શોધખોળ કરો
How To Make Perfect Raita: રાયતું બનાવવાની સાચી રીત બહુ ઓછા લોકોને ખબર...જાણો ટ્રિક્સ અને ટિપ્સ
How To Make Perfect Raita: ઘણી વખત રાયતા ખાવાની મજા નથી આવતી કારણ કે આપણે તેને યોગ્ય રીતે બનાવી શકતા નથી. ચાલો જાણીએ યોગ્ય રાયતા બનાવવાની ટ્રિક્સ અને ટિપ્સ.
How To Make Perfect Raita: રાયતું એક એવી વસ્તુ છે જે ચોક્કસપણે ભારતીય થાળીમાં સર્વ કરવામાં આવે છે. તે એટલું સ્વાદિષ્ટ છે કે તે આખા ભોજનનો આનંદ બમણો કરી દે છે.આ જ કારણ છે કે દરેક ભારતીય ઘરમાં તમે વિવિધ પ્રકારના રાયતાનો સ્વાદ ચાખી શકો છો. જેમાં બટેટા રાયતું, બૂંદી રાયતું, કાકડી રાયતું, ફ્રુટ રાયતું, દહીંના સાદા રાયતાનો સમાવેશ થાય છે.આ બનાવવું ખૂબ જ સરળ છે, તમે તેને ખાવાના 5 મિનિટ પહેલા પણ તૈયાર કરી શકો છો, પરંતુ ઘણી વખત રાયતા ખાવાની મજા નથી આવતી. કારણ કે આપણે તેને બનાવવાં ઘણીવાર ચૂક કરીએ છીએ. તો ચાલો જાણીએ યોગ્ય રાયતા બનાવવાની યુક્તિઓ અને ટિપ્સ.
બુંદી રાયતું બનાવવા માટેની સામગ્રી
- 2 કપ દહીં
- 1 કપ બૂંદી
- 1/4 ચમચી શેકેલું જીરું પાવડર
- 1/4 ચમચી કાળું મીઠું
- 1/4 ચમચી લાલ મરચું પાવડર
ચાટ મસાલો સ્વાદ મુજબ
- સ્વાદ પ્રમાણે મીઠું
બૂંદી રાયતું બનાવવાની રીત
- બૂંદીનું રાયતું બનાવવા માટે સૌપ્રથમ એક કડાઈમાં ધીમી આંચ પર પાણીને ગરમ કરો. ત્યારબાદ ગેસ બંધ કરો અને તેમાં બુંદી નાંખો અને તેને 2 મિનિટ સુધી પલાળી રાખો. હવે એક વાસણમાં દહીં નાખીને બરાબર હલાવી લો. ત્યાર પછી બૂંદીને પાણીમાંથી કાઢી લો અને તેને ફેટેલા દહીંમાં મિક્સ કરો. તેમાં મીઠું અને કાળું મીઠું નાખીને બરાબર મિક્સ કરો. હવે ઉપર લાલ મરચું પાવડર, જીરું પાવડર અને ચાટ મસાલો નાખો. ત્યારબાદ તેને કોથમીરથી ગાર્નિશ કરો.તો તૈયાર છે બૂંદી રાયતું. તેને થોડી વાર ફ્રીજમાં રાખો અને ઠંડુ કરો. રોટલી ભાત અથવા બિરયાની સાથે તેની મજા માણો.
રાયતા બનાવવાની ખાસ ટિપ્સ
- જ્યારે પણ તમે રાયતા માટે દહીંનો ઉપયોગ કરો છો ત્યારે હંમેશા એક વાતનું ધ્યાન રાખો કે દહીં જેટલું ફેટેલું હશે તેટલું સારું રહેશે. આ માટે એક બાઉલમાં દહીં નાખ્યા પછી તેને બ્લેન્ડર વડે થોડી વાર બ્લેન્ડ કરતા રહો.
- જ્યારે દહીં બરાબર મિક્સ થઈ જાય, ત્યારે તેને 10 મિનિટ માટે બાજુ પર રાખો, જેથી દહીં સેટ થઈ જાય.
- જો તમે કાકડી અને ડુંગળી અથવા બટાકા સાથે રાયતું બનાવી રહ્યા છો, તો તેમાં ક્યારેય વધારાનું પાણી ન નાખો. કારણ કે કાકડી કે બટેટા નાખ્યા પછી દહીં આપોઆપ પાતળું થઈ જશે.
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
ધર્મ-જ્યોતિષ
દેશ
Advertisement