Junagadh News: દૂષિત પાણીના કારણે જૂનાગઢ જિલ્લાના કેરાળા ગામના લોકો પરેશાન
દૂષિત પાણીના કારણે જૂનાગઢ જિલ્લાના કેરાળા ગામના લોકો પરેશાન. ઉબેણ નદીમાં દૂષિત પાણી છોડવામાં આવે છે...જેના કારણે ચામડીના કેસો વધ્યા. આ મામલે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધિકારીઓને અનેકવાર રજૂઆત કરાઈ પણ કોઈ કાર્યવાહી નથી કરાતી. ગ્રામજનોએ દાવો કર્યો કે, જેતપુરના સાડી ઉદ્યોગકારો ઉબેણ નદીમાં દૂષિત પાણી છોડે છે.. કેરાળા ઉપરાંત આસપાસના ભીયાળ, ઝાલણસર સહિતના ગ્રામજનો પણ દૂષિત પાણીની સમસ્યાથી ત્રસ્ત.
કેરાળા ગામના લોકોએ જણાવેલ કે પ્રદુષિત પાણી ઉબેણ નદીમાંથી આવે છે.. આ પાણી કોઈ જ પ્રકારના કામમાં આવે તેવું નથી હોતું. તંત્રના અધિકારીઓ ઉપરાંત રાજકારણી પણ ચૂંટણી સમયે આ બાબતે ફક્ત વાયદાઓ કરી આશ્વાસન આપતા હોવાનું ગ્રામજનોએ જણાવેલ. મહત્વનું છે કે જેતપુર પંથકના બાવા પીપળીયા ગામથી ઉબેણ નદીમાં પ્રદુષણ ફેલાવાઈ છે. જ્યા સાડી ઉદ્યોગ દ્વારા પાણીને પ્રદુષિત કરવામાં આવતું હોવાનું ગ્રામલોકોએ જણાવેલ.. ન માત્ર કેરાળા પરંતુ ઉબેણ ગામ હેઠળના ચોકી, ભીયાળ, ઝાલણસર, મજેવડી સહિતના ગામ લોકો પ્રદુષિત પાણીથી પરેશાન છે.