શોધખોળ કરો
Advertisement
Covid19: અમદાવાદમાં નવા 99 કેસ નોંધાયા, શહેરમાં સંક્રમિત દર્દીની સંખ્યા 1101 પર પહોંચી
અમદાવાદમાં આજે વધુ નવા 99 કેસ નોંધાયા છે. અમદાવાદમાં જે નવા 99 કેસ આવ્યા છે તેમાંથી 77 કેસ હોટસ્પોટ વિસ્તારના છે.
અમદાવાદ: રાજ્યમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ગુજરાતમાં આજે નવા 139 કેસ નોંધાયા છે. કોરોનાના સૌથી વધુ કેસ અમદાવાદમાં છે. અમદાવાદમાં આજે વધુ નવા 99 કેસ નોંધાયા છે. અમદાવાદમાં જે નવા 99 કેસ આવ્યા છે તેમાંથી 77 કેસ હોટસ્પોટ વિસ્તારના છે. આ સાથે જ અમદાવાદમાં કુલ કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 1101 પર પહોંચી છે.
રાજ્યમાં આજે પાંચ લોકોના મોત થયા છે જેમાં ત્રણ લોકો અમદાવાદના છે. આ સાથે જ શહેરમાં મૃત્યુઆંક 32 પર પહોંચ્યો છે. રાજ્યના કુલ મૃત્યુઆંક 63 પર પહોંચ્યો છે.
અમદાવાદ શહેરમાં વધુ 99 કેસ નોંધાતા શહેરમાં કોરોના પોઝિટીવ કેસની કુલ સંખ્યા 1101 પર પહોંચી છે. સમગ્ર રાજ્યમાં કોરોના વાયરસના સૌથી વધુ કેસ અમદાવાદમાં છે. અમદાવાદમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા 1101 પર પહોંચી છે.
જયંતિ રવિએ જણાવ્યું હતુ કે, પોઝિટિવ આવતા દર્દીઓ પૈકી 80 ટકા દર્દીઓમાં કોઈ લક્ષણો જોવા મળતા નથી. અત્યાર સુધીમાં રાજ્યમાં 105 લોકોએ કોરોનાને મ્હાત આપી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ગુજરાત
દેશ
Advertisement