Ahmedabad : સિલાઇ મશીન રિપેર કરવા આવેલા કારીગરે યુવતી પર બગાડી નજર, પરાણે માણ્યું શરીરસુખ ને પછી...
મહિલાની ફરિયાદ છે કે, સિલાઈ મશીન રિપેર કરવા આવેલા ઈસમે તેના પર નજર બગાડી હતી તેમજ તેની સાથે પરાણે શારીરિક સંબંધ બાંધ્યા હતા.
અમદાવાદઃ શહેરમાં વધુ એક બળાત્કારની ઘટના સામે આવી છે. રામોલ પોલીસ સ્ટેશનમાં મહિલાએ સિલાઇ મશીનના કારીગર સામે બળાત્કાર ગુજાર્યો હોવાની ફરિયાદ નોંધાવતા ખભળાટ મચી ગયો છે. મહિલાની ફરિયાદ છે કે, સિલાઈ મશીન રિપેર કરવા આવેલા ઈસમે તેના પર નજર બગાડી હતી તેમજ તેની સાથે પરાણે શારીરિક સંબંધ બાંધ્યા હતા. એટલું જ નહીં, મહિલાને આ અંગે કોઈને ન કહેવા માટે ધમકી પણ આપી હતી. જોકે, બળાત્કારનો ભોગ બનનાર મહિલાએ હિંમત કરીને રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતાં પોલીસે આરોપીની ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.
અન્ય એક ઘટનામાં ગઈ કાલે રિવરફ્રન્ટ પર બે મહિના પહેલા થયેલી યુવતીની હત્યા કેસમાં ચોંકાવનારી વિગતો સામે આવી હતી. યુવતીની હત્યા બીજા કોઈએ નહીં, પરંતુ તેના જ પ્રેમીએ ધડાકો થયો છે. પ્રેમીના અન્ય યુવતી સાથે પ્રેમસંબંધની જાણ થતાં બંને વચ્ચે મગજ મારી થઈ હતી. એટલું જ નહીં, યુવતીએ પ્રેમીને સંબંધ રાખવા દબાણ કર્યું હતું. તેમજ પ્રેમસંબંધ ન રાખે તો બળાત્કારના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી. જોકે, આ પ્રણય ત્રિકોણનો કરુણ અંજામ આવ્યો હતો અને પ્રેમીએ પ્રેમિકાની ક્રુરતાપૂર્વક હત્યા કરી નાંખી હતી.
પ્રેમિકાની હત્યા કરનારા હોમગાર્ડ જવાનની પોલીસે ધરપકડ કરી લીધી છે. પ્રેમિકાની હત્યા કરીને આરોપીએ રિવરફ્રન્ટમાં મૃતદેહ ફેંક્યો હતો. અમદાવાદમાં ફરી એક વખત અનૈતિક સંબંધમાં હત્યાનો ખુલાસો થયો છે. બે માસ પહેલા રિવરફ્રન્ટમાં હત્યા કરેલી હાલતમાં મળેલી મહિલાના મૃતદેહનો ભેદ ઉકેલીને ક્રાઇમ બ્રાન્ચે આરોપીની ધરપકડ કરી છે.
આરોપી હિતેષ શ્રીમાણીએ પોતાની પ્રેમિકા મનીષા ચૌધરીની હત્યા કરીને મૃતદેહ રિવરફ્રન્ટમાં ફેંકી દીધો હતો. પ્રેમિકા તેની સાથે સબંધ રાખવા દબાણ કરતી હતી અને જો સંબંધ નહિ રાખે તો દુષ્કર્મની ફરિયાદ કરવાની ધમકી અને રૂ 10 લાખની માંગણી કરતી હતી. જેથી કંટાળીને આરોપીએ પ્રેમિકાનું કાસળ કાઢવાનું ષડ્યંત્ર રચ્યું અને પ્રેમિકાને એક્ટિવા પર રીવરફ્રન્ટ ફરવા જવાનું કહીને પથ્થરથી માથું છુદીને હત્યા કરી હતી.
આ દરમિયાન હિતેષે અન્ય સ્ત્રી સાથે પ્રેમ સંબંધ શરૂ કર્યો, જેની જાણ મનીષા ને થતા બન્ને વચ્ચે ઉગ્ર તકરાર થઈ અને મનીષાએ ધમકી આપતા આરોપીએ હત્યા કરી નાંખી હતી. ત્રિકોણીય પ્રેમ સંબંધ અને અનૈતિક સંબંધનો કરુણ અંજામ આવ્યો છે. હોમગાર્ડ જવાનને 3 સ્ત્રીઓ સાથે સબંધ રાખવો ભારે પડ્યો અને હત્યા કેસમાં જેલ હવાલે થયો છે. હાલ ક્રાઇમ બ્રાન્ચે આરોપીની ધરપકડ કરીને વધુ પૂછપરછ શરૂ કરી છે.