Ahmedabad | અમદાવાદ સહિત રાજ્યભરમાં સતત ત્રીજા દિવસે ધુમ્મસભર્યું વાતાવરણ, જુઓ વીડિયોમાં
ગુજરાતમાં અત્યારે ઠંડીનું જોર વધ્યું છે. તાપમાનનો પારો દિવસેને દિવસે નીચે જઈ રહ્યો છે.અમદાવાદ શહેરમાં આજે વહેલી સવારથી ધુમ્મસ ભરેલું વાતાવરણ જોવા મળી રહ્યું છે. સમગ્ર રાજ્યમાં ઠંડીની મોજુ ફરી વળ્યું હોવાનું જાણવા મળ્યું છે, જેનાથી લોકોને ખુબ વધારે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. પરંતુ આગામી સપ્તાહમાં ઠંડીમાં થોડી રાહત આવી શકે છે, કારણ કે ઠંડીનો જોર ઓછો થવાની શક્યતા છે.
અમદાવાદની વાત કરવામાં આવે તો, આજે તાપમાન 13 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચ્યું છે. છેલ્લા ત્રણ દિવસોથી શહેરમાં ધુમ્મસ ભરી રહ્યું છે..અરબી સમુદ્રમાં વર્ષાસમ પવન અને તાપમાનમાં ફેરફારના કારણે ધુમ્મસ ભરેલું વાતાવરણ સર્જાયું છે. આગામી 26 થી 29 ડિસેમ્બરના રોજ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હળવા થી મધ્યમ વરસાદની આગાહી છે.




















