Gir Somnath News: વેરાવળ સિવિલ હોસ્પિટલમાં સુવિધાનો અભાવ, દર્દી ખાનગી હોસ્પિટલમાં જવા મજબૂર બન્યા
ગીર સોમનાથ જિલ્લાના વડા મથક વેરાવળમાં આવેલી જિલ્લાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલ કરોડોને ખર્ચે બન્યા ને 7 વર્ષ વિત્યા બાદ પણ અનેક સુવિધાઓ ન હોવાના કારણે ખાનગી હોસ્પિટલોમાં દર્દીઓને ઉચી કિંમત ચૂકવવી ફરજ પડી રહી છે.
ગીર સોમનાથના વેરાવળમાં સિવિલ હોસ્પિટલમાં સુવિધાનો અભાવ. 7 વર્ષ પહેલા સિવિલ હોસ્પિટલને કરોડોના ખર્ચે બનાવવામાં આવી. ત્યારે હવે હોસ્પિટલમાં સિટી સ્કેન મશીન, MRI અને બ્લડ બેંક ન હોવાથી અનેક સવાલ ઉઠી રહ્યા છે. એટલું જ નહીં રેડીયોલોજી ડોકટર ન હોવાથી દર્દીઓને ભારે હાલકી ભોગવવી પડે છે. અને કેટલાક દર્દીઓ તો ખાનગી હોસ્પિટલમાં પૈસા ચૂકવીને સારવાર કરાવવા મજબૂર બન્યા. સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટે જવાબ આપ્યો કે. સિટી સ્કેન મશીનની પોલીસી લેવલની પ્રક્રિયા ચાલી રહી છે.. બ્લડ બેંક માટેના 26 ઈસ્ટ્રુમેન્ટ આવ્યા છે.. અને બાકીના ઈસ્ટ્રુમેન્ટ માટેની કાર્યવાહી ચાલુ છે.