![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
(Source: ECI/ABP News/ABP Majha)
Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ
Intermittent Fasting: વજન ઘટાડવા અને કોલેસ્ટ્રોલ અને સુગરને નિયંત્રિત કરવા માટે વિશ્વભરમાં વિવિધ પ્રકારના ફાસ્ટિંગનું ચલણ ઝડપથી વધી રહ્યું છે
![Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ Intermittent Fasting study says intermittent fasting linked to a 91 higher risk of cardiovascular Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/07/f6183a75ae094aa994ccb0b0b5c5f152172035335428374_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Intermittent Fasting: વજન ઘટાડવા અને કોલેસ્ટ્રોલ અને સુગરને નિયંત્રિત કરવા માટે વિશ્વભરમાં વિવિધ પ્રકારના ફાસ્ટિંગનું ચલણ ઝડપથી વધી રહ્યું છે. મોટી સંખ્યામાં લોકો ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ તરફ વળ્યા છે. આ ફાસ્ટિંગની એક પદ્ધતિ છે જેમાં ચોક્કસ સમય દરમિયાન પૌષ્ટિક વસ્તુઓનું સેવન કરવું પડે છે. ઉદાહરણ તરીકે, જો તમે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ કરો છો તો સલાહ આપવામાં આવે છે કે 24 કલાકમાં 16 કલાક ઉપવાસ કરો અને દર 8 કલાકે કંઈક હળવું ખાઓ. જો કે, એવું જરૂરી નથી કે આ પ્રકારના ફાસ્ટિંગ બધા લોકો માટે ફાયદાકારક હોય. તાજેતરના એક અભ્યાસમાં સંશોધકોએ ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગને લઈને મોટો દાવો કર્યો છે.
વૈજ્ઞાનિકોએ સંશોધનમાં જણાવ્યું હતું કે, જો કે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગને ઘણી રીતે ફાયદાકારક માનવામાં આવે છે, જો કે, જો તમને હૃદય રોગ હોય છે કો તમે આ પ્રકારના ઉપવાસ કરો છો તો તે જીવલેણ જોખમો વધારી શકે છે. સ્વાસ્થ્ય નિષ્ણાંતોએ ચેતવણી આપી છે કે કોઈ પણ પ્રકારના ફાસ્ટિંગને તમારી જાતે શરૂ ન કરો. તમારા સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને કોઈપણ ફાસ્ટિંગ પદ્ધતિ ડૉક્ટરની સલાહ પર જ અપનાવવી જોઈએ.
ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ પર સંશોધન
અમેરિકન હાર્ટ એસોસિએશનની કોન્ફરન્સમાં રજૂ કરાયેલ સંશોધન પેપરમાં ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ ઉપવાસને લઈને ઘણા પ્રશ્નો ઉભા થયા છે. હૃદયની સમસ્યાઓ ધરાવતા લોકો માટે આ પ્રકારના ફાસ્ટિંગથી કાર્ડિયોવેસ્ક્યુલર મૃત્યુનું જોખમ 91 ટકા વધી જાય છે, સમાચાર પ્રકાશનમાં જણાવાયું છે.
ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ અંગે અત્યાર સુધી કરવામાં આવેલા અભ્યાસના અહેવાલો તદ્દન વિરોધાભાસી જણાય છે. અગાઉના સંશોધનમાં કહેવામાં આવ્યું હતું કે ઉપવાસની આ પદ્ધતિ ઇન્સ્યુલિન સંવેદનશીલતા, બળતરા, સ્થૂળતા અને કોલેસ્ટ્રોલ જેવા હૃદય રોગના પરિબળોને ઘટાડવામાં ફાયદાકારક છે, જો કે તાજેતરના રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે આ પ્રકારના ફાસ્ટિંગ હૃદય રોગથી મોતના જોખમોને વધારી શકે છે
AHA ના રિપોર્ટની હાઇલાઇટ્સ
જો આપણે કોન્ફરન્સમાં રજૂ કરાયેલા સંશોધન પેપરના તારણો પર નજર કરીએ તો, તે સ્પષ્ટ થાય છે કે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ એવા લોકો માટે ગેરફાયદા હોઈ શકે છે જેઓ પહેલેથી જ અમુક પ્રકારની સ્વાસ્થ્ય સમસ્યાઓથી પીડાય છે. અભ્યાસો અનુસાર, તે હૃદય રોગ અથવા કેન્સરથી પીડિત લોકોમાં કાર્ડિયોવેસ્ક્યુલર મૃત્યુનું જોખમ પણ વધારી શકે છે. હૃદય રોગથી પીડિત લોકોમાં ફાસ્ટિંગની આ પદ્ધતિ હાર્ટ એટેક અથવા સ્ટ્રોકથી મૃત્યુનું જોખમ 66 ટકા વધારી શકે છે. જોકે, અભ્યાસના આ અહેવાલ સામે ઘણા નિષ્ણાતોએ વાંધો પણ વ્યક્ત કર્યો છે.
નિષ્ણાતોએ વાંધો વ્યક્ત કર્યો હતો
સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના મેડિસિન અને ન્યૂટ્રિશનિસ્ટના પ્રોફેસર ક્રિસ્ટોફર ગાર્ડનર પીએચડીના કહેવા પ્રમાણે આ તારણો સમય અગાઉ અને ભ્રામક છે. અભ્યાસ જૂથમાં જે લોકોને સામેલ કરવામાં આવ્યા હતા તેમાં પુરુષો, આફ્રિકન અમેરિકનો અને ધૂમ્રપાન કરનારાઓનો સમાવેશ થાય છે, જેમને પહેલાથી જ હૃદય રોગ અને મૃત્યુનું જોખમ વધારે જોવામાં આવ્યું છે
પ્રોફેસર ગાર્ડનરે કહ્યું હતું કે તે સિવાય તપાસકર્તાઓ પાસે શિફ્ટ વર્ક, સ્ટ્રેસ અને અન્ય ડેટાનો અભાવ છે, આવી સ્થિતિમાં ફક્ત ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગને મૃત્યુ માટે જોખમી પરિબળ ગણી શકાય નહીં.
સંશોધનની પ્રમાણિકતા પર સવાલ
પ્રખ્યાત કેનેડિયન નેફ્રોલોજિસ્ટ અને ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ પર પુસ્તક લખનારા ડૉ. જેસન ફંગે પણ રિસર્ચના રિપોર્ટ પર સવાલ ઉઠાવ્યા છે. તેમનું કહેવું છે કે, આ નિષ્કર્ષ કોઈ ચોક્કસ વસ્તીના પરિણામોના આધારે કાઢી શકાય નહીં. આની પુષ્ટી કરવા માટે વધુ અભ્યાસની જરૂર છે.
જો કે, એક વાત ચોક્કસ છે કે એ જરૂરી નથી કે કોઈપણ ફાસ્ટિંગની રીત બધા લોકો માટે યોગ્ય હોય, તેથી સંપૂર્ણ તપાસ અને તબીબી સલાહ વિના આવી પદ્ધતિઓ અપનાવવાનું ટાળવું જોઈએ.
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![gujarati.abplive.com](https://cdn.abplive.com/imagebank/editor.png)