વિદ્યા બાલને આ પ્રકારનો ડાયટ પ્લાન ફોલો કરી એક્સરસાઇઝ વિના ધટાડ્યું વજન, શેર કર્યું સિક્રેટ
આજકાલ વિદ્યા બાલન તેમની વેઇટ લોસ સફળ જર્નિના કારણે ખૂબ જ ચર્ચામાં છે. તેમણે એન્ટી ઇંફ્લામેટરી ડાયટ ફોલો કરીને તેમનું વજન ઘટાડ્યું
બોલીવૂડ સ્ટાર વિદ્યા બાલન હંમેશા વેઇટ લોસ માટેના સંઘર્ષને લઇને વાત કરતી હતી. તેમણે તેમના અનેક ઇન્ટરવ્યુમાં બોડી શેમિગથી લઇને વેઇટ લોસના પડકાર વિશે ખુલ્લીને વાત કરી છે. તેમનું કહેવું હતું કે, લાખ કોશિશ છતાં વજન ન હતી ઉતારી શકી. જો કે હવે હવે તેમણે માત્ર મહિનામાં જ વજન ઉતારીને બધાને ચોંકાવી દીધા છે
વિદ્યા બાલને કહ્યું કે, મારૂં વજન ફેટના કારણે ન હતું પરંતુ શરીરના સોજાના કારણે વજન વધી ગયુ હતું. મેં સોજાને ઘટાડીને વજન ઘટાડ્યું છે. મોટાભાગ વજન ફેટ નહિ પરંતુ સોજાને કારણે પણ હોય છે. વિદ્યા બાલને કહ્યું કે, વજન ઘટાડવા માટે મેં એવા ડાયટ પ્લાનને ફોલો કર્યું જે. શરીરમાં સોજા નથી લાવતો. આ માટે ટેસ્ટ દ્વારા એવા ફૂડ વિશે જાણવું જરૂરી છે. જેનાથી શરીરમાં સોજો આવે છે.
ઈન્ટરવ્યુમાં વિદ્યા બાલને જણાવ્યું કે, કેવી રીતે તે ચેન્નાઈમાં અમુરા હેલ્થ નામના ન્યુટ્રિશન ગ્રુપને મળી, ત્યાર બાદ તેને સમજાયું કે તેની સ્થૂળતાનું કારણ માત્ર ચરબી જ નહીં પરંતુ તેના શરીરનો સોજો પણ છે. તેણે કહ્યું, 'તે માત્ર સોજો છે; આ ચરબી નથી.'' તેણે કહ્યું કે કેટલીકવાર હાર્ડ એક્સરસાઇઝ અને હેલ્ધી ડાયટ પ્લાન બાદ પણ લોકો વજન ઉતારી શકતા નથી ત્યારે તેના માટે ફેટ નહિ પણ શરીરનો સોજો જવાબદાર હોય છે.
સોજો શું છે ?
વિદ્યા બાલનની વેઇટ લોસની જર્નિને સમજતા પહેલા જાણીએ કે, વજન વધારવામાં સોજાની ભૂમિકા કેટલી છે. ડોક્ટર અનુસાર બે પ્રકારના સોજા શરીરમાં આવે છે. એક તો કોઇ ઇજા થવાથી શરીર સોજી જાય છે તો બીજું ક્રોનિક સોજો હોય છે. જે અંદરનો સોજો છે. જે કેટલાક ફૂડના રિએકશનનું પરિણામ છે.ન માત્ર ફૂડ આ ક્રોનિક સોજોના અનેક કારણો છે. સ્ટ્રેસ, સ્મોકિંગ, ખરાબ ડાયટ ક્રોનિક સોજાનું કારણ છે. આ સોજો વજન વધવાનું કારણ બને છે. તો હવે સમજીએ કે એવી કઇ ફૂડ આઇટમ છે જે સોજો વધારે છે.
સોજો વધારતા ફૂડ ક્યાં છે
જો વેઇટ લોસ કરવા ઇચ્છો છો તો પહેલા ડાયટમાંથી આ ઇંફ્લામેટરી ફૂડને ડિલિટ કરી દો. વજન આપોઆપ ઓછું થઇ જશે. જાણી ક્યાં છે ઇંફ્લામેટરી ફૂડ
ડેરી પ્રોડક્ટસ
જંકફૂડ
- પ્રોસેસ્ડ ફૂડ
- એવા ફૂડ જેમાં સોલ્ડ સુગરની માત્રા વધુ છે
- ડીપ ફ્રાઇડ ફૂડ, મેંદાની આઇટમ
- પ્રોસેસ્ડ કાર્બ્સ જેમકે બ્રેડ, પાસ્તા બેક્ડ ફૂડ
- કેન્ડી, આઇસક્રિમ, કુકીઝ. કેક,પેકેટ ફૂડ બિસ્કિટ
ઉપરોક્ત ફૂડને અવોઇડ કરીને આપ શરીરમાં ફૂડથી ઉત્પન થતાં સોજોને ઘટાડીને વજન પણ ઘટાડી શકો છો. કેટલાક ફૂડ એવા હોય છે. જે હેલ્ધી હોવા છતાં આપની બોડીમાં એલર્જીના ભાગરૂપે સોજો ઉત્પન કરે છે. જો કે ચોક્કસ ક્યાં ફૂડથી સોજો આવે છે તે દર બોડીએ અલગ અલગ હોય છે. જેથી કેટલાક બ્લડ ટેસ્ટથી જાણી શકાય છે.