Ahmedabad : 35 વર્ષીય પ્રોસ્ટિટ્યૂટ રાતે રોડ પર ગ્રાહકની રાહ જોઇને ઉભી હતી ને...
મૂળ કલકત્તાની રહેવાસી અને અમદાવાદના વટવા વિસ્તારમાં રહેતી 35 વર્ષીય યુવતી તેના મિત્ર સાથે લિવ ઇન રિલેશનશિપમાં રહેતી હતી. જ્યાં નારોલ સર્કલ ખાતે દેહવ્યાપારનું કામ કરતી હતી.
અમદાવાદઃ શહેરના વટવા વિસ્તારમાં રહેતી અને દેહવ્યાપાર કરતી યુવતીને બે અજાણ્યાં શખ્સો નારોલ સર્કલ નજીક જાહેરમાં છરીના ઘા મારી ફરાર થઈ ગયા હતા. ઇજાગ્રસ્ત યુવતીનું સારવાર દરમિયાન મોત નીપજતા પોલીસે હત્યાનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
ઘાયલ યુવતીને મિત્ર સારવાર માટે ખાનગી દવાખાનામાં લઈ ગયો હતો તેમજ સારવાર કરાવી ઘરે લઈ આવ્યો હતો. જોકે, બીજા દિવસે દુઃખાવો થતાં ખાનગી હોસ્પિટલમાં લઇ ગયા હતા. જ્યાંથી વધુ સારવાર માટે એલજી હોસ્પિટલમાં લઈ જતાં ડોકટરે મહિલાને મૃત જાહેર કરી હતી. સમગ્ર બાબતને છૂપાવવા માટે વટવા પોલીસ સ્ટેશનમાં મચ્છી સમારતા છરો વાગ્યો હોવાનું લખાવ્યું હતું. હોસ્પિટલના ડોકટરે કોઈએ છરીના ઘા માર્યા હોવાનું જણાવતા ઈસનપુર પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.
મૂળ કલકત્તાની રહેવાસી અને અમદાવાદના વટવા વિસ્તારમાં રહેતી 35 વર્ષીય યુવતી તેના મિત્ર સાથે લિવ ઇન રિલેશનશિપમાં રહેતી હતી. જ્યાં નારોલ સર્કલ ખાતે દેહવ્યાપારનું કામ કરતી હતી. 17 જુલાઈના રોજ રાતે 8 વાગ્યાની આસપાસ નારોલ સર્કલ નજીક યુવતી ઉભી હતી ત્યારે બાઇક પર બે અજાણ્યા શખ્સ આવ્યા હતા અને તીક્ષ્ણ હથિયારના ઘા મારીને હત્યા કરી નાંખી હતી.
મિત્ર તેને સારવાર માટે લઈ ગયો હતો. જોકે, તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. તપાસ કરનાર ડોકટરે છરીના ઘા વાગ્યા હોવાનું જણાવ્યુ હતું. જેથી ઈસનપુર પોલીસે તેના મિત્રને પૂછતાં સમગ્ર હકીકત બહાર આવી હતી. પોલીસે બે અજાણ્યાં શખ્સ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
કોરોનાની સંભવિત ત્રીજી લહેરને પગલે અમદાવાદ કોર્પોરેશન આવ્યું એક્શનમાં, શું લીધો મોટો નિર્ણય?
અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાની બીજી લહેર ધીમે ધીમે શાંત પડી રહી છે. જોકે, કોરોનાની ત્રીજી લહેરની સંભાવનાને પગલે અમદાવાદ કોર્પોરેશન ફરી એકવાર એક્શનમાં આવી ગયું છે. ત્રીજી લહેરની આશંકાને પગલે AMCએ તૈયારીઓ શરૂ કરી દીધી છે.
શહેરમાં રેપીડ એન્ટિજન ટેસ્ટ માટેના ડોમ ફરી ઉભા કરવામાં આવ્યા છે. બીજી લહેર સમયે કાઢી નાખવામાં આવેલા ડોમ ફરી શરૂ કરાયા છે. અગમચેતીના ભાગરૂપે શહેરમાં નહેરુનગર, વસ્ત્રાપુર, ગોતા, હેબતપુર, ઇન્કમટેક્સ વિસ્તારમાં ટેસ્ટિંગ ડોમ ઉભા કરવામાં આવ્યા છે.
ગુજરાતમાં કોરોનાના (Gujarat Corona Cases) કેસ ઘટી રહ્યા છે. છેલ્લા થોડા દિવસોથી એક પણ જિલ્લામાં ડબલ ડિજિટમાં કેસ નથી નોંધાયો. રાજ્યમાં કોરોનાની બીજી લહેરમાં (Coronavirus Second Wave) નવા કેસમાં સતત ઘટાડો છે. રાજ્યના ઘણા જિલ્લામાં શૂન્ય કેસ છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 29 કેસ નોંધાયા છે. દરમિયાન 24 કલાકમાં 61 દર્દીએ કોરોનાને માત આપી છે. જેને પગલે રાજ્યનો રિક્વરી રેટ (Recovery Rate) સુધરીને 98.73 ટકા થયો છે.