Republic day 2022: આ છે ભારતની પ્રથમ મહિલા રાફેલ જેટ પાયલટ, IAF ની ઝાંખીનો બની હિસ્સો
Republic day 2022: શિવાની સિંહ ગણતંત્ર પરેડમાં ભારતીય વાયુ સેનીની ઝાંખીનો હિસ્સો હતી. તે ઈન્ડિયન એફોર્સની ઝાંખીનો હિસ્સો બનનારી માત્ર બીજી મહિલા ફાઇટર જેટ પાયલટ છે.
Republic day 2022: ગણતંત્ર દિવસ 2022ની પરેડમાં અત્યાર સુધીની સૌથી ભવ્ય ફ્લાઇપાસ્ટ થઈ, 75 વિમાન આ સમારોહનો હિસ્સો હતા. ભારતીય વાયુસેનાએ પણ પરેડ દરમિયાન સ્વદેશી તેજસ એલસીએ અને રાફેલ જેટ પર ઝાંખી પ્રદર્શિત કરી હતી. શિવાની સિંહ ગણતંત્ર પરેડમાં ભારતીય વાયુ સેનીની ઝાંખીનો હિસ્સો હતી. તે ઈન્ડિયન એફોર્સની ઝાંખીનો હિસ્સો બનનારી માત્ર બીજી મહિલા ફાઇટર જેટ પાયલટ છે.
કોણ છે શિવાંગી સિંહ
એરફોર્સના પાયલોટ શિવાંગી સિંહ ઉત્તર પ્રદેશના વારાણસી જિલ્લાના છે. વર્ષોથી તેનો પરિવાર વારાણસીમાં ફુલવરિયા રેલવે ક્રોસિંગ પાસે જૂના મકાનમાં રહે છે. શિવાંગી સિંહના પિતાનું નામ કુમારેશ્વર સિંહ અને માતાનું નામ સીમા સિંહ છે. બે ભાઈઓ મયંક અને શુભાંશુ અને એક બહેન હિમાંશી સિંહ છે.
The first woman fighter pilot on the Rafale combat aircraft, Flight Lieutenant Shivangi Singh at the Indian Air Force (IAF) tableau today.#RepublicDayParade pic.twitter.com/vXDFVlAI12
— ANI (@ANI) January 26, 2022
શિવાંગી સિંહે પોતાનો પ્રારંભિક અભ્યાસ વારાણસીમાં જ પૂર્ણ કર્યો છે. આઠમા ધોરણ સુધી શિવાંગીએ વારાણસીના કેન્ટોનમેન્ટની સેન્ટ મેરી સ્કૂલમાં અભ્યાસ કર્યો હતો. જે બાદ તેણે સેન્ટ જોગર્સ કોન્વેન્ટ સ્કૂલ બાયપાસ, શિવપુરમાંથી 12માની પરીક્ષા પાસ કરી. બાળપણથી જ શિવાંગી અભ્યાસમાં હોશિંયાર હતી. તેણે 12માં 89 ટકા માર્ક્સ મેળવ્યા છે. આ પછી શિવાંગીએ સનબીમ મહિલા કોલેજ ભગવાનપુરમાંથી બીએસસી કર્યું. અભ્યાસ દરમિયાન તેઓ એનસીસીમાં જોડાયા. શિવાંગી સિંહને સ્પોર્ટ્સમાં પણ સારો રસ હતો. તેણીએ ભાલા ફેંકની રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં ભાગ લીધો હતો અને ગોલ્ડ મેડલ જીત્યો હતો.
એરફોર્સમાં કેવી રીતે જોડાયા?
શિવાંગીના દાદા વીએન સિંહ આર્મીમાં કર્નલ હતા. નિવૃત્તિ બાદ તેઓ નવી દિલ્હીમાં રહેતા હતા. શિવાંગી અવારનવાર તેની માતા સાથે તેના દાદાને મળવા દિલ્હી જતી હતી. એકવાર જ્યારે શિવાંગી હાઈસ્કૂલમાં હતી ત્યારે તેના દાદા તેને એરફોર્સ મ્યુઝિયમ બતાવવા દિલ્હી લઈ ગયા. જ્યારે શિવાંગીએ એરફોર્સનું પ્લેન અને સૈનિકોનો યુનિફોર્મ જોયો ત્યારે તે ખૂબ જ ઉત્સાહિત થઈ ગઈ અને તેણે એરફોર્સમાં જવાનું નક્કી કર્યું. તેણે તેના દાદાને કહ્યું કે તે પણ ફાઈટર પ્લેન ઉડાવશે.
એમએસસી કર્યા બાદ વર્ષ 2015માં શિવાંગીએ એરફોર્સની પરીક્ષા પાસ કરી અને ટ્રેનિંગ લીધી. વર્ષ 2017માં તેને દેશની પાંચ મહિલા ફાઇટર એરક્રાફ્ટ પાઇલટ્સની ટીમમાં પસંદ કરવામાં આવી હતી. ટ્રેનિંગ પૂરી કર્યા પછી શિવાંગી મિગ-21ની ફાઈટર પાયલટ બની.
પાયલોટ શિવાંગી સિંહની સિદ્ધિ
શિવાંગી સિંહે દિલ્હીમાં ગણતંત્ર દિવસ 2013ની પરેડમાં ઉત્તર પ્રદેશની ટીમનું પ્રતિનિધિત્વ કર્યું હતું. શિવાંગી BHU ખાતે નેશનલ કેડેટ કોર્પ્સમાં 7 UP એર સ્ક્વોડ્રનનો ભાગ રહી ચૂકી છે. શિવાંગી મિગ 21માં ઉડાન ભરી છે. શિવાંગી રાજસ્થાનમાં પાકિસ્તાન બોર્ડર પરના એરબેઝ પર તૈનાત હતી. શિવાંગીએ વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાન સાથે પણ કામ કર્યું છે.