શોધખોળ કરો

Skin care Tips: બદામનું તેલ લગાવાથી થાય છે આ અદભૂત ફાયદા

બદામના તેલમાં વિટામિન E ભરપૂર માત્રામાં હોય છે અને આ કારણે તે ત્વચા પરની કરચલીઓ દૂર કરવામાં પણ અસરકારક માનવામાં આવે છે.

Skin care Tips:આપણે બધા બદામના ગુણોથી વાકેફ છીએ.  દરરોજ સવારે પલાળેલી બદામ ખાવી જોઈએ, આ વાત આપે વડીલો પાસેથી ખૂબ સાંભળી હશે પરંતુ શું તમે જાણો છો કે, બદામનું તેલ લગાવવું પણ ખૂબ જ ફાયદાકારક છે. આવો  જણાવીએ કે તેનો કેવી રીતે ઉપયોગ  કરવો અને તેના ફાયદા શું છે.

 શિયાળો શરૂ થતાની સાથે જ બીમારીઓનો ખતરો મંડરાઈ રહે  છે. આટલું જ નહીં, ઠંડીને કારણે ત્વચા પણ શુષ્ક અને નિર્જીવ થઈ જાય છે. તેનાથી બચવા માટે લોકો તેલ માલિશ કરવાની સલાહ આપે છે, પરંતુ નારિયેળ અથવા સરસવનું તેલ લગાવવાથી ત્વચા ખૂબ જ તૈલી થઈ જાય છે અને પિમ્પલ્સની સમસ્યા થઈ શકે છે. આવી સ્થિતિમાં, બદામનું તેલ ખૂબ જ ફાયદાકારક છે, કારણ કે તે વિટામિન E ના ગુણોથી ભરપૂર છે, જે ત્વચાને પોષણ આપે છે. એટલું જ નહીં તેનું સેવન કરવું પણ ખૂબ જ ફાયદાકારક છે. તો ચાલો  જાણીએ કે પોષક તત્વોથી ભરપૂર બદામના તેલના ફાયદા અને તેનો ઉપયોગ કેવી રીતે કરવો…

 બદામનું તેલ લગાવવાના ફાયદા

બ્લેક સર્કલ

સ્ટ્રેસ અને ઉંઘ ન આવવાને કારણે ડાર્ક સર્કલ થવું સામાન્ય બાબત છે. આંખોની નીચેના ડાર્ક સર્કલને દૂર કરવા માટે ઠંડીમાં બદામનું તેલ લગાવવું જોઈએ. આ સાથે દરરોજ હળવા હાથથી આંખોની નીચે મસાજ કરો. તમે થોડા અઠવાડિયામાં જ ફરક જોશો.

 કરચલીઓ

બદામના તેલમાં વિટામિન E ભરપૂર માત્રામાં હોય છે અને આ કારણે તે ત્વચા પરની કરચલીઓ દૂર કરવામાં પણ અસરકારક માનવામાં આવે છે. રાત્રે સૂતા પહેલા બદામના તેલથી ચહેરા પર માલિશ કરો અને જો તમારી ત્વચા તૈલી ન હોય તો તેને આખી રાત રહેવા દો, નહીં તો અડધા કલાક પછી ધોઈ લો અને ક્રીમ લગાવીને સૂઈ જાઓ.

 પિમ્પલ્સ

જે લોકો ખીલ કે પિમ્પલ્સથી પરેશાન છે, તેમણે બદામના તેલનો ઉપયોગ કરવો જોઈએ. તેમાં એન્ટી-ઓક્સીડેન્ટ હોય છે, જે ત્વચામાંથી બેક્ટેરિયા દૂર કરવાનું કામ કરે છે અને છિદ્રોને અંદરથી સાફ કરે છે.

 શિયાળામાં મોટાભાગના લોકોની ત્વચા શુષ્ક થઇ જાય છે.  એટલું જ નહીં તેમાં લાલાશ અને બળતરા પણ થવા લાગે છે. આવી સ્થિતિમાં બદામનું તેલ લગાવવું ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે, કારણ કે તેનાથી ત્વચાનું મોશ્ચર  જળવાઈ રહે છે અને તેને સારું પોષણ પણ મળે છે.

 ડેન્ડ્રફ

શિયાળામાં માત્ર ત્વચા જ નહીં પણ સ્કેલ્પ પણ શુષ્ક થઈ જાય છે અને માથાના સ્કેલ્પ પર ડેન્ડ્રફ થવા લાગે છે જેનાથી વાળ ખરવા લાગે છે. આવી સ્થિતિમાં, તમે બદામના તેલથી માલિશ કરીને આ સમસ્યાને દૂર કરી શકો છો. આ માટે અઠવાડિયામાં એકવાર તમારા વાળમાં આ તેલની માલિશ કરો.

 ભોજનમાં બદામના તેલનો ઉપયોગ કરો

માત્ર ચહેરા અને વાળ પર લગાવવા માટે જ નહીં, બદામના તેલનું સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિ પણ મજબૂત બને છે. બદામના તેલમાં ઓમેગા 3 ફેટી એસિડ જોવા મળે છે, જે મગજને તેજ બનાવવામાં મદદ કરે છે. આનાથી કોલેસ્ટ્રોલનું સ્તર પણ નિયંત્રિત રહે છે, કારણ કે આ તેલમાં ચરબીનું પ્રમાણ ઓછું હોય છે. એટલું જ નહીં, એવું કહેવાય છે કે ડિલિવરી સમયે બદામના તેલનું સેવન કરવું ખૂબ જ ફાયદાકારક છે. તેનાથી નોર્મલ ડિલિવરીની શક્યતા વધી જાય છે. આ તેલ માતા અને બાળક બંને માટે ફાયદાકારક છે.

Disclaimer : અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad Rain: અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક
Ahmedabad Rain: અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક
NEET-UG Paper Leak Case: CBIએ ઝારખંડના હજારીબાગથી સ્કૂલના પ્રિન્સિપાલ, વાઇસ પ્રિન્સિપાલની ધરપકડ કરી
NEET-UG Paper Leak Case: CBIએ ઝારખંડના હજારીબાગથી સ્કૂલના પ્રિન્સિપાલ, વાઇસ પ્રિન્સિપાલની ધરપકડ કરી
Crime News: સગી પુત્રીએ માતાના દબાવ્યા પગ, પિતરાઈ ભાઈએ મોઢામાં ભરાવ્યું કપડું; બાદમાં કર્યો આવો કાંડ
Crime News: સગી પુત્રીએ માતાના દબાવ્યા પગ, પિતરાઈ ભાઈએ મોઢામાં ભરાવ્યું કપડું; બાદમાં કર્યો આવો કાંડ
IND vs SA Final:  કોહલી જ્યારે જ્યારે રમ્યો વર્લ્ડ કપ ફાઈનલ ત્યારે કર્યો છે શાનદાર દેખાવ, હવે આફ્રિકાને ધૂળ ચટાવવાની તૈયારી
IND vs SA Final: કોહલી જ્યારે જ્યારે રમ્યો વર્લ્ડ કપ ફાઈનલ ત્યારે કર્યો છે શાનદાર દેખાવ, હવે આફ્રિકાને ધૂળ ચટાવવાની તૈયારી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | વૃક્ષો વાવો, જીવન બચાવોHu to Bolish | હું તો બોલીશ | રોગચાળાથી સાવધાનNavsari News: બીલીમોરામાં પ્રશાસનની બેદરકારીથી ચાર વર્ષીય બાળકી પાણી ભરેલા ખાડામાં પડીRajkot News । રાજકોટના ગોંડલ માર્કેટયાર્ડમાં ચેરમેન તથા વાઇસ ચેરમેનની કાલે ચૂંટણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad Rain: અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક
Ahmedabad Rain: અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક
NEET-UG Paper Leak Case: CBIએ ઝારખંડના હજારીબાગથી સ્કૂલના પ્રિન્સિપાલ, વાઇસ પ્રિન્સિપાલની ધરપકડ કરી
NEET-UG Paper Leak Case: CBIએ ઝારખંડના હજારીબાગથી સ્કૂલના પ્રિન્સિપાલ, વાઇસ પ્રિન્સિપાલની ધરપકડ કરી
Crime News: સગી પુત્રીએ માતાના દબાવ્યા પગ, પિતરાઈ ભાઈએ મોઢામાં ભરાવ્યું કપડું; બાદમાં કર્યો આવો કાંડ
Crime News: સગી પુત્રીએ માતાના દબાવ્યા પગ, પિતરાઈ ભાઈએ મોઢામાં ભરાવ્યું કપડું; બાદમાં કર્યો આવો કાંડ
IND vs SA Final:  કોહલી જ્યારે જ્યારે રમ્યો વર્લ્ડ કપ ફાઈનલ ત્યારે કર્યો છે શાનદાર દેખાવ, હવે આફ્રિકાને ધૂળ ચટાવવાની તૈયારી
IND vs SA Final: કોહલી જ્યારે જ્યારે રમ્યો વર્લ્ડ કપ ફાઈનલ ત્યારે કર્યો છે શાનદાર દેખાવ, હવે આફ્રિકાને ધૂળ ચટાવવાની તૈયારી
RSS ના મોહન ભાગવત મુકેશ અંબાણીના ઘરે કેમ પહોંચ્યા? જાણો કારણ
RSS ના મોહન ભાગવત મુકેશ અંબાણીના ઘરે કેમ પહોંચ્યા? જાણો કારણ
Jio, એરટેલ બાદ હવે Vodafone એ ગ્રાહકોને આપ્યો મોટો ઝટકો, જાણો નવા રિચાર્જ પ્લાનની કિંમત
Jio, એરટેલ બાદ હવે Vodafone એ ગ્રાહકોને આપ્યો મોટો ઝટકો, જાણો નવા રિચાર્જ પ્લાનની કિંમત 
Gujarat Rain: હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ભારેથી અતિ વરસાદની કરી આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ભારેથી અતિ વરસાદની કરી આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
ફ્રી રાશન કાર્ડના ચક્કરમાં ખાલી જઈ જશે બેંક એકાઉન્ટ, ભૂલથી પણ ન કરો આ ભૂલ
ફ્રી રાશન કાર્ડના ચક્કરમાં ખાલી જઈ જશે બેંક એકાઉન્ટ, ભૂલથી પણ ન કરો આ ભૂલ
Embed widget