શોધખોળ કરો
રૂપાણી સરકારે કોરોના સામે લડવા ક્યા નિવૃત્ત થયેલા અધિકારીને પાછા લાવવા પડ્યા ? જાણો શું સોંપી જવાબદારી ?
ગુજરાતમાં કોરોનાના કેસોની સંખ્યા સતત વધી રહી છે. ગુજરાતમાં પણ અમદાવાદમાં કોરોનાના કેસો સૌથી વધારે છે

ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોનાના કેસોની સંખ્યા સતત વધી રહી છે. ગુજરાતમાં પણ અમદાવાદમાં કોરોનાના કેસો સૌથી વધારે છે અને આ પૈકી સૌથી વધુ કેસ અસારવા ખાતે આવેલી સિવિલ હોસ્પિટલમાં છે. આ કેસોને પહોંચી વળવામાં સિવિલ હોસ્પિટલનું તંત્ર અસરકારક સાબિત નહીં થયું હોવાની ફરિયાદો વચ્ચે ગુજરાત સરકારે અમદાવાદમાં સિવિલ સુપરિટેન્ડન્ટ એમ.એમ.પ્રભાકરને પાછા બોલાવ્યા છે. ગુજરાત સરકારે થોડા સમય પહેલાં નિવૃત થયેલા પ્રભાકરને સિવિલ હોસ્પિટલની જવાબદારી સોંપી છે. કોરોના વાયરસ સામેના વધતા કેસો વચ્ચે એમ.એમ.પ્રભાકર સિવિલ હોસ્પિટલના વડા તરીકે કામગીરી કરશે. ડો. પ્રભાકરની નિવૃત્તિ પછી સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડેન્ટ તરીકે ડો. ગુણવંત રાઠોડ નિમાયા હતા. જો કે ડો. ગુણવંત રાઠોડના પુત્રને કોરોના પોઝોટિવ આવતાં ડો. રાઠોડ હોમ કોરન્ટીન થયા હતા. આ કારણે સિવિલ હોસ્પિટલનો કાર્યભાર બે અધિકારીને સોંપાયો હતો પણ તે અસરકારક કામગદીરી ના બજાવી શકતાં છેવટે ડો. પ્રભાકરને પાછા લાવવા પડ્યા છે. ડો. પ્રભાકરે સિવિલ હોસ્પિટલમાં વરસો સુધી વડા તરીકે સેવા આપી હતી.
વધુ વાંચો























