Kanu Desai: ખેડૂતોને દિવસે વીજળીને લઈને નાણામંત્રી કનુ દેસાઈની સૌથી મોટી જાહેરાત | Abp Asmita
રાજ્યના નાગરિકો માટે રાજ્ય સરકારે મહત્વની જાહેરાત કરી હતી. ઉર્જામંત્રી કનુભાઈ દેસાઈએ ફ્યુઅલ ચાર્જમાં ઘટાડો કરવાની જાહેરાત કરી હતી. વીજળીના ફ્યુઅલ ચાર્જમાં યુનિટ દીઠ 40 પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. ફ્યુઅલ ચાર્જમાં ઘટાડાથી રાજ્યના નાગરિકોને મોટો ફાયદો થશે. ફ્યુઅલ ચાર્જ ઘટતા રાજ્યના નાગરિકોને 1120 કરોડનો ફાયદો થશે. વીજ નિયમન વિનિયોગે ફ્યુઅલ ચાર્જમાં ઘટાડો કર્યો હતો.
ઉર્જામંત્રી કનુભાઈ દેસાઈએ માહિતી આપી હતી કે રાજ્યના 12 હજાર ગામમાં દિવસ દરમિયાન ખેડૂતોને વીજળી મળે છે. સવારે 5થી 1 અને સવારે 8થી 4 વાગ્યાના સ્લોટમાં વીજળી અપાય છે. રાજ્યમાં માત્ર 4 ટકા ગામ જ દિવસે વીજળીથી વિહોણા છે.
તેમણે કહ્યું હતું કે 17 હજાર 193 ગામમાં વીજળી આપવામાં આવી છે. માત્ર 632 ગામ સિવાય તમામ ગામડાઓમાં કિસાન સૂર્યોદય યોજના લાગુ કરવામાં આવી છે. બનાસકાંઠા,દ્વારકાના કેટલાક ગામોમાં સૂર્યોદય યોજના બાકી છે. 12 હજાર ગામમાં દિવસે 8થી 4 વાગ્યા સુધી વીજળી અપાતો હોવાનો તેમણે દાવો કર્યો હતો. ઉર્જામંત્રીએ કહ્યું હતું કે 11 હજાર 927 ગામને ફૂલ દિવસે જ વીજળી આપવામાં આવે છે. રાજ્યમાં માત્ર 4 ટકા ગામોને જ ખેતી માટે દિવસે વીજળી મળતી નથી.