય તમે પાર્ટનરની પસંદગીની ડિશ તૈયાર કરીને ઘર પર પણ ઇન્વાઇટ કરી શકો છો. ઘર પર કેન્ડલ સજાવી અને મ્યુઝિકની સાથે ડિનર અરેન્જ કરી શકો છો.
એકબીજાને સમય આપો
સૌથી મહત્વની વાત એ છે કે આ દિવસ ફક્ત એકબીજા સાથે જ વિતાવો. તમારા મોબાઈલ ફોન અને અન્ય ગેજેટ્સને દૂર રાખો અને એકબીજાની કંપનીનો આનંદ માણો. આ રીતે, તમારો પહેલો વેલેન્ટાઈન ડે ન માત્ર યાદગાર બની જશે પરંતુ તમારા સંબંધોમાં એક નવી તાજગી અને ઉલ્લાસ અનુભવાશે. આ રીતે આ દિવસ તમારા પ્રેમનું પ્રતિક બનશે અને તમારી વચ્ચેના સંબંધો પણ વધુ ગાઢ બનશે.