(Source: ECI/ABP News/ABP Majha)
White Hair Problem: સફેદ વાળની સમસ્યામાં કારગર છે આ ફળોના પાન,નેચરલી ખૂબસૂરત થઇ જશે હેર
Hair Care Tips : સફેદ વાળની સમસ્યાથી તમે પણ પરેશાન છો. તો જલ્દી જ તમને આ સમસ્યાથી છુટકારો મેળવી શકો છો. બસ આ સમસ્યામાં કરવું પડશે આ એક કામ
Hair Care Tips : સફેદ વાળની સમસ્યાથી તમે પણ પરેશાન છો. તો જલ્દી જ તમને આ સમસ્યાથી છુટકારો મેળવી શકો છો. બસ આ સમસ્યામાં કરવું પડશે આ એક કામ
કાળા-લાંબા અને જાડા વાળ કોને ન ગમે? પરંતુ આજકાલની જીવનશૈલી એવી બની રહી છે કે નાની વયે પણ વાળ સફેદ થવાની સમસ્યા વધી છે. 25 વર્ષનો યુવક હોય કે 40 વર્ષનો વ્યક્તિ, બધા આ સમસ્યાથી પરેશાન છે. ઘણી વખત એવું પણ જોવા મળે છે કે નાની ઉંમરમાં પણ વાળ સફેદ થવા લાગે છે. ઘણા લોકો તેનાથી બચવા માટે એક પછી એક સફેદ વાળ કાપે છે. કેટલાક કેમિકલયુક્ત વાળના રંગોનો પણ ઉપયોગ કરે છે. જે વાળને નુકસાન પહોંચાડે છે. જો તમે સફેદ વાળની સમસ્યાથી પરેશાન છો, તો આ ફળોના પાંદડા વાળની આ સમસ્યાથી છુટકારો મેળવી શકે છે.
સફેદ વાળથી કુદરતી રીતે છુટકારો મેળવો
ઘણા નિષ્ણાતો ભલામણ કરે છે કે વાળમાં કેમિકલયુક્ત રંગો અથવા કોઈપણ એસેસરીઝનો ઉપયોગ ન કરવો જોઈએ. તમે કુદરતી રીતે પણ તેને કાળા કરી શકો છો. તમારે ફક્ત કેટલાક ઉપાયો કરવા પડશે. તેનાથી વાળને નુકસાન થતું નથી અને તે સુંદર પણ બને છે. આમલીના પાનનો ઉપયોગ કુદરતી રીતે વાળને કાળા કરી શકે છે.
આમલીના પાનમાંથી સફેદ વાળ કાળા બનાવો
આમલીના પાન વાળને કુદરતી રીતે મજબૂત બનાવે છે. તમારામાંથી ઘણા લોકો આમલીના શોખીન હશે પરંતુ તેના પાંદડાના ફાયદાઓ ભાગ્યે જ જાણતા હશે. જો તમે પણ સફેદ વાળની સમસ્યાથી પરેશાન છો, તો તમે આમલીના પાનનો ઉપયોગ કરી શકો છો. આ પાંદડામાં એન્ટિ-બેક્ટેરિયલ અને એન્ટિ-ડેન્ડ્રફ ગુણો જોવા મળે છે. જે વાળને કાળા કરવા ઉપરાંત માથાના હેરને ક્લિન કરવામાં પણ કારગર છે.
આ રીતે ઉપયોગ કરો
તમે આમલીના પાનને મિક્સર ગ્રાઇન્ડરમાં સારી રીતે પીસી લો. ત્યાર બાદ તેમાં દહીં ઉમેરો. હવે આ પેસ્ટથી વાળમાં હળવા હાથથી મસાજ કરો અને તેને સૂકવવા માટે છોડી દો. હવે વાળને પાણીથી સારી રીતે ધોઈ લો. થોડા અઠવાડિયા સુધી આમ કરવાથી તમારા સફેદ વાળ કાળા થઈ જશે અને સમસ્યાથી છુટકારો મળશે.
આ પણ વાંચો
Rajkot Lokmelo: લોકમેળામાં ચાલુ રાઇડમાંથી યુવકને આ હરકત પડી ભારે, નીચે પટકાતા ગંભીર રીતે ઘવાયો
Janmashtami 2022 : વડોદરામાં મટકીફોડ કાર્યક્રમમાં દુર્ઘટના, બે ગોવિંદા નીચે પટકાતા ઈજાગ્રસ્ત થયા
BOTAD : ગઢડા BAPS સ્વામિનારાયણ મંદિરમાં સેવા-પૂજા કરનાર પુરુષનો મૃતદેહ શંકાસ્પદ હાલતમાં મળી આવ્યો
AHMEDABAD : સુભાષબ્રિજ પાસે હિટ એન્ડ રનની ઘટના, ઓડી કારે 25 વર્ષીય યુવાનને અડફેટે લેતા ઘટનાસ્થળે મોત