અત્રે ઉલ્લેખનીય છે કે, આશાબેન પટેલે ધારાસભ્ય પદેથી અને કોંગ્રેસના સભ્યપદેથી રાજીનામું આપી દીધું હતું. કોંગ્રેસને મોકલેલા રાજીનામાંના પત્રમાં આશાબેને લખ્યું છે કે, રાહુલજીનું નેતૃત્વ નિષ્ફળ ગયું છે જ્યારે વડાપ્રધાન મોદીએ સવર્ણોને 10 ટકા અનામત આપી છે ત્યારે કોંગ્રેસને નાતિ-જાતિને લડાવવામાં રસ છે.
3/4
છેલ્લા કેટલાય દિવસોથી નારાજ ચાલી રહેલા કોંગ્રેસના ધારાસભ્ય આશાબેન પટેલે ધારાસભ્યપદેથી રાજીનામું આપ્યું હતું. રાજીનામાં બાદ ઊંઝામાં કાર્યકરોમાં રોષ ફાટી નીકળ્યો હતો. ઊંઝામાં આશાબેન પટેલનું પૂતળા દહન પણ કરાયું હતું જ્યારે અજાણ્યા શખ્સો દ્વારા બેનરની પણ તોડફોડ કરાઈ હતી. આ સમગ્ર ઘટના બાદ કાર્યાલય અને આશાબેનના ઘરે પોલીસને ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.
4/4
ઊંઝાઃ ઊંઝા બેઠક પરથી કોંગ્રેસના ધારાસભ્ય આશાબેન પટેલે ધારાસભ્યપદેથી રાજીનામું આપ્યાના થોડા કલાકોમાં જ કાર્યકરોમાં રોષ ફાટી નીકળ્યો હતો. શનિવારે સાંજે કેટલાક અજાણ્યા શખ્સોએ આશાબેનના કાર્યાલય પર તોડફોડ કરી હતી. આ ઘટનાની જાણ થતાં જ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. આશાબેનના નિવાસ અને કાર્યાલય પર પોલીસ બંધોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.