(Source: ECI/ABP News/ABP Majha)
Ahmedabad : યુવતી રિસાઇ જતાં યુવકે તાંત્રિક પાસે કરાવી વિધિ ને પછી તો જે થયું તે..
યુવક પોતાની મહિલા મિત્ર સાથે મનદુખ થતા તાંત્રિક પાસે ગયો હતો. ૪૬ લાખ રૂપિયાની તાંત્રિક વિધિના નામે ઠગાઈ થઈ હતી. એક દંપતી અને ઢોંગી સામે ઘાટલોડિયામાં ફરિયાદ નોંધાઈ છે.
અમદાવાદઃ શહેરના એક યુવકે યુવતી સાથે મિત્રતા તૂટી જતાં તાંત્રિકનો સહારો લીધો હતો. જોકે, તાંત્રિકે વિધિ કરવાના નામે યુવક પાસેથી 46 લાખ રૂપિયા પડાવી લીધા હતા. આમ, છતાં પોતાનું કામ ન થતાં યુવકને છેતરાયો હોવાનું જણાયું હતું. ત્યારે યુવકને અંધશ્રદ્ધામાં લાખો રૂપિયા ખોવાનો વારો આવ્યો છે.
તાંત્રિકવિધિના નામે ઘાટલોડિયાના યુવક સાથે છેતરપિંડી કરવામાં આવી છે અને લાખો રૂપિયા ખોવાનો વારો આવ્યો છે. યુવક પોતાની મહિલા મિત્ર સાથે મનદુખ થતા તાંત્રિક પાસે ગયો હતો. ૪૬ લાખ રૂપિયાની તાંત્રિક વિધિના નામે ઠગાઈ થઈ હતી. એક દંપતી અને ઢોંગી સામે ઘાટલોડિયામાં ફરિયાદ નોંધાઈ છે.
પ્રેમીને મળવા પહોંચેલી યુવતી પર પ્રેમીના સાત ફૂટબોલ સાથીએ પ્રેમીની નજર સામે ગુજાર્યો સામૂહિક બળાત્કાર ને...........
ધનબાદઃ ઝારખંડના ધનબાદમાંથી વધુ એક સનસની કિસ્સો સામે આવ્યો છે. અહીં એક પ્રેમિકા પોતાના પ્રેમીને મળવા પહોંચે હતી, આ દરમિયાન તેના પર પ્રેમીના પ્રેમીના ફૂટબોલ સાથીએ પ્રેમીની નજર સામે સામૂહિક બળાત્કાર ગુજાર્યો હતો. આ કિસ્સો હાલ ટૉક ઓફ ધ ટાઉન બની ગયો છે. ખરેખરમાં, રાતના લગભગ આઠ વાગી રહ્યાં હતા, તે પોતાના પ્રેમીની સાથે વાત કરી રહી હતી, આ દરમિયાન યુવકોનુ એક ટોળુ ફૂટબૉલ રમીને પાછુ આવી રહ્યું હતુ. રસ્તામાં યુવકની સાથે યુવતીને પ્રેમલાપમાં ડુબેલી જોઇ તેની પણ નિયત બગડી અને તેને પ્રેમી યુવકની સામે પકડી લીધી. ત્યારબાદ સાત યુવકોએ વારાફરથી યુવતી સાથે સામૂહિક બળાત્કાર કર્યો હતો. ઘટનાના એક અઠવાડિયા બાદ પીડિત યુવતીએ પોલીસ ફરિયાદ કરી અને પોલીસે કાર્યવાહી કરતા સાતેય આરોપીઓની ધરપકડ કરી લીધી હતી. પોલીસ અનુસાર સાતેય આરોપીઓએ પોતાનો ગુનો કબુલ કરી લીધો છે. આ ઘટના ધનબાદ જિલ્લાના ટુંડી વિસ્તારની છે. જ્યાં બરવાઅડ્ડા વિસ્તારમાં પાંડે બરવા ગામની પીડિત યુવતીએ બુધવારે ટુંડી પોલીસમાં સાત યુવકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
પીડિતાએ બતાવ્યુ કે, ગઇ 19 ઓગસ્ટની રાત્રે આઠ વાગ્યાની આસપાસ ઘટનાના દિવસે તે પોતાના પ્રેમીને મળવા દક્ષિણ ટુંડી ગઇ હતી. ત્યાં ગામની પાઠળ એક મેદાનમાં રાત્રે બન્ને પ્રેમી-પ્રેમિકા બેસીને વાત કરી રહ્યાં હતા. આ બધાની વચ્ચે ટુંડી ગામના યુવકોનુ એક ટોળુ ફૂટબૉલ રમીને પરત આવી રહ્યું હતુ. બન્નેને પ્રેમલાપ કરતા જોઇને યુવકોની નિયત બગડી હતી.
યુવતીએ પોલીસને બતાવ્યુ કે તમામ યુવકો મળીને પહેલા બન્નેને મારવા લાગ્યા. આ પછી કૃષ્ણા અને છોટુ હેમ્બ્રસ જબરદસ્તી કરી ને બાજુમાં ઝાડીઓમાં લઇ ગયા, આ પછી સાતેય વારાફરથી તેની સાથે બળાત્કાર ગુજાર્યો હતો. આ દરમિયાન યુવકોએ પ્રેમીને પકડીને બાંધી રાખ્યો હતો. બન્નેએ ખુબ વિનંતી કરી પણ કોઇ માન્યુ નહીં. ઘટનાને અંજામ આપ્યા બાદ સાતેય યુવકો ભાગી ગયા હતા. બાદમાં યુવતીને હોશ આવ્યો ત્યારે તેના પ્રેમીએ તેને ઘરે પહોંચાડી હતી. યુવતીએ ફરિયાદમા લખ્યુ તેની શારીરિક સ્થિતિ ખુબ ગંભીર થઇ ગઇ હતી, એટલે કેસ નોંધાવવામાં મોડુ થયુ.
ઘટના બાદ યુવતીની સ્થિતિ બગડી ગઇ હતી, ઠીક થવા પર બુધવારે પહેલા તે બરવાઅડ્ડા પોલીસ સ્ટેશન પહોંચી હતી. ત્યાં ઇન્સ્પેક્ટર સુધીર પ્રસાદને યુવતીએ પુરેપુરી ઘટના સંભળાવી. ઘટના સ્થળ પર ટુંડી વિસ્તાર હોવાના કારણે ઇન્સ્પેક્ટર યુવતીને લઇને ટુંડી પોલીસની પાસે પહોંચ્યા હતા. કેસ નોંધીને ટુંડી પોલીસે આરોપીને લઇને ટુંડી પોલીસની પાસે પહોંચાડ્યા. કેસ નોંધીને પોલીસે ઉત્તમ મુર્મુ, લખિન્દ્ર ટુડૂ, ગૌતમ કુમાર, રમેશ હેમ્બ્રસ, કૃષ્ણા હેમ્બ્રસ, છોટૂ હેમ્બ્ર અને સિધુ હેમ્બ્રસનો પકડી પાડ્યા હતા.