શોધખોળ કરો
Advertisement
સુરતઃ 17 વર્ષની છોકરીને બબ્બે યુવક સાથે બંધાયા શારીરિક સંબંધ, ગર્ભવતી બનતાં બાળક કોનું એ જાણવા પોલીસ શું કરશે ?
છોકરીએ પોતાની સાથે કામ કરતા ગણેશ નામના યુવક સાથે વારંવાર શરીર સુખ માણ્યું હોવાનું કબૂલતાં પોલીસે પહેલાં ગણેશ સામે ફરિયાદ નોંધી હતી. જો કે હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ માતાએ પૂછતાં છોકરીએ એઝાઝ નામના વધુ એક યુવાન સાથે શરીર સંબંધ હોવાનું કબૂલ્યું હતું.
સુરતઃ સુરતના લીંબાયત વિસ્તારમાં રહેતી અને ગર્ભવતી બનેલી 17 વર્ષીય કિશોરીના પેટમાં કોનું બાળક છે એ મુદ્દે ડીએનએ ટેસ્ટ કરવાનો પોલીસે નિર્ણય લીધો છે કેમ કે આ છોકરીને બે યુવકો સાથે શારિરિક સંબધ હતા. છોકરીએ સાથે કામ કરતા ગણેશ ઉપરાંત એઝાઝ નામના યુવાન સાથે પણ શરીર સંબંધ બાંધ્યા હતા. છોકરીની તબિયત બગડતાં તેને હોસ્પિટલમાં દાખલ કરાતાં તે ગર્ભવતી હોવાનું બહાર આવ્યું હતું.
છોકરીએ પોતાની સાથે કામ કરતા ગણેશ નામના યુવક સાથે વારંવાર શરીર સુખ માણ્યું હોવાનું કબૂલતાં પોલીસે પહેલાં ગણેશ સામે ફરિયાદ નોંધી હતી. જો કે હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ માતાએ પૂછતાં છોકરીએ એઝાઝ નામના વધુ એક યુવાન સાથે શરીર સંબંધ હોવાનું કબૂલ્યું હતું. તેના કારણે પોલીસે છોકરી સાથે બે વાર શરીર સંબંધ બાંધનાર આ યુવાન સામે પણ લીંબાયત પોલીસે ગુનો નોંધ્યો છે. હવે આ બંનેમાંથી છોકરીના પેટમાં કોનો ગર્ભ છે તે માટે ડીએનએ ટેસ્ટ કરાશે.
મૂળ તાપી જીલ્લાની વતની અને સુરતના લીંબાયત વિસ્તારમાં રહેતી 42 વર્ષીય મહિલાના પતિનું અવસાન પાંચ માસ અગાઉ થયું હતું. છૂટક મજૂરીકામ કરતી મહિલાએ વતનમાં દિયરના ઘરે રહેતી સૌથી મોટી 17 વર્ષની પુત્રીને સુરત બોલાવી દીધી હતી.
આ છોકરી મહાનગરપાલિકાના કચરાના ટ્રેકટર પર કોન્ટ્રાકટ હેઠળ કામ ઉપર જતી હતી. 10 ડીસેમ્બરે સાંજે છોકરીને પેટમાં દુઃખાવો ઉપડ્યો હતો અને ઉલ્ટી થતા તેની માતા સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં લઈ ગઈ હતી. સારવાર દરમિયાન તબીયત વધુ બગડતા ડોકટરે સોનોગ્રાફી કરતાં છોકરીના પેટમાં બે માસનો ગર્ભ હોવાનો ખુલાસો થયો હતો. માતાએ પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, છોકરીને તેની સાથે કામ કરતો ગણેશ ગત ઓક્ટોબર માસમાં પોતાના ગોવિંદનગરના ઘરે લઈ ગયો હતો અને શરીર સંબંધ બાંધ્યો હતો. ત્યાર બાદ બંનેએ અવારનવાર શરીર સંબંધ બાંધતા તે ગર્ભવતી બની હતી. બનાવ અંગે માતાએ ગણેશ વિરૂધ્ધ લીંબાયત પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગણેશની ધરપકડ કરી હતી.
તરુણીને બે દિવસ અગાઉ સ્મીમેર હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. સગીરાને ઘરે લાવી તેની માતાએ ફરી પૂછપરછ કરતા તેણે ઘર નજીક રહેતા એઝાઝ શેખ સાથે પણ ગત ઓક્ટોબર માસમાં જ બે વખત શરીર સંબંધ બાંધ્યાની કબૂલાત કરી હતી. એઝાઝ તેને લગ્નની લાલચ આપી ડુંભાલ ફાયર સ્ટેશનની સામે પૂજન પ્લાઝામાં આવેલા કોફી કેફેમાં બે વખત લઈ ગયો હતો અને શરીર સંબંધ બાંધ્યો હતો. આ હકીકતના આધારે માતાએ એઝાઝ વિરૂધ્ધ લીંબાયત પોલીસ મથકમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. વધુ તપાસ પીએસઆઈ આર.ડી.નિનામા કરી રહ્યા છે. લીંબાયત પોલીસ હવે ડીએનએ ટેસ્ટ કરાવશે. કેમકે તરુણીએ બંને યુવાન સાથે ગત ઓક્ટોબર માસમાં જ શરીર સંબંધ બાંધ્યો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
દુનિયા
ક્રિકેટ
Advertisement