શોધખોળ કરો

ભારત દેશની 50 કરોડની યુવાશક્તિ સર્જી શકે છે ચમત્કાર: જગ્ગી વાસુદેવ સદગુરૂ

ભારતમાં 50 કરોડ યુવાનો છે. તે એક ચમત્કાર બની શકે તેમ છે. સદ્ગુરુ લોકશાહીમાં જીવવાનો અર્થ શું થાય તે વિશે જણાવે છે

સદ્‍ગુરુ: ભારતમાં 60 ટકાથી વધુ લોકો ત્રીસ વર્ષથી ઓછી ઉંમરના છે. 50 કરોડ યુવાનો એક જબરદસ્ત સંભાવના છે, પણ જો તેઓ સ્વસ્થ, તાલીમ પામેલા અને એકાગ્ર હોય તો જ. તે એક ચમત્કાર બની શકે તેમ છે. પૃથ્વી પરનો કોઈપણ દેશ જે ના કરી શકે, તે આ દેશ કરી શકે તેમ છે, કારણ કે અત્યારે તે આટલી વિશાળ સંભાવનાના ઉંબરે ઉભો છે.

સામાન્ય રીતે, જૂની પેઢી હંમેશા યુવાનો સાથે એવો વ્યવહાર કરવાનો પ્રયત્ન કરતી હોય છે કે જાણે તેઓ કોઈ પ્રકારનો રોગ છે જેને ઠીક કરવાની જરૂર છે અથવા જેને ઉપચારની જરૂર છે. યુવાનોને કોઈ ઉપચારની જરૂર નથી. તે વૃદ્ધો જેઓ જીવનથી દૂર થઈ ગયા છે તેમને ઉપચારની જરૂર છે. તો હંમેશા યુવાનો સાથે તેઓ કોઈ પ્રકારનો રોગ છે કે જેને સંભાળવાની જરૂર છે તે રીતે વ્યવહાર કરવાને બદલે, તમારે સમજવું જોઈએ કે યુવાનો માનવ સમાજના અન્ય કોઈપણ વર્ગ કરતાં ઘણાં વધુ જીવંત હોય છે. તે માત્ર એટલું જ છે કે, તેઓ ઉત્સાહ વગરની ઊર્જાની ચોક્કસ સ્થિતિમાં હોવાને કારણે, જો ત્યાં કોઈ પ્રેરણા ન હોય, જો યોગ્ય માર્ગદર્શન ન હોય, તો તે ખૂબ જ સરળતાથી નકારાત્મક બની જાય છે.

સૌથી મહત્વનું પાસું કે જેના તરફ આપણે ધ્યાન આપવાની જરૂર છે તે છે - યુવાનોમાં પ્રેરણાનો સંપૂર્ણ અભાવ. આનું કારણ એ છે કે શિક્ષણનું પ્રેરણાત્મક પાસું પૂરી રીતે નિષ્ક્રિય થઈ ગયું છે. પ્રેરણા વિના, કોઈપણ મનુષ્ય તે સીમાઓ કે જેમાં તે રહેતો હોય છે તેનાથી પરે જઈ શકતો નથી, પછી તે શારીરિક સીમાઓ હોય, માનસિક સીમાઓ હોય કે સામાજિક સીમાઓ હોય. મનુષ્ય જેમાં અત્યારે રહેતો હોય તે સીમાઓથી પરે જવાની

આકાંક્ષા માત્ર ત્યારે જ કરે છે જ્યારે તે પ્રેરિત થાય છે. તો જે રીતે આપણે આપણા યુવાનોને માહિતીપ્રદ શિક્ષણ પૂરું પાડવામાં આપણો સમય, સંસાધનો અને શક્તિઓ ખર્ચ કરી રહ્યા છીએ, તે જ રીતે આપણે લોકોને પ્રેરણા આપવા માટે પણ ચોક્કસ સમય, શક્તિ અને સંસાધનોનું રોકાણ કરવું પડશે.

આ દેશમાં સેંકડો પેઢીઓથી લોકો આવી જ સ્થિતિમાં જીવતા આવ્યા છે. હા, મહારાજાઓ પાસે સોનાની ચપ્પલો તથા હીરાના મુગટો અને બીજું ગમે તે હતું, પરંતુ આ દેશમાં પેઢીઓની પેઢીઓથી લોકો હંમેશાથી અત્યંત ગરીબીમાં જીવતા આવ્યા છે, અને હજુ પણ એવું જ છે. હું આ બાબતની ખૂબ જ પરવાહ છે કારણ કે હું જ્યાં પણ જાઉં છું, હું જોઉં છું કે લોકો વધુ પડતાં આત્મવિશ્વાસથી ભરેલા છે. "ઓહ, ભારત એક મહાસત્તા બનવા જઈ રહ્યું છે."

આપણે ભૂલી જઈએ છીએ કે આપણી પાસે મૂર્ખામીભરી ગડબડો કરવાનો લાંબો ઈતિહાસ છે. આપણે તેમાં શ્રેષ્ઠ છીએ! આપણે લગભગ કોઈપણ વસ્તુને ગડબડમાં ફેરવી શકીએ છીએ, શું એવું નથી? આપણે આવી વસ્તુઓ માટે સક્ષમ છીએ, ક્રિકેટ મેચથી લઈને કોઈપણ વસ્તુ સુધી – જે બિલકુલ આપણા હાથમાં જ હોય તે વસ્તુમાં પણ. તેથી, તે ખૂબ જ મહત્ત્વનું છે કે આપણે આમાં ગડબડ ન કરીએ કારણ કે જો આપણે તેને યોગ્ય રીતે સંભાળી લઈશું તો 50 કરોડ લોકોના જીવનમાં નાટ્યાત્મક પરિવર્તન આવી શકે છે.

જો આપણે આ વખતે સમૃદ્ધિની બસ પકડવી હોય, તો આપણે અમુક બાબતો અંગે સમજદારીથી કામ કરવું પડશે અને તેમાંથી એક છે આપણી પાસેના આટલા બધા યુવાનોનું ઘડતર કરવું, માવજત કરવી, માર્ગદર્શન આપવું, પ્રેરણા આપવી, તાલીમ આપવી અને એકાગ્રતા લાવવી. અને આ તેની મેળે નથી થવાનું.

ભારતના પચાસ સૌથી પ્રભાવશાળી લોકોમાં સ્થાન પામેલા, સદ્ગુરુ એક યોગી, દિવ્યદર્શી, યુગદ્રષ્ટા અને ન્યૂયોર્ક ટાઇમ્સના બેસ્ટ સેલિંગ લેખક છે. સદ્ગુરુને અસાધારણ અને વિશિષ્ટ સેવા માટે 2017માં ભારત સરકાર દ્વારા ભારતનો સર્વોચ્ચ વાર્ષિક નાગરિક પુરસ્કાર "પદ્મ વિભૂષણ" આપવામાં આવ્યો છે. સાથે તેઓ વિશ્વના સૌથી મોટા લોક અભિયાન, કોન્શિયસ પ્લેનેટ માટી બચાવોના સ્થાપક છે જે 3.91 અબજથી વધુ લોકો સુધી પહોંચ્યું છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 5 સિસ્ટમ સક્રીય, આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 5 સિસ્ટમ સક્રીય, આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે
National Flag Disposal Rules: 15 ઓગસ્ટના રોજ રસ્તા પર તિરંગો પડેલો મળે તો અહીં ફરિયાદ કરો.
National Flag Disposal Rules: 15 ઓગસ્ટના રોજ રસ્તા પર તિરંગો પડેલો મળે તો અહીં ફરિયાદ કરો.
ગંદકી, ફર્શ પર વિખરાયેલો સામાન અને અવ્યવસ્થા, બેંગલુરુમાં Zeptoનું વેરહાઉસ સીલ
ગંદકી, ફર્શ પર વિખરાયેલો સામાન અને અવ્યવસ્થા, બેંગલુરુમાં Zeptoનું વેરહાઉસ સીલ
8th Pay Commission: કર્મચારીઓને મળશે મોટી ભેટ! 3 મહિને વધશે DA, મિનિમમ પેન્શન 45,000 કરવાની માંગ 
8th Pay Commission: કર્મચારીઓને મળશે મોટી ભેટ! 3 મહિને વધશે DA, મિનિમમ પેન્શન 45,000 કરવાની માંગ 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
'તમામ સવાલોના જવાબો આપીશ', વિપક્ષના હોબાળા પર અમિત શાહની પ્રથમ પ્રતિક્રિયા
'તમામ સવાલોના જવાબો આપીશ', વિપક્ષના હોબાળા પર અમિત શાહની પ્રથમ પ્રતિક્રિયા
Rain Forecast: રાજ્યમાં આગામી 24 કલાકમાં ક્યાં વરસશે વરસાદ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
Rain Forecast: રાજ્યમાં આગામી 24 કલાકમાં ક્યાં વરસશે વરસાદ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
IND vs AFG: શું રદ્દ થઈ ગયો બાંગ્લાદેશ પ્રવાસ? BCCIએ ભારત-અફઘાનિસ્તાન ટી-20 સીરિઝની કરી જાહેરાત
IND vs AFG: શું રદ્દ થઈ ગયો બાંગ્લાદેશ પ્રવાસ? BCCIએ ભારત-અફઘાનિસ્તાન ટી-20 સીરિઝની કરી જાહેરાત
Gandhinagar: મંજૂરી વગર વિદેશ નહીં જઈ શકે સરકારી કર્મચારીઓ, જો આદેશ નહીં માનો તો થશે કાર્યવાહી
Gandhinagar: મંજૂરી વગર વિદેશ નહીં જઈ શકે સરકારી કર્મચારીઓ, જો આદેશ નહીં માનો તો થશે કાર્યવાહી
Gujrat Rain Forecast: રાજ્યના જિલ્લામાં આજે વરસશે વરસાદ, એલર્ટ જાહેર
Gujrat Rain Forecast: રાજ્યના જિલ્લામાં આજે વરસશે વરસાદ, એલર્ટ જાહેર
Mumbai Landslide: મુંબઈના કુર્લામાં ભૂસ્ખલન, 4-5 લોકો દટાયા હોવાની આશંકા, 2ના મોત
Mumbai Landslide: મુંબઈના કુર્લામાં ભૂસ્ખલન, 4-5 લોકો દટાયા હોવાની આશંકા, 2ના મોત
N Chandrasekaran Resign: ટાટા સન્સના ચેરમેન પદેથી એન.ચંદ્રશેખરને આપ્યું રાજીનામું
N Chandrasekaran Resign: ટાટા સન્સના ચેરમેન પદેથી એન.ચંદ્રશેખરને આપ્યું રાજીનામું
Embed widget