શોધખોળ કરો

Ahmedabad Blast 2008 : આરોપીઓને ફાંસીની સજા થતાં લોકોમાં ખુશીનો માહોલ, પીડિત પરિવારોએ ખવડાવી મીઠાઇ

અમદાવાદના 2008ના સિરીયલ બ્લાસ્ટના આરોપીઓને ફાંસીની સજા મામલે લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. પીડિત પરિવારોએ એકમે ને મીઠ્ઠાઈ ખવડાવી તેમજ  ફટાકડા ફોડી ઉજવણી કરી હતી.

અમદાવાદઃ અમદાવાદના 2008ના સિરીયલ બ્લાસ્ટના આરોપીઓને ફાંસીની સજા મામલે લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. પીડિત પરિવારોએ એકમે ને મીઠ્ઠાઈ ખવડાવી તેમજ  ફટાકડા ફોડી ઉજવણી કરી હતી. દેશના ઈતિહાસમા પ્રથમવાર ૩૮ આરોપીને ફાંસીની સજાને આવકાર્યો હતો. અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસમાં 49 દોષિતોને આજે કોર્ટ દ્વારા સજાનું એલાન કરાયું છે.  38 દોષિતોને ફાંસીની સજા ફટકારી છે. આરોપી નંબર ૧થી  ૧૬, ૧૮, ૨૭, ૨૮, 31, 36, 37, 38, 39, 40, 42, 44, 45, 47, 49, 63, ૬૯, ૭૦, ૭૫, ૭૮ને ફાંસીની સજા ફટકારવામાં આવી છે. 38 આરોપીને થયેલી ફાંસીની સજા બાદ કોર્ટનો બધો રેકોર્ડ હાઇકોર્ટ મોકલવા વિશેષ અદાલતનો આદેશ આપ્યો છે. 11 આરોપીને મૃત્યુ પર્યન્ત કેદની સજા સંભળાવવામાં આવી છે. મૃતકોને 1 લાખ, ગમભીર ઇજા પામેલાઓને 50 હજાર, ઓછી ઇજા પામેલા ઓ ને 25 હજાર વળતર ચૂકવવા હુકમ કર્યો છે. 

Ahmedabad Blast 2008 : આરોપીઓને ફાંસીની સજા થતાં લોકોમાં ખુશીનો માહોલ, પીડિત પરિવારોએ ખવડાવી મીઠાઇ

પ્રોસિક્યુશને દલીલ કરી હતી કે  આતંકી કૃત્ય છે, જે સાબિત થયું છે.  રેરેસ્ટ ઓફ રેર કેસ છે. નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યો છે.  એમના પરિજનોની સ્થિતિ કોર્ટ ધ્યાને લે. વળતર માટે પણ કોર્ટ હુકમ કરે. નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યો, ઇજાઓ પામ્યા... એમના પરિજનોની સ્થિતિ કોર્ટ ધ્યાને લે.  વળતર માટે પણ કોર્ટ હુકમ કરે. હત્યા, ષડયંત્ર, આતંકી કૃત્ય અને દેશ વિરુદ્ધનું યુદ્ધ પુરવાર થયું છે. આરોપીઓને મહત્તમ સજા થવી જોઈએ. આરોપીઓને કોઈ રહેમ ના આપવી જોઈએ.

Ahmedabad Blast 2008 : આરોપીઓને ફાંસીની સજા થતાં લોકોમાં ખુશીનો માહોલ, પીડિત પરિવારોએ ખવડાવી મીઠાઇ

બીજી તરફ બચાવ પક્ષની મુખ્ય દલીલો હતી કે, આરોપીઓને સુધારાનો અવકાશ. કોર્ટે સજા કરતા પહેલા આરોપીઓની સામાજિક અને પારિવારિક સ્થિતિ ધ્યાને લેવી જોઈએ. જેલ ડીસીપ્લીન એ મહત્તમ સજા માટેનું પાસું ના હોઈ શકે, પણ લઘુત્તમ સજા માટે કોર્ટે એ ધ્યાને લેવી જોઈએ. આરોપીઓની શૈક્ષણિક લાયકાત અને મેડિકલ કન્ડિશન પણ કોર્ટે ધ્યાને લેવી જોઈએ.  આ રેરેસ્ટ ઓફ રેર કેસ ગણી શકાય નહીં... આ પહેલા હત્યાઓ, તોફાનો અને બળાત્કારના કિસ્સાઓ પણ રેરેસ્ટ ઓફ રેર કેસ નહીં ગણી ને ઘણી કોર્ટોએ ઓછી સજા કરી છે, કોર્ટે એ ધ્યાને લેવું જોઈએ.

Ahmedabad Blast 2008 : આરોપીઓને ફાંસીની સજા થતાં લોકોમાં ખુશીનો માહોલ, પીડિત પરિવારોએ ખવડાવી મીઠાઇ

દોષિતોને સજા મામલે કોર્ટમાં સુનાવણી શરૂ થઇ હતી.  આરોપીઓ વર્ચ્યુઅલ હિયરિંગમાં હાજર થયા હતા. 8 ફેબ્રુઆરીએ કોર્ટે 49 આરોપીઓને દોષિત અને 28 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા હતાં. 15 ફેબ્રુઆરીએ સિરિયલ બ્લાસ્ટ કેસમાં દોષિતોને સજાના મુદ્દે તમામ પક્ષે સુનાવણી પૂર્ણ થઈ હતી. જેમાં વિશેષ અદાલતે બચાવ પક્ષના વકીલોની અને પ્રોસીક્યુશનનો પક્ષ સાંભળ્યો હતો. હવે આ કેસમાં 49 દોષિતોને સજા સંભળાવી હતી.

Ahmedabad Blast 2008 : આરોપીઓને ફાંસીની સજા થતાં લોકોમાં ખુશીનો માહોલ, પીડિત પરિવારોએ ખવડાવી મીઠાઇ

નોંધનીય છે કે 6 જુલાઈ 2008ના રોજ અમદાવાદ શહેરના 20 જેટલા વિસ્તારમાં સિરિયલ બોંબ વિસ્ફોટ થયા હતા. જેમાં 56 લોકોના મૃત્યુ અને 200થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. આ કેસમાં અમદાવાદમાં 20 અને સુરતમાં 15 એફઆઈઆર નોંધાઈ હતી. જ્યારે પ્રાથમિક તપાસમાં કુલ 99 આંતકવાદીને આરોપી ગણાવાયા હતા. જે પૈકી 82 જેટલા શખ્સની ધરપકડ કરાઈ હતી. જે બાદ સિરિયલ બ્લાસ્ટ કેસનો 14 વર્ષે ચુકાદો જાહેર થયો હતો. જેમાં 49 આરોપીઓને દોષિત જાહેર કરાયા હતા. જ્યારે 28 આરોપીઓને નિર્દોષ જાહેર કરાયા હતા. 

કઈ કલમ અંતર્ગત કેટલી સજાની છે જોગવાઇ?

120 બી હેઠળ સજા... આજીવન કેદ
121 એ હેઠળ..10 વર્ષ
124 એ હેઠળ... આજીવન કેદ
307 હેઠળ...10 વર્ષ
326 હેઠળ..10 વર્ષ
435 હેઠળ... 7 વર્ષ 
UAPA એકટની કલમ 20 હેઠળ આજીવન કેદ
એક્સપોલીઝીવ સબસ્ટન્સ એક્ટ હેઠળ 10 વર્ષની સજા
પબ્લિક પ્રોપર્ટી ડેમેજ કરવા બદલ 7 વર્ષની સખત કેદ

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?

Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ

Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ

Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી

ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | ટેકાથી જીવતી હૉસ્પિટલHu to Bolish | હું તો બોલીશ | બુટલેગરના બાપ કોણ?Navsari News | નવસારી શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ, વારંવાર રજૂઆત છતાં કોઈ નિરાકરણ નહીંSurat News | અનાજની ઠગાઈનો આંતરરાજ્ય કારોબાર ચલાવતો ઠગની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  

લાખોની ભીડ વચ્ચે અચાનક બસમાંથી નીચે ઉતર્યો રોહિત શર્મા, પછી દોડીને પહોંચ્યો સ્ટેડિયમ, જુઓ વીડિયો 

Shani Dev:  જો તમારી કુંડળીમાં શનિ દોષ હોય તો કરો આ ઉપાય

ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા

Embed widget