Hit And Run: અમદાવાદના દિલ્લી દરવાજા પાસે કાર ચાલકે મહિલાને અડફેટે લેતા મોત
Hit And Run: અમદાવાદના દિલ્લી દરવાજા પાસે હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. કાચ ચાલકે રોડ ક્રોસ કરેલી રહેલી મહીલાને અડફેટે લીધી હતી. જે બાદ મહીલાનુ સારવાર દરમિયાન મોત નિપજ્યું.
Hit And Run: અમદાવાદના દિલ્લી દરવાજા પાસે હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. કાચ ચાલકે રોડ ક્રોસ કરેલી રહેલી મહીલાને અડફેટે લીધી હતી. જે બાદ મહીલાનુ સારવાર દરમિયાન મોત નિપજ્યું. ટ્રાફિક એલ ડિવિઝન પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધી તપાસ શરુ કરી છે. અકસ્માતની ઘટનાને પગલે મોટી સંખ્યાાં લોકો એકઠા થઈ ગયા હતા.
રાજકોટની આ પ્રખ્યાત હોસ્પિટલમાં નોકરી કરતી નર્સે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો
રાજકોટ: શહેરની ખાનગી હોસ્પિટલમાં ફરજ બજાવતી નર્સએ આપઘાત કરી લીધો છે. વોકહાર્ટ હોસ્પીટલની હોસ્ટેલમાં રહેતી શ્રીમાળી નામની નર્સએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા અરેરાટી મચી ગઈ છે. યુવતી શ્રીમાળી માતા-પિતા વિહોણી હોવાનું સામે આવ્યું છે. શ્રીમાળી આગવ બાલાશ્રમમાં રહેતી હોવાનું સામે આવ્યું છે. જો કે, યુવતીએ આપઘાત શા માટે કર્યો તેની માહિતી સામે આવી નથી. આ નર્સ કેટલા સમયથી હોસ્પિટલ નોકરી કરતી હતી અને તેના આપઘાત કરવા પાછળનું કારણ જાણવા પોલીસે તપાસ શરુ કરી છે. ગાંધીગ્રામ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.
ડ્રાઈવર નર્મદા કેનાલમાં ખાબક્યો
તાપી: સોનગઢ તાલુકાના ઘોડા ગામ નજીક ડમ્પરમાંથી ડ્રાઇવર કેનાલમાં ખાબક્યો હતો. ડમ્પરમાં તાડપત્રી બાંધી રહ્યો હતો એ દરમ્યાન અકસ્માતમાં કેનાલમાં પડી જતા મોત નીપજ્યું છે. ડ્રાઇવર વીરેન્દ્ર ગામીતનો મૃતદેહ સોનગઢ નજીક કેનાલમાંથી બહાર કાઢી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અચાનક યુવકના મોતથી પરિવારામાં શોકનો માહોલ છવાયો છે.
બાવળા-ધોળકા રોડ પર અજાણ્યા લોકોએ એક વ્યક્તિ પર ફાયરિંગ કરી ઉતાર્યો મોતને ઘાટ
બાવળા-ધોળકા રોડ પર ફાયરિંગની ઘટના સામે આવી છે. અજાણ્યા શખ્સોએ એક વ્યક્તિ પર ફાયરિંગ કર્યું છે. આ ફાયરિંગમાં એક વ્યક્તિનું મોત થયું છે. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અરેરાટી મચી ગઈ છે. જો કે, આ હત્યા કેમ કરવામાં તેની માહિતી સામે આવી નથી.
જસદણમાં યુવકની તિક્ષ્ણ હથિયારના ઘા મારી કરવામાં આવી હત્યા
રાજકોટ: જિલ્લાના જસદણ તાલુકાના કનેસરા ગામે પોતાના ખેતરે પાણી વાળવા ગયેલા યુવકની લાશ મળી આવી છે. મહેશ કુકડીયા નામના યુવકની પોતાની જ વાડીમાંથી લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. તીક્ષ્ણ હથિયાર વડે માંથાના ભાગે ઈજા કરી હત્યા કરવામાં આવી હોવાની માહિતી સામે આવી છે. રાત્રિના સમયે પોતાની વાડીએ પાણી વાળવા ગયેલ યુવકને કોઈ અજાણી વ્યક્તિએ મોતને ઘાટ ઉતાર્યો હતો.
યુવક સવારના સમયે ઘરે પરત ન ફરતા મૃતકના માતા વાડીએ દોડી ગયા હતા. જે દકમિયાન ખાટલા પર મૃત હાલતમાં યુવકનો મૃતદેહ જોવા મળ્યો હતો. મૃતકની માતાને જાણ થતા પરીવારના અન્ય લોકોને આ અંગે જાણ કરવામાં આવી હતી. જે બાદ પરીવારના સભ્યોએ ભાડલા પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી. ભાડલા પોલીસ તપાસ હાથ ધરી છે અને જસદણ સરકારી હોસ્પિટલ ખાતે યુવકના મૃતદેહને પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો. જે બાદ ફોરેન્સી પી.એમ. માટે મૃતદેહને રાજકોટ લઈ જવામાં આવ્યો છે.