Ahmedabad: સાબરમતી નદીમાંથી એક જ દિવસમાં 4 મૃતદેહ મળી આવતા અરેરાટી
અમદાવાદ: સાબરમતી નદીમાં પાંચ અલગ અલગ બનાવમાં 4 મૃતદેહ મળી આવ્યા છે. સાબરમતી નદીમાથી ફાયર વિભાગે એક જ દિવસમાં 4 મૃતદેહ બહાર કાઢ્યા છે.
અમદાવાદ: સાબરમતી નદીમાં પાંચ અલગ અલગ બનાવમાં 4 મૃતદેહ મળી આવ્યા છે. સાબરમતી નદીમાથી ફાયર વિભાગે એક જ દિવસમાં 4 મૃતદેહ બહાર કાઢ્યા છે. શુક્રવાર સાંજથી શનિવાર સવાર સુધીમાં પાંચ અલગ અલગ બનાવો સામે આવ્યા છે. પાંચ કલાકમાં નદીના પાચ કૉલ મળ્યા હતા. પાંચ કોલમાં 4 મૃતદેહ બહાર કઢાયા છે. જ્યારે એક વ્યક્તિનો જીવ બચાવવામાં આવ્યો છે. ઉસ્માનપુરા ગાર્ડન, આંબેડકર બ્રિજ,સુભાષ બ્રિજ,એલિસ બ્રિજ પાસેથી મૃતદેહ મળી આવ્યા છે.
આંબેડકર બ્રિજ પાસે એક યુવકનો મૃતદેહ મળી આવ્યો છે. સુભાષ બ્રિજ નારાયણ ઘાટ પાસે અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો છે. સપ્તર્ષિના આરા પાસે એક યુવકનો મૃતદેહ મળી તપાસનો ધમધમાટ શરુ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ઉસમાનપુરા બગીચા પાસે પણ એક યુવકનો મૃતદેહ મળી આવ્યો છે. ફાયર બ્રિગેડે નદીમાંથી મૃતદેહ બહાર કાઢી પોલીસને સોંપ્યો છે.
તો બીજી કરફ એલિસ બ્રિજ ઉપરથી નદીમાં જંપલાવનાર યુવકને ફાયર બિગેડ બચાવી હોસ્પિટલે ખસેડ્યો છે. પાંચ બનાવમાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ ઉપરાંત તણાઈ આવેલા મૃતદેહ અલગ અલગ સ્થળોએ આવ્યા હોવાનું અનુમાન છે. સાબરમતી નદી સુસાઈડ પોઈન્ટ બની રહી છે.
બેટ દ્વારકા જતી ફેરી બોટ સર્વિસ બંધ
સમગ્ર રાજ્યની જેમ યાત્રાધામ દ્વારકામાં પણ કમોસમી વરસાદ પડ્યો છે. કમોસમી વરસાદ અને ભારે પવનના કારણે લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. દ્વારકાનાં માર્ગો પર પાણી ફરી વળ્યા છે. પવન અને વરસાદને લઇ યાત્રાધામ દ્વારકા અને ગ્રામ્ય વિસ્તારોમાં રોડ રસ્તા સુના સુના જોવા મળી રહ્યા છે. ભારે વરસાદથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે તો બીજી તરફ ભારે પવનના કારણે બેટ દ્વારકા જતી ફેરી બોટ સર્વિસ બંધ કરવામાં આવી છે.
હવામાન ખાતાની આગાહી અને વરસાદ સાથે બારે પવનનાં કારણે બેટ દ્વારકા જતી ફેરી બોટ સર્વિસ બંધ કરાઈ છે. પવનની ગતિને લઈને યાત્રિકોની સુરક્ષાને ધ્યાનમાં રાખી આ નિર્ણય લેવાયો છે. ગુજરાત મેરી ટાઇમ બોર્ડ દ્વારા ફેરીબોટ જેટી પર ઊભી ન રહી શકતી હોય સહિતનાં કારણોસર બોટ બંધ કરવાનો નિર્ણય કર્યો છે. બેટ દ્વારકા જતી ફેરી બોટ સર્વિસ હવામાન સારું થતાં જ ફરી શરું થઈ શકશે.
જામનગરના ધ્રોલમા છેલ્લા 2 કલાકમાં ધોધમાર વરસાદ વરસ્યો, સવારે 10 થી 12 કલાક વચ્ચે દોઢ ઇંચ વરસાદ ખાબક્યો છે.ધ્રોલમાં એકધારા વરસાદથી કેટલાક રસ્તાઓ પણ પાણી ફરી વાળ્યાં છે. ભર ચોમાસે જોવા મળતા દ્રશ્યો ઉનાળામાં ધ્રોલમાં જોવા મળ્યા હતા. હવામાન વિભાગની આગાહી મુજબ મોરબી,પોરબંદર,સુરેન્દ્રનગર,બોટાદ,પાટણ ,મહેસાણા,છોટાઉદેપુરમા પવનની 40 કિમી ઝડપની સાથે વરસાદ વરસવાનો અનુમામ છે.