શોધખોળ કરો
Advertisement
રાષ્ટ્રપતિ દ્વારા પોલીસ મેડલ જાહેર, જાણો ગુજરાતના ક્યા 13 પોલીસ અધિકારીઓને મળશે સન્માન
રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ પોલીસ ચંદ્રક મેળવનારને અભિનંદન પાઠવ્યા હતા
અમદાવાદઃ આવતી કાલે 15મી ઓગસ્ટ એટલે સ્વતંત્રતા દિવસ છે. સ્વતંત્રતા દિવસ નિમિતે રાષ્ટ્રપતિ ભવન ખાતે રાષ્ટ્રપતિના હાથે દેશ માટે આગવું યોગદાન આપનારા પોલીસ અધિકારીઓ અને જવાનોને મેડલ એનાયત કરવામાં આવશે. આ અધિકારીઓ અને જવાનોમાં 13 પોલીસ અધિકારી અને જવાનોનો સમાવેશ થાય છે. રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ પોલીસ ચંદ્રક મેળવનારને અભિનંદન પાઠવ્યા હતા. આઈબીના પીઆઈ શૈલેષ રાવલને વિશિષ્ટ સેવા પોલીસ મેડલથી સન્માનિત કરવામાં આવશે.
રાષ્ટ્રપતિ ભવન દ્ધારા દેશભરના કુલ 946 પોલીસ કર્મચારીઓનું સન્માન કરવામાં આવશે.જેમાં ગુજરાતના 13 પોલીસ કર્મચારીઓનું સન્માન કરવામાં આવશે. ગાંધીનગર પોલીસ ભવનમાં સીઆઇડી ઇન્ટેલિજન્સ પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા શૈલેષ રાવલને શ્રેષ્ઠ પોલીસ કામગીરી માટે રાષ્ટ્રપતિ મેડલથી સન્માનિત કરવામાં આવશે. જે પોલીસ અધિકારી અને જવાનને મેડલથી સન્માનિત કરવામાં આવશે તેમના નામ નીચે પ્રમાણે છે.
- પી એ ઝાલા ,Dysp ભાવનગર
- આર એલ સોલંકી , ,Dysp આણંદ
- બી ડી જાડેજા ,Dysp , આણંદ
- પી પી પરોજીયા, ,Dysp , વેસ્ટેર્ન રેલ્વે અમદાવાદ
- એ એમ પટેલ Dysp અમદાવાદ શહેર
- એસ એમ સૈયદ Dysp પુર્વ કચ્છ
- એમ એમ પટેલ Dysp , જામનગર
- એન આર સુથાર , પોલીસ વાયરલેસ સબ ઇન્સપેક્ટર
- લલિત કુમાર મકવાણા, પોલીસ સબ ઇન્સપેક્ટર મોટર ટ્રાંસપોર્ટ , વલસાડ
- ચેતનસિંહ રાઠવા , હેડ કોંસ્ટેબલ , અમદાવાદ
- સત્યપાલ તોમર , હેડ કોંસ્ટેબલ , સુરત
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દુનિયા
અમદાવાદ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion