Plastic Baby :સાવધાન, ગર્ભાવસ્થા દરમિયાન આ ભૂલ કરી તો પ્લાસ્ટિક બેબીનો થશે જન્મ
Plastic Baby : ગર્ભાવસ્થા દરમિયાન પ્લાસ્ટિકનો ઉપયોગ બાળકના વિકાસને નુકસાન પહોંચાડી શકે છે. જાણો 'પ્લાસ્ટિક બેબી' શું છે અને તેનાથી દૂર રહેવું કેમ મહત્વપૂર્ણ છે.

Plastic Baby: માતા બનવાનો આનંદ ફક્ત એક સ્ત્રી જ જાણી શકે છે અનુભવી શકે છે. આ માટે એક મહિલા અલ્ટ્રાસાઉન્ડ કરાવવા માંગે છે અને અને બાળકના ધબકારા સાંભળવા માંગતી હોય છે પરંતુ આ આનંદની સાથે, તે તેના અને તેના બાળકના સ્વાસ્થ્યને અસર કરી શકે તેવી દરેક બાબતનું પણ ધ્યાન રાખે છે. જો કે શું આપ જાણો છો આ બધા સાથે એક મુદ્દા પર વિશેષ ઘ્યાન આપવાની જરૂર છે. જી હાં, આ વિશે ડૉક્ટર સલાહ આપે છે કે, પ્લાસ્ટિકનો ઉપયોગ બાળકના વિકાસ પર ખરાબ અસર કરી શકે છે. તેથી, આ સમયે તમારે પ્લાસ્ટિકની બનેલી વસ્તુઓથી દૂર રહેવું જોઇએ નહિ તો તમે પ્લાસ્ટિક બાળક પેદા કરી શકો છો.
'પ્લાસ્ટિક બેબી' શું છે?
'પ્લાસ્ટિક બેબી' એ રોબોટ નથી, પરંતુ એક નવજાત શિશુ જ છે જેનો વિકાસ ગર્ભાશયમાં પ્લાસ્ટિક ઉત્પાદનોમાંથી નીકળતા રસાયણોના સંપર્કમાં આવવાથી પ્રભાવિત થાય છે.
પ્લાસ્ટિકની બોટલો કે કન્ટેનરમાં પાણી અને ખોરાકનો સંગ્રહ કરવો
ગરમ ખોરાક કે પાણી પ્લાસ્ટિકમાં રાખવાથી તેમાં રહેલા હાનિકારક રસાયણો ખોરાકમાં ઓગળી શકે છે, જે અજાત બાળકના હોર્મોનલ સંતુલનને ખલેલ પહોંચાડી શકે છે.
માઈક્રોવેવમાં પ્લાસ્ટિકના કન્ટેનરનો ઉપયોગ
સગર્ભા સ્ત્રીઓ ઘણીવાર વિચાર્યા વિના માઇક્રોવેવમાં ખોરાક ગરમ કરે છે. આ પ્લાસ્ટિક ગરમ થવા પર ઝેરી રસાયણો છોડી શકે છે.
પેક્ડ અને પ્રોસેસ્ડ ખોરાકનો ઉપયોગ
પ્લાસ્ટિક પેકિંગમાં આવતા ખોરાક. આ બાળકના માનસિક અને શારીરિક વિકાસને અસર કરી શકે છે.
કોસ્મેટિક્સ અને બ્યુટી પ્રોડક્ટસનો ઉપયોગ
ગર્ભાવસ્થા દરમિયાન વપરાતા કેટલાક સૌંદર્ય ઉત્પાદનોમાં માઇક્રોપ્લાસ્ટિક્સ અને હોર્મોન વિક્ષેપકારક એજન્ટો પણ જોવા મળે છે.
રોજિંદા પ્લાસ્ટિક ઉત્પાદનોનો ઉપયોગ
રોજિંદા ઉપયોગમાં લેવાતા પ્લાસ્ટિકના બાઉલ, પ્લેટ, દૂધની બોટલો વગેરે ટાળવા મહત્વપૂર્ણ છે.
પ્લાસ્ટિકની અસરથી શું નુકસાન થઈ શકે છે?
બાળકના ન્યુરોલોજીકલ વિકાસ પર અસર થઈ શકે છે.
હોર્મોન અસંતુલન અને થાઇરોઇડ સમસ્યાઓ
ભવિષ્યમાં સ્થૂળતા અને ડાયાબિટીસ જેવા રોગોનું જોખમ
છોકરીઓમાં અકાળ માસિક સ્રાવ અથવા છોકરાઓમાં ટેસ્ટોસ્ટેરોન ઓછું થવું.
આને કેવી રીતે અટકાવવું?
સ્ટીલ, કાચ કે માટીના વાસણોનો ઉપયોગ કરો
પેક્ડ ખોરાક ટાળો
ઓર્ગેનિક બ્યુટી પ્રોડકટનો ઉપયોગ કરો
ઘરમાં બનાવેલો તાજો ખોરાક લેવાનો જ આગ્રહ રાખો
માતા બનવું એ એક સુંદર અનુભવ છે, પરંતુ તે એક જવાબદારી પણ છે. ગર્ભાવસ્થા દરમિયાન લેવામાં આવતી નાની સાવચેતીઓ બાળકનું આખું જીવન નક્કી કરી શકે છે. 'પ્લાસ્ટિક બેબી' નામના ભયાનક શબ્દને વાસ્તવિકતા બનતા અટકાવવાનું તમારા હાથમાં છે.





















