(Source: ECI/ABP News/ABP Majha)
Snake Bite: વલસાડના પારડીમાં સાપે ડંખ મારતા 6 વર્ષની બાળકીનું કરૂણ મોત
વલસાડ જિલ્લામાં વાલીઓ માટે લાલ બતી સમાન કિસ્સો સામે આવ્યો છે. પારડી ખાતે 6 વર્ષ ની બાળકીને રમતા રમતા સાપ કરડતા મોત નિપજ્યું છે.
વલસાડ જિલ્લામાં વાલીઓ માટે લાલ બતી સમાન કિસ્સો સામે આવ્યો છે. પારડી ખાતે 6 વર્ષ ની બાળકીને રમતા રમતા સાપ કરડતા મોત નિપજ્યું છે.
વલસાડ જિલ્લામાં વાલીઓ માટે લાલ બતી સમાન કિસ્સો સામે આવ્યો છે. પારડી ખાતે 6 વર્ષ ની બાળકીને રમતા રમતા સાપ કરડતા મોત નિપજ્યું છે. પારડી જીઆઇડીસીમાં વિષ્ણુ નગર ખાતે રહેતા મુસ્લિમ પરિવારની બાળકીને રમતા રમતા સાપ કરડ્યો હતો.
બાળકી ને સાપ કરડતા તાબડતોબ પારડી હોસ્પિટલ લઈ જવાઈ હતી જે બાદ વલસાડ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી જો કે અહીં બાળકી ને મૃત જાહેર કરાતા આખાય પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.
Surat News : સુવર્ણ જ્વેલર્સમાં ગ્રાહકના સ્વાંગમાં આવેલ ઠગ 12 લાખના દાગીના લઇને ફરાર
સુરતના અડાજણ વિસ્તારમાં સુવર્ણ જ્વેલર્સમાં ગ્રાહકના સ્વાગમાં 12 લાખના દાગીનાની કરી ચોરી. ઘટના સીસીટીવી કેમેરમાં કેદ થઇ છે.
સુરતમાં અડાજણ વિસ્તારમાં આવેલા સુર્વણ જ્વેલર્સમાં કોઇ અજાણી વ્યક્તિ ગ્રાહક બનીને આવી હતી અને ગ્રાહકના સ્વાંગ તે 12 લાખના દાગીનાની ચોરી કરી ફરાર થઇ ગઇ. સમગ્ર ઘટના સીસીસીટી કેમેરામાં થઇ ગયું છે.12 લાખના દાગીનામાં સોનાની ચેઇનો, સોનાની બ્રેસલેટ તથા સાઁનાની બુટ્ટી જેની કિમંત રૂપિયા-9.55.000 તથા સોનાના 11 જોડી બેબી બ્રેસલેટ જેનુ જેની કિમંત રૂપિયા- 2,59,0000નો સમાવેશ છે. અડાજણ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
Triple Talaq: પત્ની સાથે થયો દોઢ લાખનો સાયબર ફ્રૉડ, ગિન્નાયેલા પતિ બોલ્યો - તલાક, તલાક, તલાક.....
Triple Talaq Case: ઓડિશાના કેન્દ્રપારા જિલ્લામાંથી એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. અહીં એક વ્યક્તિએ તેને પોતાની પત્નીને ગેરકાયદેસર રીતે છૂટાછેડા એટલે કે તલાક આપી દીધા છે. પીડિતા પત્નીએ આ અંગે ફરિયાદ પણ નોંધાવી હતી, જે પછી પોલીસે મુસ્લિમ મહિલા (લગ્ન પરના અધિકારોનું રક્ષણ) અધિનિયમ, આઈપીસી અને દહેજ નિવારણ અધિનિયમની કલમો હેઠળ કેસ નોંધીને, આ કેસમાં આરોપીની ધરપકડ કરી લીધી હતી.
માહિતી મુજબ, ઓડિશાના કેન્દ્રપારા જિલ્લાની 32 વર્ષીય મહિલાએ 1લી એપ્રિલે જ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાવ્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, આ મહિલાના પતિએ તેને ગેરકાયદેસર રીતે તલાક આપી દીધા હતા. મહિલાનું કહેવું છે કે, જ્યારે તેને તેના પતિની સામે કબૂલાત કરી કે, તેને સાયબર ગુનેગારો દ્વારા 1.5 લાખ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી છે, ત્યારે તેના પતિએ તેને ત્રિપલ તલાક આપી દીધા હતા.
સાયબર ફ્રૉડમાં 1.5 લાખ ગુમાવ્યા તો આપી દીધા તલાક
દંપતીના લગ્ન 15 વર્ષ પહેલા લગ્ન થયા હતા, અને તેમને અત્યારે ત્રણ બાળકો પણ છે. પીડિતા પત્નીએ આરોપ લગાવ્યો છે કે, તેનો પતિ ગુજરાતમાં રહે છે અને જ્યારે તેને ખબર પડી કે તેણે સાયબર ફ્રૉડમાં 1.5 લાખ રૂપિયા ગુમાવ્યા છે, તો તેને 1લી એપ્રિલે ફોન પર તેને 'ત્રિપલ તલાક' આપી દીધા હતા. પત્નીએ ગેરકાયદેસર તલાક આપવાની સાથે દહેજ માટે ઉત્પીડનનો પણ આરોપ લગાવ્યો છે. જે બાદ પોલીસે આરોપી વિરુદ્ધ મુસ્લિમ મહિલા (લગ્નના અધિકારોનું રક્ષણ) એક્ટ કાયદા અને આઈપીસી અને દહેજ નિવારણ કાયદાની જુદીજુદી કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.
2017 માં લાગ્યો હતો ત્રિપલ તલાક પર પ્રતિબંધ
ઉલ્લેખનીય છે કે, વર્ષ 2017માં સુપ્રીમ કોર્ટે 'ત્રિપલ તલાક' પર પ્રતિબંધ મુક્યો હતો. તે ઇસ્લામના પવિત્ર પુસ્તક કુરાનના મૂળભૂત સિદ્ધાંતો અને ઇસ્લામિક કાયદા શરિયતનું ઉલ્લંઘન કરતું હોવાનું કહીને કોર્ટે તેના પર પ્રતિબંધ મુક્યો હતો. સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર, જો કોઈ વ્યક્તિ 'ત્રિપલ તલાક' આપે છે તો તેને ત્રણ વર્ષ સુધીની જેલ થઈ શકે છે.