Women Health: શું પીરિયડ પહેલા આપને પણ થાય છે આ સમસ્યા, 5 ઉપાય છે કારગર
કેટલીક મહિલાઓેને પીરિયડ સમયે અથવા તો પહેલા કે પછી માસિક બાદ કેટલીક સમસ્યાનો સામનો કરવો પડે છે. શારિરીકની સાથે કેટલીક માનસિક સમસ્યા પણ આ સમયે સતાવે છે.
How To Deal With PMS: જો તમને પણ પીરિયડ્સ આવતા પહેલા મૂડ સ્વિંગ અથવા ભાવનાત્મક બદલાવ આવે છે, તો આ ઉપાયોની મદદથી તમને ફાયદો થઈ શકે છે.
પીરિયડ્સ એક કુદરતી પ્રક્રિયા છે. જેમાંથી દરેક મહિલાએ પસાર થવું જ પડે છે. જો આ દિવસો થોડો મુશ્કેલીભર્યા પણ હોય છે. આ દરમિયાન મહિલાઓને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. પીરિયડ્સ આવતા પહેલા મહિલાઓમાં ઘણા ચિહ્નો જોવા મળે છે.
કેટલીક યુવતીઓને શારિરીક સમસ્યાઓ સાથે મૂડ સ્વિંગની સમસ્યાઓ પણ થાય છે. કેટલીક સ્ત્રીઓમાં ભાવનાત્મક અને શારીરિક ફેરફારો જોવા મળે છે. આ સમસ્યાને મેડિકલ ભાષામાં પ્રીમેન્સ્ટ્રુઅલ સિન્ડ્રોમ કહેવાય છે. જો તમને પણ પીરિયડ્સ આવતા પહેલા મૂડ સ્વિંગ અથવા ભાવનાત્મક ફેરફારો થાય છે, તો આ ઉપાયોની મદદથી રાહત મળી શકે છે.
PMS શું છે?
PMS એટલે પ્રીમેન્સ્ટ્રુઅલ સિન્ડ્રોમ. ઘણી સ્ત્રીઓ એવી છે કે, જેઓ પીરિયડ્સ શરૂ થાય તે પહેલા કેટલાક લક્ષણો અનુભવે છે. ચીડિયાપણું, સ્તનમાં દુખાવો, સોજો જેવી સમસ્યાઓ છે. તે દિનચર્યા પર પણ ખરાબ રીતે અસર કરે છે. કેટલીક સ્ત્રીઓને કામ કરવાનું મન થતું નથી. આ લક્ષણો સામાન્ય રીતે પીરિયડ્સના થોડા દિવસો પહેલા શરૂ થાય છે અને પીરિયડ્સ શરૂ થયા પછી ઠીક થઈ જાય છે.
PMS લક્ષણોને હળવા કરવા શું કરવું
- પીરિયડ પહેલા મૂડ સ્વિંગ થવાનું કારણ શરીરમાં હોર્મોનલ બદલાવ છે. તેને નિયંત્રિત કરવા માટે, તમારે તમારા આહારમાં ફેરફાર કરવો જોઈએ. આવા સમયે તમારે ખોરાકમાં ફોલિક એસિડ, વિટામિન બી અને આયર્નથી ભરપૂર વસ્તુઓ સામેલ કરવી જોઈએ. થાક દૂર કરવા માટે તમારે ફળોનું સેવન વધારવું જોઈએ.લીલા પાંદડાવાળા શાકભાજી, કઠોળ અને ફાઈબરયુક્ત આહાર લેવો જોઈએ.
- પીએમએસના લક્ષણો ઘટાડવા માટે તમે હૂંફાળા પાણીમાં હળદર મિક્સ કરીને પી શકો છો. કારણ કે તેમાં રહેલું કર્ક્યુમિન દર્દને ઓછું કરવામાં મદદરૂપ છે તેમજ મૂડ પણ સુધારે છે.
- પીએમએસના લક્ષણોમાં રાહત મેળવવા માટે તમે ધ્યાન અને કસરતની મદદ પણ લઈ શકો છો. તમે એરોબિક કસરત, સાયકલિંગ, સ્વિમિંગ, જોગિંગ કરી શકો છો. આ સેરોટોનિન અને ડોપામાઇનને મુક્ત કરે છે. આ હેપ્પી હોર્મોન છે. તેનાથી મૂડ સુધરે છે.
- મૂડ સ્વિંગ પાછળ ઘણી શારીરિક સમસ્યાઓ પણ જવાબદાર હોય છે. જેમ કે થકાવટ, સ્નાયુઓમાં દુખાવો થવો.આનાથી પણ વારંવાર ચીડિયાપણું અને ગુસ્સો આવે છે.આવી સ્થિતિમાં તમારે કેલ્શિયમ અને મેગ્નેશિયમ સપ્લીમેન્ટ્સ લેવા જોઈએ. આ પણ મૂડ સ્વિંગની અસરને ઘટાડી શકે છે.
- આ દરમિયાન સ્ટ્રેસ બિલકુલ ન લો. તણાવ ઓછો કરવા માટે આરામ કરો. ધ્યાન, યોગનો અભ્યાસ કરો. આ તમને તમારા ભાવનાત્મક સંતુલનને સુધારવામાં મદદ મળશે.
- વધુ પડતાં મીઠા સાથે પ્રોસેસ્ડ પેક્ડ ફૂડ ખાવાનું ટાળો. મીઠાને કારણે પેટનું ફૂલવું જેવી સમસ્યા થઈ શકે છે. જેના કારણે , શરીરમાં દુખાવો, શરીરમાં સોજો જેવી સમસ્યાઓ સર્જાઇ શકે છે.