Accident: અમદાવાદમાં નશામાં ધૂત નબીરાનો અકસ્માત, આંબલી-બોપલ રૉડ પર 5-6 વાહનોને ઔડી કારથી ઢસેડ્યા
Ahmedabad Accident: અમદાવાદ શહેરમાં કાર ચાલક નશામાં ધૂત નબીરાઓનો આતંક સતત વધી રહ્યો છે
Ahmedabad Accident: અમદાવાદ શહેરમાં મોંઘીદાટ કારના ચાલકે ફરી એકવાર ભયંકર અકસ્માત સર્જ્યો હોવાની ઘટના સામે આવી છે. આ વખતે શહેરના આંબલી બોપલ રૉડ પર એક નશો કરીને કાર ચલાવનારા શખ્સે એક પછી એક પાંચ વાહનોને અડફેટે લીધા હતા. જોકે, કાર ચાલક એટલી હદે નશો કરીને આવ્યો હતો કે તે ત્યાંથી ભાગી ના શક્યો અને લોકોએ પકડીને મેથીપાક ચખાડ્યો હતો. હાલમાં આ નશામાં ધૂત યુવક પોલીસના શિકંજામાં છે.
અમદાવાદમાં એક કાર અકસ્માતથી લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે. આજે શહેરના આંબલી-બોપલ રૉડ પર ઓડી કારે અનેક વાહનોને લીધા અડફેટે લીધા, અને ગુસ્સે થયેલા ટોળાએ કારચાલકને માર માર્યો હતો. અમદાવાદમાં વધુ એક 'તથ્યકાંડ' થતા રહી ગયો હતો.
અમદાવાદ શહેરમાં કાર ચાલક નશામાં ધૂત નબીરાઓનો આતંક સતત વધી રહ્યો છે. આંબલી બોપલ રૉડ નબીરાએ અકસ્માત સર્જ્યો હતો. ઓડી કાર ચાલકે રૉડ પર પુરપાટ ઝડપે કાર દોડાવીને 4 થી 5 વાહનોને અડફેટે લીધા હતા. નબીરાઓ અનેક બાઈકોને પણ કચડ્યા હતા. નશામાં ધૂત અને સિગારેટ પીને કાર ચલાવી રહેલા શખ્સને ગુસ્સે ભરાયેલા ટોળાએ મેથીપાક ચખાડ્યો હતો. આ નશામાં ધૂત કાર ચાલક યુવકનું નામ રીપર પંચાલ છે, જેને GJ-18-BQ-6780 નંબરની ઔડી કારથી અકસ્માત સર્જ્યો હતો. આ રીપલ પંચાલ થલતેજનો રહેવાસી, જ્યાં તે તુલીપ બંગ્લોઝ નંબર 35માં રહે છે.
ઘટના સ્થળે હાજર વ્યક્તિએ જણાવ્યું કે, મારી કાર પણ અડફેટે લીધી હતી. બીજા વાહનોને પણ નુકસાન પહોંચાડ્યું છે. 100થી વધુની સ્પીડમાં કાર ચલાવી રહ્યો હતો. આ નબીરાઓને જ્યાં સુધી સજા નહીં થાય ત્યાં સુધી સુધરવાના નથી. કાર અથડાઈ તે બાદ કારમાં બેઠા-બેઠા સ્મોકિંગ કરી રહ્યો હતો. કારમાંથી બહાર કાઢ્યો તો સ્પ્રે લગાવતો હતો. તે રસ્તા પર વાંકીચૂકી ગાડી ચલાવી રહ્યો હતો. મારી ગાડીને ટક્કર માર્યા પછી આગળ એક્ટિવા પર જતી યુવતીને ટક્કર મારી હતી. તે વ્યક્તિ નશામાં હતો. તે કોઇ અલગ પ્રકારનો સ્પ્રે પણ નાંખી રહ્યો હતો. અમે પોલીસને જાણ કરી હતી. પોલીસને ફોન કર્યો અને પોલીસ આવી ત્યાં સુધીમાં 40 મિનિટ જેટલો સમય લાગ્યો હતો. આ દરમિયાન તેણે ફરી ગાડીને રેસ આપી અને અન્ય ત્રણ કારને નુકસાન પહોંચાડ્યું હતું. કેટલીક બાઇકને કચડી હતી. ભગવાનની દયા છે કે કોઇ જાનહાની થઇ નથી.