શોધખોળ કરો

Ahmedabad: ધર્માંતરણ બાદ પણ જનજાતિ તરીકેનો લાભ લેતા લોકો સામે આદિવાસી સમાજે કરી લાલ આંખ, અમદાવાદમાં યોજી વિશાળ રેલી

અમદાવાદ: જનજાતિ સુરક્ષા મંચ દ્વારા આદે અમદાવાદમાં એક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આદિવાસીમાંથી ધર્માંતરિત થયા પછી પણ જનજાતિ તરીકે લાભ લેનાર વ્યક્તિઓને અનુસુચિત જનજાતિની યાદીમાંથી દૂર કરાવવા માટે આ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે.

અમદાવાદ: જનજાતિ સુરક્ષા મંચ દ્વારા આદે અમદાવાદમાં એક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આદિવાસીમાંથી ધર્માંતરિત થયા પછી પણ જનજાતિ તરીકે લાભ લેનાર વ્યક્તિઓને અનુસુચિત જનજાતિની યાદીમાંથી દૂર કરાવવા માટે આ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે.  "સિંહગર્જના" ડી-લિસ્ટીંગ મહારેલીનું આયોજન આજે રિવરફ્રન્ટ ખાતે કરવામાં આવ્યું છે.

સામે આવેલી વિગતો અનુસાર ગુજરાતમાંથી લગભગ એક લાખ જનજાતિ સમુદાયના લોકો આ રેલીમાં ભાગ લેશે. આદિવાસી સમુદાયના પ્રતિનિધિઓ જગન્નાથ મંદિર દર્શન કરી રેલીની શરૂઆત કરાવશે. આદિવાસીમાંથી ઈસાઈ, મુસ્લિમ ધર્મ અંગિકાર કરનારને લાભો ન આપવાની માગ કરવામાં આવી રહી છે. ધર્માતરણ બાદ અનુસૂચિત જનજાતિના લાભો ન આપવાનો કાયદો બનાવવાની પણ માગ કરવામાં આવી છે.

ધર્માતરિત વ્યક્તિઓને અનુસૂચિત જનજાતિની યાદીમાંથી કાઢવા બંધારણીય રાહે પગલા લેવાની માગ કરવામાં આવી છે. સાબરમતી રિવરફ્રન્ટ પર રાજ્યભરમાંથી આદિવાસીઓ પહોંચી રહ્યાં છે. NID બ્રિજ, દધીચી બ્રિજ અને રાણીપથી રેલી સ્વરૂપે આદિવાસી લોકો સભા સ્થળે પહોંચશે. મહારેલી બાદ સભા સ્થળે હજારો આદિવાસીઓને સંબોધન કરાશે. સાબરમતી રિવરફ્રન્ટના ગ્રાઉન્ડ પર વિશાળ મંચ તૈયાર કરવામાં આવી રહ્યું છે. અંગ્રેજોના સમયથી આદિવાસી સમાજને છેતરીને ધર્મ પરિવર્તન કરાતું હોવાના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે.

સિવિલ હોસ્પિટલમાં ભગવાકરણ

રાજકોટ: સિવિલ હોસ્પિટલમાં ભગવાકરણનો મામલો સામે આવ્યો છે. હકિકતમાં સિવિલ હોસ્પિટલના સ્ટ્રેચરમાં અચાનક સફેદને બદલે ભગવો કલર કરવામાં આવતા વિવાદ સર્જાયો છે. 150 જેટલાં સ્ટ્રેચરમાં એકાએક ભગવો કેસરી કલર લગાવવાનું શરૂ કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે, સ્ટ્રેચરનો કલર મોટે ભાગે સફેદ જ઼ હોઈ છે પરંતુ અહીં પરિવર્તનની લહેર જોવા મળી છે. તો બીજી તરફ વિવાદ વધતા ઇન્ચાર્જ સિવિલના સુપ્રીટેન્ડેટએ બચાવ કરતા કહ્યું કે,  આ પ્રાઇમર કલર છે ઉપર સફેદ કલર લાગશે. મીડિયા સુધી વાત પહોંચતા ભગવા કલરને પડતો મુકાયાની વાત વહેતી થઈ છે.

તો આ મામલે મેડિકલ ઓફિસર એ.વી.રામાણીનું નિવેદન સામે આવ્યું છે. સ્ટ્રેચર દર્દીઓના સગા અન્ય વોર્ડમાં દર્દીને લઈ જતા અને પાછા સ્ટ્રેચર આપતા નહિ. સ્ટેચરનો કલર સરકારી નિયમ મુજબ સફેદ જ હોય, પરંતુ અમારા સિનિયર નર્સ દ્વારા કલર બદલવાનો નિર્ણય કર્યો હતો. સફેદને બદલે ભગવો કરવામાં આવ્યો તેની પાછળ કારણ એટલું જ હતું કે અમારા સ્ટ્રેચર ખોવાઈ ન જાય એટલો જ હતો. સ્ટ્રેચર દર્દીના સગાને લઈને જવા પાછળ કારણ એ છે કે પૂરતો સ્ટાફ નથી.

તો બીજી તરફ કોંગ્રેસના નેતા મહેશ રાજપૂત ઘટનાની જાણ થતા સિવિલ હોસ્પિટલમાં પહોંચ્યા હતા. સિવિલમાં સ્ટ્રેચર ભગવા રંગને લઈને રાજકારણ ગરમાયું છે, મધ્યમ વર્ગના લોકોને દેવાતી સાયકલ પણ ભગવા રંગની હતી. મહેશ રાજપૂતે કહ્યું કે,  આવતા દિવસોની અંદર દર્દીઓને લગાવવાના પાટા અને દવા પણ ભગવી હશે. તો આ મામલે મેડિકલ અધિકારીએ કહ્યું કે, આ અમારી ભૂલ છે. સામાન્ય રીતે સફેદ કલરનું જ સ્ટેચર હોય છે. સ્ટેચ્યર ગુમ ન થાય તે માટે અમે ભગવો કલર કર્યો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 
Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ખૂટ્યું ખાતર?Hun To Bolish : હું તો બોલીશ : પોસ્ટમોર્ટમAmreli Farmer: અમરેલી જિલ્લામાં ખાતરની અછત! બગસરામાં 360 બેગ ખાતર માટે ખેડૂતોએ કરી પડાપડીRajkot News: જેતપુર યાર્ડમાં મગફળીથી છલકાયું, બજાર કરતા સારા ભાવથી ખેડૂતો ખુશ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 
Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 
Surat: સુરત ક્રાઈમ બ્રાન્ચે લાખોની કિંમતના એમડી ડ્રગ્સ સાથે બે આરોપીઓને ઝડપી લીધા
Surat: સુરત ક્રાઈમ બ્રાન્ચે લાખોની કિંમતના એમડી ડ્રગ્સ સાથે બે આરોપીઓને ઝડપી લીધા
આ મ્યુચ્યુઅલ ફંડે રોકાણકારોને બનાવ્યા કરોડપતિ, 10 લાખના બની ગયા 7 કરોડ 
આ મ્યુચ્યુઅલ ફંડે રોકાણકારોને બનાવ્યા કરોડપતિ, 10 લાખના બની ગયા 7 કરોડ 
336 દિવસની વેલિડિટી સાથે BSNLનો પ્લાન,  કિંમત જાણી ચોંકી જશો
336 દિવસની વેલિડિટી સાથે BSNLનો પ્લાન, કિંમત જાણી ચોંકી જશો
Gandhinagar: હવે ખેતરમાં નહીં પલળે ખેડૂતોનો પાક, રાજ્ય સરકારે આ યોજનાની રકમમાં કર્યો મોટો વધારો
Gandhinagar: હવે ખેતરમાં નહીં પલળે ખેડૂતોનો પાક, રાજ્ય સરકારે આ યોજનાની રકમમાં કર્યો મોટો વધારો
Embed widget