Women Health:પિરિયડ્સના દુખાવામાં પેઇલ કિલર્સ લેવી યોગ્ય કે નહિ, જાણો શું કહે છે એક્સ્પર્ટ
Painkillers in Periods: શું સ્ત્રીઓ માટે માસિક સ્રાવ દરમિયાન પેઇનકિલર્સ લેવી યોગ્ય છે કે, નહીં? જાણો ડોક્ટરોનો અભિપ્રાય અને આ સંબંધિત વાસ્તવિકતા.

Painkillers in Periods: જ્યારે પીરિયડ્સની વાત આવે છે, ત્યારે દરેક યુવતીઓ અને સ્ત્રીનો અનુભવ અલગ હોય છે. કેટલાકને હળવો દુખાવો થાય છે, જ્યારે અન્ય લોકો માટે આ દિવસો કોઈ ખરાબ સ્વપ્ન કમ નથી. પેટમાં ખેંચાણ, કમરનો દુખાવો, મૂડ સ્વિંગ, વારંવાર આવતો સૌથી સામાન્ય પ્રશ્ન એ છે કે, "પીરિયડ્સ દરમિયાન દુખાવો સહન ન કરી શકાય તો શું પેઇનકિલર્સ લેવાનું યોગ્ય છે?" બાળપણથી જ આપણને શીખવવામાં આવે છે કે, પિરિયડમાં પેઇનકિલર લેવી કરતા દુખાવો સહન કરી લેવો વધુ યોગ્ય છે. પેઇનકિલર્સ લેવાથી શરીર પર ખરાબ અસર પડે છે. પરંતુ શું આ સાચું છે, કે પછી તે ફક્ત બીજી એક મિથ છે. જે આપણા સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે? ચાલો જાણીએ કે ડોકટરોના મતે અને વિજ્ઞાનની ભાષામાં સત્ય શું છે.
શું પેઇનકિલર્સ લેવાનું સલામત છે?
ડોક્ટરોના મતે કહીએ તો હા, જો જરૂર પડે તો પીરિયડ્સ દરમિયાન પેઇનકિલર્સ લેવાનું સંપૂર્ણપણે સલામત છે. પરંતુ તે યોગ્ય દવા અને યોગ્ય માત્રામાં હોવું જોઈએ.
પેઇનકિલર્સની આડઅસરો
ઘણા લોકો માને છે કે, વારંવાર પેઇનકિલર્સ લેવાથી કિડની અથવા લીવર પર અસર થાય છે. જ્યારે લાંબા સમય સુધી અને ડૉક્ટરની સલાહ વિના સતત પેઇનકિલર્સ લેવામાં આવે ત્યારે આ સાચું હોઈ શકે છે. પરંતુ જો તમે મહિનામાં એક કે બે દિવસ જરૂરિયાત મુજબ યોગ્ય માત્રામાં દવા લો છો, તો તેનાથી કોઈ ગંભીર નુકસાન થતું નથી. ડોકટરો કહે છે કે પીડા સહન કરવાને બદલે સારવાર લેવી વધુ સમજદારીભર્યું છે. કારણ કે આ દુખાવો માનસિક સ્વાસ્થ્ય અને દિનચર્યા બંનેને અસર કરે છે.
પીડા ઘટાડવા માટેના અન્ય વિકલ્પો
જો તમે દવા લેવા માંગતા ન હોવ, તો કેટલાક ઘરેલું ઉપચારથી મદદ મળે છે.
પેટ પર વોટર બેગથી શેક કરો
હળવો યોગ અથવા સ્ટ્રેચિંગ કરો
હાઈડ્રેશન માટે પુરતુ પાણી પીવો
ડાર્ક ચોકલેટનું સેવન કરો
માસિક સ્રાવ દરમિયાન પીડા નિવારક દવાઓ લેવી ખોટી નથી, પરંતુ તે પીડાથી રાહત મેળવવાનો એક વૈજ્ઞાનિક અને સલામત માર્ગ છે, જ્યાં સુધી તમે યોગ્ય દવા લો અને ડોઝનું ધ્યાન રાખો. તો તે નુકસાનકારક નથી. મહિનામાં 2થી 3 દિવસ યોગ્ય ડોઝ ડોક્ટરની સલાહ મુજબ લેવામાં આવે તો તે નુકસાન કરતું નથી.





















