શોધખોળ કરો

Valentine Week: 7 ફેબ્રુઆરીથી શરૂ થઈ રહ્યું છે પ્રેમનું સપ્તાહ, વેલેન્ટાઈન ડે પહેલાના આ દિવસોમાં શું હોય છે ખાસ?

Valentine: ફેબ્રુઆરી મહિનાની શરૂઆત થતાં જ પ્રેમીપંખીડા 14 તારીખ એટલે કે વેલેન્ટાઇન્સ ડેની આતુરતાથી રાહ જોવા હોય છે. 14 ફેબ્રુઆરીના પહેલા અઠવાડિયાથી જ લોકો વેલેન્ટાઈન્સ ડેની ઉજવણીમાં મગ્ન બની જાય છે.

Valentine Week 2023: પ્રેમનો તહેવાર એટલે કે વેલેન્ટાઈન ડે આવી ગયો છે. યુગલો આખું વર્ષ વેલેન્ટાઈન વીકની રાહ જોતા હોય છે. આ વખતે વેલેન્ટાઈન વીકની શરૂઆત મંગળવાર 7 ફેબ્રુઆરીથી થઈ રહી છે. જેમાં કુલ આઠ દિવસ એટલે કે 7 ફેબ્રુઆરીથી 14 ફેબ્રુઆરી સુધી વેલેન્ટાઈન વીકની ઉજવણી કરવામાં આવે છે. રોઝ ડે વેલેન્ટાઈન વીકની શરૂઆત દર્શાવે છે, જે પ્રપોઝ ડે, ​​ચોકલેટ ડે, ટેડી ડે, પ્રોમિસ ડે, હગ ડે, કિસ ડે અને વેલેન્ટાઈન ડે સાથે સમાપ્ત થાય છે. પ્રેમી યુગલ માટે દરેક દિવસ ખૂબ જ ખાસ હોય છે. તો અહીં અમે તમને વેલેન્ટાઈનનો ઈતિહાસ તેના સંપૂર્ણ શેડ્યૂલ સાથે જણાવીશું કે કયો દિવસ કયા દિવસે ઉજવવામાં આવે છે.

વેલેન્ટાઈન ડેની શરૂઆત કેવી રીતે થઈ?

એવું માનવામાં આવે છે કે વેલેન્ટાઈન ડેનું મૂળ નામ સંત વેલેન્ટાઈન પરથી રાખવામાં આવ્યું છે, પરંતુ ઐતિહાસિક રીતે સંત વેલેન્ટાઈન વિશે વિવિધ મંતવ્યો છે અને તેની કોઈ ચોક્કસ માહિતી નથી. એવું કહેવાય છે કે સંત વેલેન્ટાઈને મૃત્યુ સમયે જેલરની અંધ પુત્રી જેકોબસને એક આંખ દાનમાં આપી હતી અને જેકોબસને એક પત્ર લખ્યો હતો, જેમાં અંતે તેણે 'યોર વેલેન્ટાઈન' લખ્યું હતું. આ દિવસ 14 ફેબ્રુઆરી હતો, જે પાછળથી આ સંતના નામે ઉજવવામાં આવ્યો અને વેલેન્ટાઈન ડેના બહાને આખી દુનિયામાં નિઃસ્વાર્થ પ્રેમનો સંદેશ ફેલાયો છે.

Valentine Week Full list

Rose Day - 7 ફેબ્રુઆરી

Propose Day- 8 ફેબ્રુઆરી

Chocolate Day- 9 ફેબ્રુઆરી

Teddy Day- 10 ફેબ્રુઆરી

Promise Day- 11 ફેબ્રુઆરી

Hug Day- 12 ફેબ્રુઆરી

Kiss Day- 13 ફેબ્રુઆરી

Valentine Day - 14 ફેબ્રુઆરી

Rose Day - 7 ફેબ્રુઆરી

રોઝ ડે એ વેલેન્ટાઈન વીકનો પહેલો દિવસ છે. પ્રેમનો પહેલો દિવસ સુંદર ગુલાબથી શરૂ થાય છે. આ દિવસે લોકો તેમને ગમતી વ્યક્તિને ગુલાબ આપીને તેમનો પ્રેમ વ્યક્ત કરે છે.

Propose Day- 8 ફેબ્રુઆરી

રોઝ ડે પછી વેલેન્ટાઈન વીકના બીજા દિવસે પ્રપોઝ ડે ઉજવવામાં આવે છે. આ દિવસે યુગલો પોતાનો પ્રેમ વ્યક્ત કરે છે. આ દિવસ તમારા પ્રેમને વ્યક્ત કરવાનો સૌથી ખાસ દિવસ માનવામાં આવે છે. જો તમે કોઈને પ્રેમ કરો છો તો આ દિવસ તમારા માટે ખૂબ જ ખાસ છે.

Chocolate Day- 9 ફેબ્રુઆરી

પ્રપોઝ ડે પછી વેલેન્ટાઈન વીકના ત્રીજા દિવસે ચોકલેટ ડે ઉજવવામાં આવે છે. આ દિવસે તમારા પાર્ટનરને ચોકલેટ આપવાનો રિવાજ છે. આ દિવસે યુગલો એકબીજાને તેમની પસંદગીની ચોકલેટ ભેટમાં આપે છે.

Teddy Day- 10 ફેબ્રુઆરી

વેલેન્ટાઈન વીકનો ચોથો દિવસ ટેડી ડે તરીકે ઓળખાય છે. આ દિવસે પ્રેમી ગર્લફ્રેન્ડને એક સુંદર ટેડી બેર ભેટમાં આપે છે.

Promise Day- 11 ફેબ્રુઆરી

વેલેન્ટાઈન વીકના પાંચમા દિવસે પ્રોમિસ ડે ઉજવવામાં આવે છે. આ દિવસે પ્રેમાળ યુગલો એકબીજાને વિવિધ પ્રોમિસ કરે છે.

Hug Day- 12 ફેબ્રુઆરી

હગ ડે એ વેલેન્ટાઈન વીકનો છઠ્ઠો દિવસ છે. આ દિવસે યુગલો એકબીજાને ગળે લગાવીને પોતાનો પ્રેમ વ્યક્ત કરે છે. જો કે આલિંગન કરવાનો કોઈ દિવસ નથી, પરંતુ તે દિવસનું નામ જ હગ ડે છે, તેથી આલિંગન કરવું જરૂરી છે.

Kiss Day- 13 ફેબ્રુઆરી

વેલેન્ટાઈન ડેના એક દિવસ પહેલા કિસ ડે ઉજવવામાં આવે છે. આ દિવસે પ્રેમી યુગલો તેમના પ્રેમને વ્યક્ત કરવા માટે એકબીજાને કિસ કરે છે.

Valentine Day - 14 ફેબ્રુઆરી

વેલેન્ટાઈન વીકનો છેલ્લો દિવસ વેલેન્ટાઈન ડે તરીકે ઉજવવામાં આવે છે. યુગલો આ દિવસને ખાસ રીતે ઉજવે છે. 14 ફેબ્રુઆરી એ પ્રેમ કરનારાઓ માટે ખૂબ જ ખાસ દિવસ છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Delhi Politics: આતિશીની થઇ શકે છે ધરપકડ, અરવિંદ કેજરીવાલનો મોટો દાવો
Delhi Politics: આતિશીની થઇ શકે છે ધરપકડ, અરવિંદ કેજરીવાલનો મોટો દાવો
Ahmedabad: 'ઇસ્કૉન મંદિરના પૂજારીઓના કબજામાં છે મારી દીકરી, તેને દરરોજ અપાય છે ડ્રગ્સ'
Ahmedabad: 'ઇસ્કૉન મંદિરના પૂજારીઓના કબજામાં છે મારી દીકરી, તેને દરરોજ અપાય છે ડ્રગ્સ'
Kazakhstan: રશિયા જઇ રહેલું પેસેન્જર પ્લેન કઝાકિસ્તાનમાં થયું ક્રેશ, 72 લોકો હતા સવાર
Kazakhstan: રશિયા જઇ રહેલું પેસેન્જર પ્લેન કઝાકિસ્તાનમાં થયું ક્રેશ, 72 લોકો હતા સવાર
GST on Old Car: જૂની કાર પર GSTને લઇને મૂંઝવણમાં છો? જાણો તમામ સવાલના જવાબ
GST on Old Car: જૂની કાર પર GSTને લઇને મૂંઝવણમાં છો? જાણો તમામ સવાલના જવાબ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Snowfall In India: ત્રણ દિવસથી દેશની આ જગ્યાઓ પર ભારે હિમ વર્ષા, રસ્તાઓ પર છવાઈ બરફની ચાદરMahisagar:જંગલી ભૂંડના ત્રાસ પાકને બચાવવા ખેડૂતો આખી રાત કરે છે ઉજાગરા, જુઓ સ્થિતિGir Somnath:ગેરકાયદે માછીમારી કરનાર સામે કાર્યવાહી, 10 બોટ સંચાલકો સામે નોંધાઈ ફરિયાદSthanik Swarajya Sanstha Eletion 2024: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને સૌથી મોટા સમાચાર | Abp Asmita

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Delhi Politics: આતિશીની થઇ શકે છે ધરપકડ, અરવિંદ કેજરીવાલનો મોટો દાવો
Delhi Politics: આતિશીની થઇ શકે છે ધરપકડ, અરવિંદ કેજરીવાલનો મોટો દાવો
Ahmedabad: 'ઇસ્કૉન મંદિરના પૂજારીઓના કબજામાં છે મારી દીકરી, તેને દરરોજ અપાય છે ડ્રગ્સ'
Ahmedabad: 'ઇસ્કૉન મંદિરના પૂજારીઓના કબજામાં છે મારી દીકરી, તેને દરરોજ અપાય છે ડ્રગ્સ'
Kazakhstan: રશિયા જઇ રહેલું પેસેન્જર પ્લેન કઝાકિસ્તાનમાં થયું ક્રેશ, 72 લોકો હતા સવાર
Kazakhstan: રશિયા જઇ રહેલું પેસેન્જર પ્લેન કઝાકિસ્તાનમાં થયું ક્રેશ, 72 લોકો હતા સવાર
GST on Old Car: જૂની કાર પર GSTને લઇને મૂંઝવણમાં છો? જાણો તમામ સવાલના જવાબ
GST on Old Car: જૂની કાર પર GSTને લઇને મૂંઝવણમાં છો? જાણો તમામ સવાલના જવાબ
Mahakumbh 2025: ભક્તોને ખાવા મળશે વિવિધ રાજ્યોની વાનગીઓ, 25,000 વર્ગ ફૂટમાં બનશે ફૂડ કોર્ટ
Mahakumbh 2025: ભક્તોને ખાવા મળશે વિવિધ રાજ્યોની વાનગીઓ, 25,000 વર્ગ ફૂટમાં બનશે ફૂડ કોર્ટ
EPFO: કર્મચારીઓ માટે આવ્યા સારા સમાચાર, UAN એક્ટિવેશન, આધાર-બેન્ક એકાઉન્ટ લિંક કરવાની ડેડલાઇન વધી
EPFO: કર્મચારીઓ માટે આવ્યા સારા સમાચાર, UAN એક્ટિવેશન, આધાર-બેન્ક એકાઉન્ટ લિંક કરવાની ડેડલાઇન વધી
Pakistan Airstrike: અફઘાનિસ્તાન પર પાકિસ્તાનનો હવાઇ હુમલો, 15 લોકોના મોત,  મૃતકોની સંખ્યા વધવાની આશંકા
Pakistan Airstrike: અફઘાનિસ્તાન પર પાકિસ્તાનનો હવાઇ હુમલો, 15 લોકોના મોત, મૃતકોની સંખ્યા વધવાની આશંકા
'જાતીય શોષણ અને એસિડ હુમલાની પીડિતાની મફત સારવાર ન કરવી ગુનો', દિલ્હી હાઇકોર્ટનો મોટો ચુકાદો
'જાતીય શોષણ અને એસિડ હુમલાની પીડિતાની મફત સારવાર ન કરવી ગુનો', દિલ્હી હાઇકોર્ટનો મોટો ચુકાદો
Embed widget