IND vs AUS: મેલબૉર્ન ટેસ્ટ પહેલા ભારતીય ટીમમાં મોટો ફેરફાર, અશ્વિનની જગ્યાએ આ યુવા ખેલાડીની થઇ એન્ટ્રી
IND vs AUS, Tanush Kotian: મુંબઈના ઓલરાઉન્ડર તનુષ કોટિયનને આ સીરીઝની બાકીની બે ટેસ્ટ મેચ માટે ભારતીય ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે
IND vs AUS, Tanush Kotian: ભારતીય ટીમ હાલમાં ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પર છે, જ્યાં તે બૉર્ડર-ગાવસ્કર ટ્રૉફી (BGT) 2024-25 હેઠળ યજમાન ટીમ સામે પાંચ મેચની ટેસ્ટ સીરીઝ રમી રહી છે. બંને ટીમો વચ્ચેની આ ટેસ્ટ સીરીઝ હાલમાં 1-1થી બરાબર છે. હવે ટેસ્ટ સીરીઝની ચોથી મેચ મેલબૉર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ (MCG) ખાતે 26 ડિસેમ્બર (ગુરુવાર)થી રમાશે.
મુંબઇના આ ઓલરાઉન્ડરની ટીમમાં એન્ટ્રી -
મેલબૉર્ન ટેસ્ટ પહેલા ભારતીય ટીમ સાથે જોડાયેલા મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મુંબઈના ઓલરાઉન્ડર તનુષ કોટિયનને આ સીરીઝની બાકીની બે ટેસ્ટ મેચ માટે ભારતીય ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. 26 વર્ષીય તનુષ તેના જમણા હાથથી ઓફ સ્પિન બૉલિંગ કરે છે. આ ઉપરાંત તે એક સારો બેટ્સમેન પણ છે. તનુષે રવિચંદ્રન અશ્વિનનું સ્થાન લીધું છે. અશ્વિને ગાબા ટેસ્ટ બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દીધું હતું.
તનુષ કોટિયને 2018-19ની રણજી સિઝનમાં પ્રથમ વર્ગમાં પ્રવેશ કર્યો હતો. કોટિયને અત્યાર સુધી 33 ફર્સ્ટ ક્લાસ મેચમાં 25.70ની એવરેજથી 101 વિકેટ લીધી છે. આ સમયગાળા દરમિયાન તેને 3 વખત એક ઇનિંગમાં પાંચ વિકેટ લીધી હતી. બેટિંગની વાત કરીએ તો તેણે 41.21ની એવરેજથી 1525 રન બનાવ્યા છે. કોટિયને ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 2 સદી અને 13 અડધી સદી ફટકારી છે.
તનુષ કોટિયન 20 લિસ્ટ-એ અને 33 ટી-20 મેચ પણ રમી ચૂક્યો છે. લિસ્ટ-એ મેચોમાં કોટિયનના નામે 43.60ની એવરેજથી 20 વિકેટ છે. ટી20 મેચમાં તેણે 20.03ની એવરેજથી 33 વિકેટ લીધી છે. તનુષ કોટિયાને લિસ્ટ-એ મેચોમાં 90 રન અને ટી20 મેચોમાં 87 રન બનાવ્યા છે.
A new face will feature in India’s squad for the remainder of the Australia Tests 🏏#AUSvIND #WTC25https://t.co/fr77X8kOT8
— ICC (@ICC) December 23, 2024
રણજી ટ્રૉફી 2023-24 સીઝનમાં તનુષે તુષાર દેશપાંડે સાથે મળીને એક મેગા રેકોર્ડ બનાવ્યો હતો. બરોડા સામેની ક્વાર્ટર ફાઈનલ મેચમાં તનુષ કોટિયન (120*) અને તુષાર દેશપાંડે (123) એ 10માં અને 11મા સ્થાને સદી ફટકારી હતી. રણજી ટ્રૉફીમાં પ્રથમ વખત નંબર-10 અને નંબર-11 બેટ્સમેનોએ સદી ફટકારી હતી.
તનુષ કોટિયનનો જન્મ અને ઉછેર મુંબઈમાં થયો હતો. જો કે, તેમના પરિવારના મૂળ દરિયાકાંઠાના કર્ણાટકમાં છે. તનુષ કોટિયનના પિતા કરુણાકર અને માતા મલ્લિકા કોટિયન ઉડુપી જિલ્લાના પંગલાના છે. તનુષ કોટિયન માત્ર મુંબઈ માટે ડૉમેસ્ટિક ક્રિકેટ જ નથી રમે છે, તે ભારતની અંડર 19 ટીમ માટે પણ રમ્યો છે. તે ભારત A ના તાજેતરના ઓસ્ટ્રેલિયા પ્રવાસનો પણ એક ભાગ હતો. તનુષ કોટિયન પણ IPL 2024માં રાજસ્થાન રૉયલ્સ માટે એક મેચ રમ્યો હતો. IPL 2025ની મેગા ઓક્શનમાં તનુષ વેચાયા વગરનો રહ્યો.
ભારતીય ટીમની ટીમઃ -
રોહિત શર્મા (કેપ્ટન), જસપ્રીત બુમરાહ (વાઈસ-કેપ્ટન), યશસ્વી જાયસ્વાલ, કેએલ રાહુલ, અભિમન્યૂ ઈસ્વરન, દેવદત્ત પડિકલ, શુભમન ગીલ, વિરાટ કોહલી, ઋષભ પંત, સરફરાઝ ખાન, ધ્રુવ જુરેલ, રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ સિરાજ, આકાશ દીપ, પ્રસિદ્ધ કૃષ્ણ, હર્ષિત રાણા, નીતિશ કુમાર રેડ્ડી, વોશિંગ્ટન સુંદર, તનુષ કોટિયન.
ઓસ્ટ્રેલિયન ટીમઃ -
પેટ કમિન્સ (કેપ્ટન), ટ્રેવિસ હેડ (વાઈસ-કેપ્ટન), સ્ટીવ સ્મિથ (વાઈસ-કેપ્ટન), સીન એબૉટ, સ્કૉટ બૉલેન્ડ, એલેક્સ કેરી, જૉશ ઈંગ્લિસ, ઉસ્માન ખ્વાજા, સેમ કૉન્સ્ટન્સ, માર્નસ લાબુશેન, નાથન લિયૉન, મિશેલ માર્શ, જાય રિચાર્ડસન, મિશેલ સ્ટાર્ક, બ્યૂ વેબસ્ટર.
આ પણ વાંચો