શોધખોળ કરો
Advertisement
અમદાવાદઃ મહિલાએ ડિવોર્સી યુવતીને પતિ સાથે શારીરિક સંબંધ રાખવા કહ્યું, યુવતીએ ઈન્કાર કરતાં શું કર્યું?
એક યુવતીએ પાડોશમાં રહેતી ડિવોર્સી યુવતીને પોતાના પતિ સાથે જ શારીરિંક સંબંધો બાંધવા કહ્યું હતું. ડિવોર્સી યુવતીએ ઈન્કાર કરી દેતાં પત્નિએ ડિવોર્સી યુવતી પર એસિડ ફેંકવાનો પ્રયાસ કર્યો હતો
અમદાવાદ: ઇસનપુર વિસ્તારમાં બનેલી એક વિચિત્ર ઘટનામાં એક યુવતીએ પાડોશમાં રહેતી ડિવોર્સી યુવતીને પોતાના પતિ સાથે જ શારીરિંક સંબંધો બાંધવા કહ્યું હતું. ડિવોર્સી યુવતીએ ઈન્કાર કરી દેતાં પત્નિએ ડિવોર્સી યુવતી પર એસિડ ફેંકવાનો પ્રયાસ કર્યો હતો. ડિવોર્સી યુવતીએ ફરિયાદ કરતાં ઇસનપુર પોલીસે પતિ-પત્ની સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
પોલીસ પાસેથી મળેલી માહિતી પ્રમાણે ઇસનપુર વિસ્તારમાં એક ફ્લેટમાં 38 વર્ષની યુવતી પતિ સાથે છૂટાછેડા લીધા પછી પોતાના તેના પુત્ર સાથે રહે છે. પાડોશમાં રહેતા પરિવાર સાથે આ ડિવોર્સી યુવતીને સારા સંબંધો હતા. પાડોશી પરિવારની મહિલાએ થોડા દિવસ પહેલાં ડિવોર્સી યુવતીને પોતાના પતિ સાથે શારીરિક સંબંધો રાખવા કહ્યું હતું. ડઘાઈ ગયેલી યુવતીએ ઈન્કાર કરી દીધો હતો અને સંબંધો કાપી નાંખ્યા હતા.
દરમિયાનમાં થોડા દિવસ પહેલા મહિલા ડિવોર્સી યુવતીના ઘરે આવી હતી. તેણે એવો પ્રશ્ન કર્યો હતો કે, તું મારા પતિ સાથે કેમ સંબંધ નથી રાખતી ? જો સંબંધ નહિ રાખે તો એસિડ ફેંકી ચહેરો બગાડી દઈશ તેવી ધમકી પણ આપીને મહિલાએ ગાળાગાળી કરી હતી.
ધુળેટીના દિવસે ફ્લેટના સભ્યો પાર્કિંગમાં ધૂળેટી રમતાં હતા ત્યારે પાડોશી મહિલા હાથમાં એસિડની બોટલ લઈને આવી હતી. તેણે ડિવોર્સી યુવતીને કહ્યું હતું કે, તને મેં મારા પતિ સાથે શારિરીક સંબંધ રાખવા કહ્યું તો કેમ નથી રાખ્યા? આમ કહી તેણે એસિડ ફેકવાનો પ્રયાસ કર્યો હતો. જો કે ડિવોર્સી યુવતી ત્યાંથી દોડી ઘરમાં જતી રહી હતી. એ પછી મહિલાના પતિએ પણ પોતાની સાથે શારીરિક સંબંધ રાખવા કહીને જાનથી મારી નાખવાની ધમકી આપી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
દેશ
ઓટો
Advertisement