Ahmedabad: અમદાવાદમાં CTM પાસે રસ્તો ઓળગંતી યુવતીને ડમ્પરે ટક્કર મારતા ઘટના સ્થળે જ મોત
અમદાવાદ: CTM પાસે અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં એક યુવતીનું મોત નિપજ્યું. અકસ્માત અંગે સામે આવેલી વિગતો અનુસાર CTM BRTS કોડિડોર પસાર કરતા સમયે મહિલાને ડમ્પરે અડફેટે લેતાં તેમનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું.
અમદાવાદ: શહેરના CTM પાસે અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં એક યુવતીનું મોત નિપજ્યું છે. આ અકસ્માત અંગે સામે આવેલી વિગતો અનુસાર CTM BRTS કોડિડોર પસાર કરતા સમયે મહિલાને કચરાના ડમ્પરે અડફેટે લેતાં તેમનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. મૃતકનું નામ જ્યોતિબેન પ્રજાપતિ છે અને તેમની ઉંમર 20 વર્ષની હતી. જ્યોતિબેન પ્રજાપતિ નોકરીથી પરત ફરતા હતા તે વખતે અકસ્માતનો ભોગ બન્યા. ઘટનાને પગલે મોટી સંખ્યાનાં લોકો એકઠા થઈ ગયા હતા.
અમદાવાદના ગોમતીપુરમાં જૂની અદાવતમાં યુવકની હત્યા
અમદાવાદના ગોમતીપુરમાં હત્યાનો બનાવ સામે આવ્યો છે. જુના ઝઘડાની અદાવતમાં આ હત્યા કરાઈ હોવાની વાત સામે આવી છે. ફરહાન નામના યુવકનું મોત થયું છે જ્યારે એક યુવક ગંભીર રીતે ઘાયલ થયો છે. આ મામલે બે શખ્સો સામે ફરિયાદ નોંધાઈ છે. ઈરફાન ઉર્ફે ગોલી અને સાકિલ નામના શખ્સે હત્યા કરી હોવાની વાત સામે આવી છે. હત્યા મામલે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.
પત્નીએ સંબંધ બાંધવાનો કર્યો ઇનકાર, પતિએ કુહાડીથી ગળુ કાપી ધડથી કર્યું અલગ
છત્તીસગઢના સૂરજપુરમાં નશામાં ધૂત યુવકે તેની પત્નીની કુહાડી મારી હત્યા કરી નાખી હતી. આરોપીએ પત્નીના ગળા પર કુહાડીથી એક પછી એક ત્રણ ઘા માર્યા હતા. જેના કારણે મહિલાનું માથું ધડથી અલગ થઈ ગયું હતું અને તેણીનું મૃત્યુ થયું હતું. દરમિયાન વચ્ચે બચાવવા આવેલા ભાઈને પણ યુવકને માર મારી ઈજા પહોંચાડી હતી. પત્નીની હત્યા કર્યા બાદ પતિ ઘરેથી ભાગી ગયો હતો. જોકે, પોલીસે આરોપીને શોધી કાઢી તેની ધરપકડ કરી હતી. આ ઘટના સોમવારે રાત્રે જયનગર પોલીસ સ્ટેશન વિસ્તારના કારવાણ ગામમાં બની હતી. 42 વર્ષીય પ્રાણસાય રાજવાડે સોમવારે રાત્રે નશામાં ધૂત થઈને ઘરે પહોંચ્યો હતો.
ઘરમાં તેની 28 વર્ષીય પત્ની લાલોબાઈ સાથે કોઈ વાતને લઈને ઝઘડો થયો હતો. પ્રાણસાયની માતા પ્રેમકુમારીએ તેમનો ઝઘડો સાંભળ્યો હતો અને બંને વચ્ચેના ઝઘડાને શાંત પાડ્યો. આ પછી પ્રાણસાયસ જમ્યા બાદ પોતાના રૂમમાં ગયો હતો. થોડી વાર પછી પરિવારે લાલોબાઈની ચીસો સાંભળી હતી. માતા પ્રેમાકુમારી અને પ્રાણસાયનો નાનો ભાઈ અર્જુન રૂમમાં પહોંચ્યા હતા. જ્યારે માતા અને ભાઈ રૂમમાં પહોંચ્યા ત્યારે તેઓએ જોયું કે પ્રાણસાય તેની પત્ની પર કુહાડીથી હુમલો કરી રહ્યો હતો. તેણે તેની પત્નીના ગળા પર કુહાડીથી ત્રણ ઘા માર્યા હતા. જેના કારણે માથું ધડથી અલગ થઈ ગયું હતું અને પત્ની લાલોબાઈનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. જ્યારે ભાઈએ તેને રોકવાનો પ્રયાસ કર્યો ત્યારે પ્રાણસાયે તેના પર હુમલો કર્યો અને તેને ઈજા પહોંચાડી ઘરમાંથી ભાગી ગયો હતો.