World Cup 2023: વર્લ્ડ કપને લઈને શરુ કરવામાં આવી મુંબઈથી અમદાવાદ સુધી સુપરફાસ્ટ સ્પેશ્યલ ટ્રેન
World Cup 2023: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 19 નવેમ્બરે વર્લ્ડકપની ફાઇનલ રમાવાની છે. ફાઈનલને લઈને સમગ્ર દેશભરમાંથી ક્રિકેટ ફેન્સ અમદાવાદ આવશે. જેને લઈને પશ્ચિમ રેલવે દ્વારા ક્રિકેટ ચાહકો માટે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.
World Cup 2023: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 19 નવેમ્બરે વર્લ્ડકપની ફાઇનલ રમાવાની છે. ફાઈનલને લઈને સમગ્ર દેશભરમાંથી ક્રિકેટ ફેન્સ અમદાવાદ આવશે. જેને લઈને પશ્ચિમ રેલવે દ્વારા ક્રિકેટ ચાહકો માટે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. પશ્ચિમ રેલવે દ્વારા મુંબઈથી અમદાવાદ સુધી સુપરફાસ્ટ સ્પેશ્યલ શરૂ કરાઇ છે. મુંબઈ સેન્ટ્રલ- અમદાવાદ,બાંદ્રા ટર્મિનસ- અમદાવાદ અને છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ - અમદાવાદ સુપરફાસ્ટ ટ્રેન દોડશે.
વિશેષ ભાડા સાથે ટ્રેનનું આયોજન કરવામાં આવ્યું છે.
ટ્રેન નંબર 09001/02 બાંદ્રા ટર્મિનસ-અમદાવાદ-બાંદ્રા ટર્મિનસ સુપરફાસ્ટ સ્પેશ્યલ
સમય શનિવાર 18 નવેમ્બર 23.45 કલાકે ઉપડશે અને 19 નવેમ્બરે 7.20 કલાકે અમદાવાદ પહોંચશે
ટ્રેન નંબર 09002 સોમવાર 20 નવેમ્બરે અમદાવાદથી સાંજે 4 કલાકે ઉપડશે
09002 રાત્રે 12.10 કલાકે બાંદ્રા પહોંચશે
ટ્રેન દાદર,બોરીવલી,પાલઘર,વાપી,વલસાડ,નવસારી,સુરત અને વડોદરા રોકાશે.
ટ્રેન 09049/50 મુંબઈ સેન્ટ્રલ -અમદાવાદ-મુંબઈ સેન્ટ્રલ
18 નવેમ્બરે રાત્રે 11.55 કલાકે ઉપડશે
19 નવેમ્બરે સવારે 8.45 કલાકે અમદાવાદ પહોંચશે
09050 અમદાવાદ-મુંબઈ ટ્રેન 20 નવેમ્બરે સવારે 6.20 કલાકે ઉપડશે
20 નવેમ્બરે બપોરે 2.10 કલાકે મુંબઈ સેન્ટ્રલ પહોંચશે
ટ્રેન નંબર 01153/54 csmt-અમદાવાદ સુપરફાસ્ટ સ્પેશ્યલ
01153 સ્પેશ્યલ ટ્રેન 18 નવેમ્બરે રાત્રે 11.30 કલાકે મુંબઈથી ઉપડશે
19 નવેમ્બરે ટ્રેન સવારે 6.40 કલાકે અમદાવાદ પહોંચશે
ટ્રેન નંબર 01154 ટ્રેન 20 નવેમ્બરે સવારે બપોરે 1.45 કલાકે ઉપડશે
ટ્રેન 20 નવેમ્બરે રાત્રે 10.35 કલાકે મુંબઈ પહોંચશે
તમામ ટ્રેન માટે બુકીંગ 18 નવેમ્બરથી તમામ કાઉન્ટર અને irctc વેબસાઈટ પર ખુલશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદમાં રમાનારી વર્લ્ડકપની ફાઇનલ મેચ જોવા આવશે. દરમિયાન ઓસ્ટ્રેલિયાના નાયબ વડાપ્રધાન પીએમ મોદી સાથે હાજર રહેશે. વડાપ્રધાન કાર્યાલય (પીએમઓ) એ મેચ જોવાનું આમંત્રણ સ્વીકાર્યું છે.
તે સિવાય ક્રિકેટ વિશ્વકપની ફાઇનલ મેચમાં અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સેલિબ્રિટિનો જમાવડો જોવા મળશે. પૂર્વ ક્રિકેટરો, બોલિવૂડ, હોલિવૂડ અને સ્પોર્ટ્સ જગતના વૈશ્વિક સિતારાઓ મેચ જોવા પહોંચશે. સાથે જ ધોની સહિતના ભારતીય ક્રિકેટ ટીમના અત્યાર સુધીના તમામ પૂર્વ કેપ્ટનોને પણ આમંત્રણ અપાયું છે. તો વડાપ્રધાન નરેદ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ પણ ઉપસ્થિત રહેશે. ઓસ્ટ્રેલિયાના ડેપ્યુટી પીએમ પણ ફાઇનલ મેચમાં ઉપસ્થિત રહે તેવી શક્યતા છે.
ભારતીય ટીમ અમદાવાદ આવી ગઇ છે અને ઓસ્ટ્રેલિયાની ટીમ આજે અમદાવાદ આવશે. ત્યારે ભારતીય અને ઓસ્ટ્રેલિયા ટીમના કેપ્ટન અને ટીમ સાબરમતી રિવરક્રૂઝ પર ડિનર લઈ શકે છે. સાથે જ સાબરમતી રિવરફ્રન્ટના અટલ ફૂટ ઓવરબ્રિજની પણ મુલાકાત લે તેવી શક્યતા છે. બંને ટીમના કેપ્ટન રિવરક્રૂઝ પર આવવાના છે. જેના માટે ચુસ્ત પોલીસ-બંદોબસ્ત સાબરમતી નદી અને રિવરફ્રન્ટ પર ગોઠવવામાં આવશે. .અમદાવાદમાં યોજાનાર ફાઈનલ મેચને લઇને ક્રિકેટરસિકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.
વિશ્વકપના સમાપન કાર્યક્રમાં ગરબા સહિતના પરંપરાગત નૃત્યો રજૂ કરાશે. 400થી પણ વધુ કલાકારો વિશ્વભરમાંથી આવેલા પ્રેક્ષકોનું મનોરંજન પૂરું પાડશે. કાર્યક્રમમાં પરફોર્મ કરનાર કલાકારો આજથી પ્રેક્ટિસ પણ શરૂ કરી છે. તો ભારતીય વાયુ સેનાનો એર શો યોજાશે. રિવરક્રૂઝ પર બંને ટીમના કેપ્ટન ગુજરાતી નાસ્તો- ખમણ, ઢોકળાં ખાઈ મોજ માણશે. હાલ આ મામલે રિવરફ્રન્ટ કોર્પોરેશનને પણ પત્ર લખીને જાણ કરવામાં આવી છે. અધિકારીઓના જણાવ્યા, હાલ સિક્યુરિટી સહિતની વ્યવસ્થા માટે મિટિંગ કરવામાં આવી રહી છે. આયોજન પ્રમાણે બધી વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે.
અહીં મહત્ત્વપૂર્ણ વાત એ છે કે અમદાવાદમાં આ મેચને લઇને ક્રિકેટરસિકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. ગઈકાલે ભારતીય ખેલાડીઓની એક ઝલક જોવા માટે હોટલ બહાર મોટી સંખ્યામાં લોકો ઊમટી પડ્યા હતા. ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્મા, વિરાટ કોહલી, રવીન્દ્ર જાડેજા, શુભમન ગિલ, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ, ઈશાન કિશન, કુલદીપ યાદવ, મોહંમદ સિરાજ, બુમરાહ સહિતના ખેલાડીઓ એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા. આ સાથે ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાનાં પત્ની રિવાબા જાડેજા પણ એરપોર્ટ ઉપર જોવા મળ્યાં હતાં. કેપ્ટન તેમની ટીમ સાથે બસમાં બેસી ITC નર્મદા હોટલ રોકાણ માટે રવાના થયા હતા. ત્યારે હોટલ બહાર ફેવરિટ પ્લેયરને જોવા ક્રિકેટરસિકો પડાપડી કરતાં જોવા મળ્યા હતા. ICCની ફાઇનલ મેચ દરમિયાન મનોરંજન માટે કાર્યક્રમનું આયોજન કરાયું છે. ગાયક કલાકારો સ્ટેડિયમમાં હાજર લોકોનું મનોરંજન કરશે. પ્રીતમ અને જોનીતા ગાંધી સહિત કુલ 6 જેટલા ગાયક કલાકાર પરફોર્મ કરશે.