(Source: ECI/ABP News/ABP Majha)
World Liver Day 2024: લિવરમાં જમા થયેલી ગંદકીને સાફ કરવા ખાવ આ પાંચ વસ્તુઓ
World Liver Day 2024:વર્લ્ડ લિવર ડે દર વર્ષે 19 એપ્રિલે ઉજવવામાં આવે છે. લિવર એ શરીરનું એક અંગ છે જે ઘણા મહત્વપૂર્ણ કાર્યો કરે છે
World Liver Day 2024: લિવર એ શરીરનો ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ છે. લિવર ખોરાકને પચાવવાનું, લોહીને ફિલ્ટર કરવાનું, વિટામિન ડીને એક્ટિવ કરવાનું, સુગર લેવલને સંતુલિત રાખવાનું અને ઘણા જરૂરી મિનરલ્સ અને વિટામિન્સનો સંગ્રહ કરવાનું કામ કરે છે. એવું કહી શકાય કે એકંદર આરોગ્ય જાળવવા માટે લિવરનું સ્વસ્થ હોવું ખૂબ જ જરૂરી છે. લિવરમાં ગંદકી જમા થવી અથવા કોઈપણ પ્રકારની ખામી તેની કાર્યક્ષમતાને અસર કરે છે.
વર્લ્ડ લિવર ડે દર વર્ષે 19 એપ્રિલે ઉજવવામાં આવે છે. લિવર એ શરીરનું એક અંગ છે જે ઘણા મહત્વપૂર્ણ કાર્યો કરે છે. તેમાં કોઈપણ પ્રકારની ખામી એકંદર આરોગ્યને અસર કરી શકે છે. તેથી તેને સ્વસ્થ રાખવું ખૂબ જ જરૂરી છે. સમય-સમય પર લિવરને ડિટોક્સ કરીને તમે ઘણી ગંભીર બીમારીઓથી સુરક્ષિત રહી શકો છો. જેના માટે આ વસ્તુઓને તમારા આહારમાં સામેલ કરો.
લિવરમાં જમા થયેલી ગંદકી એલર્જી, કબજિયાત, પાચન અને થાક જેવી અનેક સમસ્યાઓનું કારણ બની શકે છે. જો આ સમસ્યાઓ લાંબા સમય સુધી ચાલુ રહે છે, તો હેપેટાઇટિસ, સિરોસિસ, કમળો અને કેન્સર જેવા ગંભીર રોગોનું જોખમ વધી જાય છે, તેથી, સમય-સમય પર લિવરને ડિટોક્સ કરવું જરૂરી છે. ખોરાકમાં કેટલીક વસ્તુઓનો સમાવેશ કરીને લિવરને કુદરતી રીતે ડિટોક્સ કરી શકાય છે. ચાલો જાણીએ કેવી રીતે.
લિવરને ડિટોક્સ કરવાની રીતો
- હળદર
હળદરમાં હાજર કરક્યૂમિન લિવર કોશિકાઓને રિપેર કરે છે અને તેમાં જમા થયેલી ગંદકીને દૂર કરવાનું કામ કરે છે. લિવરમાં જમા થયેલી ચરબીને દૂર કરવામાં પણ હળદરનું સેવન અસરકારક છે.
- લીલા પાંદડાવાળા શાકભાજી
લીલા પાંદડાવાળા શાકભાજીમાં અનેક પ્રકારના ગુણ હોય છે. જે લોહીમાં રહેલી ગંદકીને શોષવાનું કામ કરે છે. લિવરની ગંદકીને સાફ કરવા માટે ખાસ કરીને પાલક, સરસવ અને ધાણાને તમારા આહારમાં સામેલ કરો.
- સાઇટ્રસ ફળો
સાઇટ્રસ ફળોમાં વિટામિન સી સારી માત્રામાં હોય છે, જે ન માત્ર રોગપ્રતિકારક શક્તિ વધારે છે પરંતુ શરીરને ડિટોક્સ કરવામાં પણ મદદ કરે છે. આ માટે આહારમાં દ્રાક્ષ, નારંગી, લીંબુ જેવા ફળોનો સમાવેશ કરો. આમાં હાજર એન્ટી-ઓક્સીડેન્ટ્સ લિવરના સોજાને ઘટાડે છે.
- લસણ
લસણમાં સલ્ફર હોય છે, જે લિવરને ગંદકીથી સાફ કરે છે અને તેનું કામ યોગ્ય રીતે કરવામાં સક્ષમ બનાવે છે. આ ઉપરાંત, તેમાં સેલેનિયમ પણ છે, જે એક મિનરલ્સ છે જે ઝેરી પદાર્થોને દૂર કરે છે.
ગ્રીન ટી
લિવરને સાફ કરવામાં પણ ગ્રીન ટી ખૂબ જ ફાયદાકારક છે. તેમાં પ્લાન્ટ-આધારિત એન્ટી-ઓક્સીડેન્ટ હોય છે, જેને કેટેચિન તરીકે ઓળખવામાં આવે છે, જે માત્ર લિવરના ફંક્શનમાં મદદ કરતું નથી પરંતુ વધારાની ચરબી પણ ઘટાડે છે.