શોધખોળ કરો
Advertisement
અમદાવાદઃ પોશ વિસ્તારની હોટલના રૂમમાં 4 યુવક ને 3 યુવતી શું કરી રહ્યાં હતાં ને પોલીસ ત્રાટકી ?
થલતેજ બ્રિજની બાજુમાં આવેલી બિનોરી હોટેલમાં કેટલાક યુવક-યુવતી દારૂની મહેફીલ માણતા હોવાની માહિતી સોલા પોલીસને મળી હતી.
અમદાવાદઃ અમદાવાદના થલતેજમાં આવેલી એક હોટલમાંથી પોલીસે 7 યુવક-યુવતીને ઝડપ્યાં છે. આ 7 યુવક-યુવતી બિનોરી હોટેલમાં બર્થડેની ઉજવણી દરમિયાન દારૂની મહેફીલ માણી રહ્યાં હતાં.
થલતેજ બ્રિજની બાજુમાં આવેલી બિનોરી હોટેલમાં કેટલાક યુવક-યુવતી દારૂની મહેફીલ માણતા હોવાની માહિતી સોલા પોલીસને મળી હતી. પોલીસ બિનોરી હોટેલ પર પહોંચી ત્યારે રૂમ નંબર 508માંથી ભારે શોરબકોરનો અવાજ આવતો હતો. તપાસ કરતા રૂમમાંથી ત્રણ યુવતી અને ચાર યુવકો મળી આવ્યા હતા.
પોલીસે તપાસ કરતાં ચારેય યુવકો દારૂના નશામાં હોવાનું બહાર આવ્યું હતું. યુવકોની ઓળખ વેજલપુરમાં રહેતા ફેનીલ આર.પટેલ, મકરબા રોડ પર રહોતા સાહિલ એસ.વોરા, આનંદનગર રોડ પર રહેતા કલરવ બી.મિસ્ત્રી અને વેજલપુરમાં રહેતા જયનીલ એ.ચૌહાણ તરીકે થઈ છે. ત્રણેય યુવતીઓએ નશો કર્યો ન હોવાનું બહાર આવ્યું હતું.
ફેનીલ આઈટી એન્જીનીયરીંગનો અભ્યાસ કરે છે જ્યારે કલરવ મિકેનીકલ, જયનીલ કોમ્પ્યુટર અને સાહિલ સિવિલ એન્જીનીયરીંગનો અભ્યાસ કરે છે એમ પોલીસે જણાવ્યું હતું. સાહિલનો બર્થડે હોવાથી તમામ દારૂની મહેફિલ માણવા એકઠા થયા હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
દુનિયા
ક્રિકેટ
Advertisement