અમદાવાદમાં ગુંડાઓનો ઉત્પાત, રખિયાલમાં મોડી રાત્રે એક મકાન પર ટોળાનો હુમલો
શહેરના રખિયાલ વિસ્તારમાં ગત મોડીરાત્રે અજિત રેસિડન્સીના બી- 106 નંબરમાં રહેતા સલમાન ખાનના મકાન પર મોડી રાત્રે ટોળાએ હુમલો કર્યો હતો

અમદાવાદમાં ગુંડાઓને કાયદાનો ડર નથી રહ્યો. ગુનેગારો સામે પોલીસ ભલે અસરકારક કામગીરીના દાવા કરતી હોય પણ વાસ્તવિક સ્થિતિ અલગ છે. પોલીસની કાર્યવાહીની ગુનેગારો પર કોઈ અસર જ નથી. અમદાવાદમાં ગુંડારાજ હજુ પણ યથાવત છે. શહેરના રખિયાલ વિસ્તારમાં ગત મોડીરાત્રે અજિત રેસિડન્સીના બી- 106 નંબરમાં રહેતા સલમાન ખાનના મકાન પર મોડી રાત્રે ટોળાએ હુમલો કર્યો હતો.
સલખાન ખાન નામના વ્યકિતના મકાન પર ટોળાએ હુમલો કર્યો હતો. બાપુનગરમાં દાવતમાં થયેલી બોલાચાલી બાદ મોડીરાત્રે હુમલો કરવામાં આવ્યો હતો. ટોળાએ તલવાર, ચપ્પુ સાથે આતંક મચાવી મકાનને નુકસાન કર્યું છે. પથ્થરમારો કરતા ઘરવખરીને વ્યાપક નુકસાન થયું છે. સલમાન નામના વ્યકિતએ રખિયાલ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
બાપુનગરમાં દાવતમાં થયેલી બોલાચાલી બાદ મકાન પર ટોળાએ હુમલો કર્યો હતો. તલવાર, ચપ્પુ સાથે આવેલા ટોળાએ મકાનને નુકસાન કર્યું હતું. પથ્થરમારો અને તિક્ષ્ણ હથિયારથી હુમલામાં ઘરમાં રહેલા સામાનને વ્યાપક નુકસાન થયું હતું. સલમાન નામના વ્યકિતએ રખિયાલ પોલીસમાં ટોળા સામે ફરિયાદ નોંધાવી હતી. ઘટના બાદ પોલીસ પહોંચી અને ફરિયાદ નોંધી ગુંડાઓની શોધખોળ શરૂ કરી હતી.
નોંધનીય છે કે તાજેતરમાં જ અમદાવાદ છોડી છેલ્લા ચાર મહિનાથી ઉત્તર પ્રદેશ, પંજાબ અને દિલ્હીમાં નાસતા ફરતા મોહમ્મદ સરવરને ક્રાઈમ બ્રાન્ચે કલોલથી ઝડપી પાડ્યો હતો. છેલ્લા ચાર મહિનાથી ફરાર હોવાથી પોતાની પાસે રૂપિયા ખતમ થઈ જતા પરિવાર સાથે મુલાકાત અને રૂપિયા લેવા આવવાનો હોવાની ચોક્કસ માહિતી ક્રાઈમ બ્રાન્ચની ટીમને મળતા મોડી સાંજે કલોલ પાસેથી તેને ઝડપી લેવાયો હતો. ગત 18 ડિસેમ્બર 2024ના રોજ રાત્રી દરમિયાન વાયરલ થયેલા વીડિયોમાં સ્પષ્ટપણે દેખાતું હતું કે પોલીસની પીસીઆર વાનમાં હુમલો કરવામાં આવી રહ્યો હતો. જેમાં રખિયાલ પોલીસની આ પીસીઆરમાં રહેલા પોલીસકર્મી પર હુમલો કરવામાં આવ્યો. જે કેસમાં સ્થાનિક પોલીસે અત્યાર સુધીમાં 4 આરોપીઓની ધરપકડ કરી ચૂકી છે.
ATM કાર્ડની ચોરી કરી તેમાંથી પૈસા ઉપાડી લેવાના બનાવો સતત વધી રહ્યા છે. એટીએમની બહાર ઠગ ટોળકી વૃદ્ધોને પણ નિશાન બનાવતી હોય છે. કાગડાપીઠ પોલીસ અમદાવાદ દ્વારા ATM મશીન રુમમાંથી ATMની ચોરી કરી બાદમાં કાર્ડથી પૈસા ઉપાડતા આરોપીની 176 ATM કાર્ડ સાથે ધરપકડ કરવામાં આવી છે.




















