શોધખોળ કરો
Advertisement
અમદાવાદના આ વિસ્તારમાં કોરોનાએ મચાવ્યો કાળો કેર, એક સાથે 8 સોસાયટીઓમાં લદાયું સંપૂર્ણ લોકડાઉન
અમદાવાદમાં સૌથી વધુ અસર વસ્ત્રાલ વિસ્તારમાં જોવા મળી છે. વસ્ત્રાલની આઠ સોસાયટીઓને માઇક્રો કન્ટેન્ટમેન્ટમાં મૂકવામાં આવી છે. માઇક્રો કન્ટેન્ટમેન્ટ જાહેર થતાં આ વિસ્તારમાં સંપૂર્ણ લોકડાઉન લાગી ગયું છે.
અમદાવાદઃ શહેરમાં કોરોનાએ ફરીથી માથું ઊંચક્યું છે અને શહેરમાં કોરોનાના એક્ટિવ કેસો 3 હજારને પાર થઈ ગયા છે. એટલું જ નહીં, અમદાવાદમાં સતત વધતા જતા માઈક્રો કન્ટેનમેન્ટ ચિંતાજનક છે. ગઈ કાલે 24 સ્થળોને માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. જ્યારે તેની સામે 28 સ્થળો માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં ઉમેરવામાં આવ્યા હતા.
અમદાવાદમાં સૌથી વધુ અસર વસ્ત્રાલ વિસ્તારમાં જોવા મળી છે. વસ્ત્રાલની આઠ સોસાયટીઓને માઇક્રો કન્ટેન્ટમેન્ટમાં મૂકવામાં આવી છે. માઇક્રો કન્ટેન્ટમેન્ટ જાહેર થતાં આ વિસ્તારમાં સંપૂર્ણ લોકડાઉન લાગી ગયું છે. જેથી લોકો આ સોસાયટીઓમાં અવર-જવર કરી શકશે. નહીં. આ ઉપરાંત ઘોડાસર સ્થિત એવલોન 1 સ્કીમમાં 1385 રહીશો માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં મુકવામાં આવ્યા છે.
વસ્ત્રાલની આઠ સોસાટીની વાત કરીએ તો અત્રી રેસિડેન્સીના એ અને બી બ્લોક, સામ્રાજ્ય ટેનામેન્ટના ઘર નંબર 25થી 35, સુરમ્ય એલિગેન્સના આઇ અને એચ બ્લોક, ઓમ એફોર્ડનો બી બ્લોક, અયોધ્યા પાર્કના બી-1થી બી-12 , શિવ મંદિરનો એ બ્લોક, યમુના પ્ર્કના ઘર નંબર 1થી 50 અને માનસરોવર હાઇટ્સનો એ બ્લોક સંપૂર્ણ લોકડાઉન જાહેર કરાયો છે. આ ઉપરાંત ચાંદલોડિયાની ચાર સોસાયટી પણ માઇક્રો કન્ટેન્મેન્ટમાં મુકવામાં આવી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
ક્રિકેટ
દુનિયા
દેશ
Advertisement