Women health :પ્રેગ્નન્સી બાદ ખરતા વાળથી પરેશાન છો? તો આ ફૂડને ડાયટમાં અચૂક કરો સામેલ
ગર્ભાવસ્થા દરમિયાન મહિલાના વાળનો સારો વિકાસ થાય છે વાળ વાળ જાડા અને લાંબા થઈ જાય છે, પરંતુ ડિલિવરી પછી મહિલાઓને વાળ ખરવાની સમસ્યા થવા લાગે છે.
Women health:ગર્ભાવસ્થા દરમિયાન મહિલાના વાળનો સારો વિકાસ થાય છે વાળ વાળ જાડા અને લાંબા થઈ જાય છે, પરંતુ ડિલિવરી પછી મહિલાઓને વાળ ખરવાની સમસ્યા થવા લાગે છે. આ સમયે કેટલીક મહિલાઓના વાળ ખૂબ જ વધુ ખરે છે અને ટાલ થઇ જવાનો ડર લાગે છે. જો કે, તમે એ પણ જાણતા હશો કે, આવી સમસ્યાઓને હેલ્ધી ડાયટ દ્વારા ઘણી હદ સુધી નિયંત્રિત કરી શકાય છે.
પ્રેગ્નન્સી એક સુંદર સફર છે, પરંતુ આ સફરમાં ઘણા બદલાવ જોવા મળે છે. માત્ર ગર્ભાવસ્થા દરમિયાન જ નહીં પરંતુ ડિલિવરી પછી પણ કેટલીક સમસ્યાઓ રહે છે, જેમાંથી એક છે વાળ ખરવા. અમેરિકન પ્રેગ્નન્સી એસોસિએશનના આંકડા અનુસાર, 40 થી 50 ટકા સ્ત્રીઓ ડિલિવરી પછી વાળ ખરવાની સમસ્યાથી પરેશાન જોવા મળે છે.
ડિલિવરી પછી વાળ ખરવા સામાન્ય બાબત છે. ગર્ભાવસ્થા દરમિયાન એસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોનના વધારાને કારણે વાળ અને નખનો વિકાસ પણ વધે છે. જ્યારે ગર્ભાવસ્થા પછી આ હોર્મોન્સ ઘટી જાય છે, ત્યારે વાળનો વિકાસ 77% સુધી ધીમો પડી જાય છે અને વાળ ખરવા લાગે છે.
સ્તનપાન પણ વાળ ખરવાનું કારણ માનવામાં આવે છે, જો કે આ સિદ્ધાંતને સમર્થન આપવા માટે કોઈ સંશોધન નથી થયા. ઓસ્ટ્રેલિયન બ્રેસ્ટ ફીડીંગ એસોસીએશન અને કેનેડીયન બ્રેસ્ટફીડીંગ ફાઉન્ડેશનનું કહેવું છે કે. સ્તનપાન કરાવવાથી હેર લોસ નથી થતો.
આપ આપના આહારમાં કેટલીક ખાસ વસ્તુઓનો સમાવેશ કરીને પણ ખરતા વાળને અટકાવી શકો છો. અહીં અમે તમને એવા કેટલાક ફૂડ્સ વિશે જણાવી રહ્યા છીએ જે વાળ ખરતા ઘટાડશે છે
વાળના વિકાસ માટે બાયોટિન ખૂબ જ જરૂરી છે. તેની ઉણપથી વાળ ખરવા લાગે છે. તમે યકૃત, ઇંડા જરદી, સૂકા ફળો અને બીજ, સૅલ્મોન, દૂધ, દહીં, એવોકાડો અને શક્કરીયામાંથી બાયોટિન મેળવી શકો છો.
વિટામીન A એ આંખોની રોશની, દાંત, હાડપિંજરના પેશીઓ અને ત્વચાના વિકાસ માટે આવશ્યક પોષક તત્વ છે. તે ત્વચાને સીબુમ ઉત્પન્ન કરવામાં મદદ કરે છે જે માથા પર તંદુરસ્ત વાળ ઉગાડવા માટે માથાની ચામડીને મોઇશ્ચરાઇઝ કરવામાં મદદ કરે છે. વિટામિન A ગાજર, શક્કરીયા, કોળું, પાલક, કાળી, દૂધ, દહીં અને ઈંડામાંથી મળે છે.
Disclaimer: આ આર્ટિકલમાં દર્શાવવામાં આવેલી પદ્ધતિ,ઉપચાર,ડાયટ, દવા,ઉપાયની પુષ્ટી abp અસ્મિતા નથી કરતું, આ પદ્ધતિ, રીત, વિધિ, ઉપાય, ડાયટને અનુસરતા પહેલા જેતે વિષયના નિષ્ણાતની સલાહ અવશ્ય લો