Nari Shakti 2022: કોમનવેલ્થમાં દેશની શાન વધારનાર, ગુજરાતી યુવતી ભાવિના પટેલને એક સમયે જીવન લાગતું હતું અંધકારમય
ટોક્યો પેરાલિમ્પિક ગેઈમ્સમાં ટેબલ ટેનિસમાં સિલ્વર મેડલ જીતીને ઈતિહાસ રચનારી ગુજરાતી યુવતી ભાવિના પટેલની સંઘર્ષની કથા લાખો લોકો માટે પ્રેરણાદાયી છે.
ટોક્યોઃ ટોક્યો પેરાલિમ્પિક ગેઈમ્સમાં ટેબલ ટેનિસમાં સિલ્વર મેડલ જીતીને ઈતિહાસ રચનારી ગુજરાતી યુવતી ભાવિના પટેલની સંઘર્ષની કથા લાખો લોકો માટે પ્રેરણાદાયી છે. પેરાલિમ્પિક ગેઈમ્સમાં મહિલા સિંગલ ક્લાસ 4 વર્ગના ફાઈનલમાં ભાવિના પટેલે હારનો સામનો કરવો પડ્યો હતો પણ આ હાર છતાં ભાવિના પેરાલિમ્પિકમાં મેડલ જીતનારી પ્રથમ ભારતીય ટેબલ ટેનિસ ખેલાડી બની ગઈ છે. ભાવિના પટેલે સિલ્વર મેડલ જીત્યો છે.
ગુજરાતના મહેસાણાની વતની ભાવિના પટેલનું જીવન દૃઢ સંકલ્પનો પર્યાય છે. ભાવિનાને માત્ર 12 મહિનાની ઉંમરે પોલિયો થયો હતો અને તેના કારણ તેમનું જીવન અંધકારમય લાગતું હતું. જો કે ભાવિનાનાં માતા-પિતાએ હતાશ થયા વિના.
ભાવિના પટેલ અભ્યાસ અર્થે અમદાવાદ આવ્યાં પછી તેમણે પેરા ટેબલ ટેનિસ રમવાનું શરૂ કર્યું. કલબ કક્ષાની નેશનલ લેવલની ટુર્નામેન્ટમાં મળેલી સફળતા બાદ
રવિવારે 34 વર્ષીય ભાવિનાને ફાઈનલમાં ચીનની વર્લ્ડ નંબર-1 ઝાઉ યિંગે 11-7, 11-5, 11-6થી હાર આપી હતી. આ પહેલાં ભાવિનાએ શનિવારે સેમીફાઈનલમાં ચીનની ઝાંગ મિયાઓને 7-11, 11-7, 11-4, 9-11, 11-8થી હારઆપીને ફાઈનલમાં સ્થાન મેળવ્યું હતું. વર્તમાન પેરાલમ્પિકમાં આ ભારતનો પહેલો મેડલ છે. ભાવીનાએ પહેલા સેટમાં ઝાઉ યિંગને સારી ટક્કર આપી હતી. પરંતુ ચીનની 2 વખતની પૂર્વ ગોલ્ડ મેડાલિસ્ટે એક વખત લય મેળવીને ભારતીય ખેલાડીને કોઈ તક નહોતી આપી અને સીધી ગેમમાં સરળ વિજય નોંધાવ્યો હતો.