![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Hit and Run: હાઇવે પર રોડ ક્રોસ કરવા જતી મહિલાને કારે મારી ટક્કર, ઘટના સ્થળે જ મોત
મહેસાણા જિલ્લામાં હિટ એન્ડ રનની ત્રણ અલગ અલગ ઘટના બની છે. જેમાં ત્રણ લોકોનાં મોત થયા છે. મહેસાણા-અમદાવાદ હાઇવે પર મંડાલી પાટિયા પાસે રોડ ક્રોસ કરતી મહિલાને કાર ચાલકે ટક્કર મારી હતી અને બાદ કાર ચાલક ફરાર થઇ ગયો હતો. મહિલાને ગંભીર ઇજા થતાં તેનું ઘટના સ્થળે જ મોત થયુ હતું.
![Hit and Run: હાઇવે પર રોડ ક્રોસ કરવા જતી મહિલાને કારે મારી ટક્કર, ઘટના સ્થળે જ મોત 1 woman died in an accident when a car hit a woman on mahesana Ahmedabad road Hit and Run: હાઇવે પર રોડ ક્રોસ કરવા જતી મહિલાને કારે મારી ટક્કર, ઘટના સ્થળે જ મોત](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/11/15/6f2f43be0ae6659f1fb8ec28d65f9953166849609205581_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Mehsana Crime News: મહેસાણા જિલ્લામાં હિટ એન્ડ રનની ત્રણ અલગ અલગ ઘટના બની છે. જેમાં ત્રણ લોકોનાં મોત થયા છે. મહેસાણા-અમદાવાદ હાઇવે પર મંડાલી પાટિયા પાસે રોડ ક્રોસ કરતી મહિલાને કાર ચાલકે ટક્કર મારી હતી અને બાદ કાર ચાલક ફરાર થઇ ગયો હતો. મહિલાને ગંભીર ઇજા થતાં તેનું ઘટના સ્થળે જ મોત થયુ હતું. . જેમાં તેનું મોત થયું હતું. તો
તો બીજી તરફ ઉંઝા મહેસાણા હાઇવે પર રોડ ક્રોસ કરતા એક વ્યક્તિને અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતાં મોત થયું હતું. ઉલ્લખનિય છે કે, ત્રીજી ઘટનામ્ વિજાપુર હિંમતનગર હાઇવે પર દેવીપુરા ગામ પાટિયા પાસે રોડ ક્રોસ કરતા 33 વર્ષના યુવાને અજાણા વાહન ચાલક ટક્કર મારી હતી જેના કારણે યુવકને ગંભીર ઇજા થતાં યુવકનું મોત થયું હતું.
Crime News: ભાવનગરમાં ગોકુલ સોસાયટીના એક મકાનમાંથી ઝડપાયો શંકાસ્પદ વિસ્ફોટક જથ્થો
ભાવનગર શહેરના કાળિયા બીડ વિસ્તારમાં ગોકુસ સોસાયટીના રહેણાંક મકાનમાં મોટી માત્રામાં શંકાસ્પદ વિસ્ફોટક પદાર્થનો જથ્થો મળ આવતા પોલીસ તંત્ર દોડતું થયું છે.
ભાવનગર શહેરના કાળિયા બીડ વિસ્તારમાં મોટી માત્રામાં શંકાસ્પદ વિસ્ફોટક પદાર્થનો જથ્થો મળી આવ્યો છે.ભાવનગરના કાળિયાબીડ વિસ્તારના ગોકુલ નગર સોસાયટીનાં રહેણાંકી મકાનમાંથી જથ્થો મળી આવતા પોલીસ દોડતી થઇ ગઇ છે. ઘટનાની જાણ થતાં જ બોબ્મ ડિસ્પોઝલ, ડોગસ્કોડ, LCB, SOG સહિત DYSP નો કાફ્લો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને વધુ તપાસ હાથ ધરી છે.
Delhi Crime News: દેશની રાજધાની દિલ્હીના મહેરૌલી પોલીસ સ્ટેશન વિસ્તારની પોલીસે લગભગ 6 મહિના પહેલા થયેલી હત્યાના કેસનો ખુલાસો કરતા એક વ્યક્તિની ધરપકડ કરી છે જેનું નામ આફતાબ જણાવવામાં આવી રહ્યું છે. મળતી માહિતી મુજબ, આફતાબ અને શ્રદ્ધા નામની યુવતીની મિત્રતા મુંબઈના એક કોલ સેન્ટરમાં કામ કરતી વખતે થઈ હતી. મિત્રતા ધીરે ધીરે પ્રેમમાં બદલાઈ ગઈ, ત્યારબાદ પરિવારનો વિરોધ કરતા બંને દિલ્હી ભાગી ગયા.
શ્રદ્ધા શરૂઆતમાં તેના પિતા સાથે સંસ્કૃતિ એપાર્ટમેન્ટમાં રહેતી હતી. તેણીએ તેના પિતાને છોડી દીધા અને વસઈના દિવાન હોમમાં રહેતા આફતાબ સાથે લિવ-ઈન રિલેશનશિપમાં રહેવા લાગી. તે પછી બંને નાયગાંવમાં રહેવા લાગ્યા અને ત્યાંથી તે દિલ્હી ચાલ્યા ગયા. આ વાત તેના મિત્ર સહાધ્યાયી લક્ષ્મણ નાદર (20)ને ખબર હતી. નાદર પણ તેનો સહાધ્યાયી હતો, પછી તે થોડો સમય નાદર સાથે સંપર્કમાં પણ નહોતો.
પરિવાર સોશિયલ મીડિયા પરથી માહિતી મેળવતો હતો
શ્રદ્ધાના પરિવારજનો સોશિયલ મીડિયા દ્વારા તેના વિશે માહિતી મેળવતા હતા, પરંતુ જ્યારે સોશિયલ મીડિયા પર અપડેટ્સ બંધ થઈ ગયા, ત્યારે છોકરીના પિતા દિલ્હી પહોંચ્યા અને પુત્રી ન મળવા અંગે દિલ્હી પોલીસને ફરિયાદ કરી. શ્રદ્ધાના પિતાએ આરોપ લગાવ્યો હતો કે તેમની પુત્રી મુંબઈમાં કોલ સેન્ટરમાં કામ કરતી હતી, જ્યાં તેની મુલાકાત આફતાબ નામના વ્યક્તિ સાથે થઈ હતી. આ પછી બંનેની મિત્રતા ખૂબ જ ગાઢ બની અને બંને એકબીજાને પસંદ કરવા લાગ્યા, પરંતુ પરિવારના સભ્યો આ વાતથી ખુશ ન હતા. જેના કારણે તેણે તેનો વિરોધ કર્યો હતો. આ વિરોધને કારણે તેમની પુત્રી અને આફતાબ મુંબઈ છોડીને દિલ્હી આવી ગયા અને અહીં છતરપુર વિસ્તારમાં રહેવા લાગ્યા.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)